બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Fatal accident between car and trailer on Dasada-Jainabad highway in Surendranagar district

દુર્ઘટના / સુરેન્દ્રનગરના દસાડા-જૈનાબાદ વચ્ચે ગંભીર અકસ્માત: કાર અને ટ્રેલર વચ્ચે ટક્કર થતા ઘટનાસ્થળે જ 4 લોકોના મોત

Malay

Last Updated: 10:25 AM, 20 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surendranagar Accident News: સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા-જૈનાબાદ હાઈવે પર કાર અને ટ્રેલર વચ્ચેના ગમખ્વાર અકસ્માત, કારમાં સવાર 4 લોકોના કમકમાટીભર્યા મોત.

  • દસાડા-જૈનાબાદ વચ્ચે અકસ્માત 
  • કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માત
  • અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ  

Accident In Surendranagar: ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ક્યારેક તો કોઇક દિવસ જ ગુજરાત માટે ગોઝારો સાબિત થતો હોય છે. ત્યારે બુધવારની સવારે સુરેન્દ્રનગર જિલ્લામાં ભયાનક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 4 લોકોના કરૂણ મોત નિપજ્યાં છે.  

કાર અને ટ્રેલર ભયાનક અકસ્માત

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના દસાડા-જૈનાબાદ હાઈવે પર આજે સવારે કાર અને ટ્રેલર ભયાનક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે અકસ્માત બાદ કાર સીધી ખેતરમાં પલટી મારી ગઈ હતી. આ અકસ્માતને પગલે રાહદારીઓના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. તો આ ભયાનક અકસ્માત અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ
જે બાદ પોલીસ દ્વારા સ્થાનિકોની મદદથી કારમાંથી મૃતકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં તમામ મૃતકો મોરબી જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ મૃતકોના પરિવારજનોને આ અંગેની જાણ કરવામાં આવી છે. તો મૃતકોના મૃતદેહને પીએમ અર્થે ખસેડવાની પણ પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે. 

ભાવનગર અમદાવાદ હાઈવે પર સર્જાયો હતો અકસ્માત
આપને જણાવી દઈએ કે, ગતરોજ ચાલું વરસાદે ભાવનગર-અમદાવાદ હાઈવે પર ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 2 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા, જ્યારે 15થી વધુ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ બનાવ સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ