બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / fastag to not work after this date check kyc process

તમારા કામનું / બેલેન્સ હોવા છતાંય નથી ચાલી રહ્યું FASTAG? તો કરી રહ્યાં છો આ ભૂલ, પહેલા ફટાફટ પતાવી દો આ કામ

Arohi

Last Updated: 12:36 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Fastag KYC: પાછલા અમુક સમયથી Fastagને લઈને કસ્ટમર્સ ખૂબ જ કન્ફ્યૂઝનમાં છે. Paytmની સાથે શરૂ થયેલી સમસ્યા બાદથી જ કસ્ટમર્સ Fastagના KYCની પ્રક્રિયા વિશે જાણવા માંગે છે. શું તમે પોતાના Fastagનું KYC અપડેટ કરી લીધુ છે? જો નહીં તો આવો તમને જણાવીએ કે તમે ઘરે બેઠા કેવી રીતે પોતનું KYC અપડેટ કરી શકો છો.

જ્યારથી Paytmનો વિવાદ શરૂ થયો છે ત્યારથી જ કસ્ટમર્સ Fastagને લઈને કન્ફ્યૂઝનમાં છે. શું તમે પોતાના Fastagનું KYC અપડેટ કરાવી લીધુ છે? જો નહીં તો તમારે ટૂંક સમયમાં જ Fastagનું KYC અપડેટ કરાવી લેવું જોઈએ. આમ ન કરવાની સ્થિતિમાં બેંક તમારા Fastagને બ્લેકલિસ્ટ કરી શકે છે. 

જો બેંક તમારા Fastagને બ્લેકલિસ્ટ કરી દે છે તો 1 એપ્રિલ 2024થી તમારા એકાઉન્ટમાં બેલેન્સ હોવા છતાં પણ તમે Fastagથી પેમેન્ટ નહીં કરી શકો. આવો તમને જણાવીએ કે તમે ઘરે બેઠા પોતાના Fastagનું KYC કેવી રીતે કરાવી શકો છો? 

એક વાહન એક Fastag
ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ સંસ્થાએ એક વાહન એક Fastag પોલિસીને લાગુ કરી દીધી છે. NHAIની આ પોલિસી અનુસાર એક કસ્ટમર, એક વાહન માટે એક જ Fastagનો ઉપયોગ કરી શકે છે. સાથે જ NHAIએ જાણકારી આપતા એવું પણ કહ્યું છે કે કસ્ટમરને બેંકમાંથી લેવામાં આવેલા બધા Fastag પરત કરવા પડશે અને એક વાહન માટે એક જ Fastagનો ઉપયોગ કરવો પડશે. 

વધુ વાંચો : પોસ્ટ ઓફિસની સ્કીમમાં રોકાણ કરતા લોકો માટે સારા સમાચાર, તમને મળશે બેન્કની FD કરતાં વધારે વ્યાજ

આ રીતે KYC કરો અપડેટ 
તમે ઘરે બેઠા આ પ્રકારે પોતાના Fastagનું KYC અપડેટ કરાવી શકો છો. 
સ્ટેપ-1 સૌથી પહેલા Fastagની ઓફિશ્યલ વેબસાઈટ પર જાઓ. 
સ્ટેપ-2 ત્યાર બાદ પોતાના ઓફિશ્યલ મોબાઈલ નંબરને દાખલ કરો. ત્યાર બાદ તમારા ફોન નંબર પર આવેલા OTPને નોંધીને લોગઈન કરો. 
સ્ટેપ-3 ત્યાર બાદ તમારી સામે હોમપેજ ખુલશે. આ હોમપેજ પર માય પ્રોફાઈલ સેક્શનને ખોલો. તેના બાદ KYCના ટેબ પર ક્લિક કરો. 
સ્ટેપ-4 બધી જરૂરી ડિટેલ્સ નોંધો કે સબમિટ કરો અને ત્યાર બાદ તમારૂ KYC પુરૂ થઈ જશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ