કૃષિ કાયદાઓ હટાવોની માગ લઈને દિલ્હી બોર્ડર પર ચાલી રહેલા ખેડૂતોના આંદોલનનો આજે 58મો દિવસ છે. ત્યારે આજે કૃષિ મંત્રી તોમરે ખેડૂતોને 26 જાન્યુઆરીએ રેલી નહીં યોજવા માટે અનુરોધ કર્યો છે.
ખેડૂતોને રેલી યોજવાની મળી મંજૂરી
કૃષિ મંત્રીએ 26 જાન્યુઆરી સિવાયનો દિવસ પસંદ કરવાની કરી અપીલ
ખેડૂતો પ્રત્યે સરકાર સંવેદનશીલ હોવાની કરી વાત
ત્યારે હવે 26 જાન્યુઆરીના રોજ યોજાનારી રેલીને પણ મંજૂરી મળી ચૂકી છે અને યોગેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, રેલી એકદમ શાંતિપૂર્ણ રીતે યોજાશે. જો કે, પત્રકાર પરિષદને સંબોધન કરાત કેન્દ્રીય કૃષિ મંત્રીએ ખેડૂતોને 26 જાન્યુઆરીએ રેલી નહીં યોજવા માટે અપીલ કરી હતી.
આંદોલન માટે 365 દિવસ છે પરંતુ 26 જાન્યુઆરીએ ખેડૂતો ન યોજો રેલી
કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે, 26 જાન્યુઆરીએ દેશનો તહેવાર છે, આખી દુનિયા તેના પર મીટ માંડીને બેઠી છે. 26 જાન્યુઆરીના આંદોલન સંદર્ભે ખેડુતોએ તેમની મનશા ત્યજી દેવી જોઇએ. તેમની પાસે આંદોલન માટે 365 દિવસ છે, તેઓ આ સિવાય બીજા કોઈ દિવસે આંદોલન કરે તો સારું રહેશે. આશા છે કે પ્રજાસત્તાક દિનનો ખેડુતો ગૌરવ જાળવશે.
ખેડૂતો પ્રત્યે સરકાર સંવેદનશીલ હોવાની કરી વાત
સરકાર ખેડૂતો પ્રત્યે સંપૂર્ણ સંવેદનશીલ છે, સરકાર ખેડૂત સંગઠનોનું સન્માન કરે છે. મને દુ:ખ છે કે ખેડૂત સંગઠનો ફક્ત કાયદાને નાબૂદ કરવાની વાત કરે છે, પરંતુ કાયદાના ફાયદા અને ગેરફાયદાની ચર્ચા કરતા નથી. આથી જ કોઈ ચર્ચાનું ફળ નથી મળતું.
3 જગ્યાએથી રેલી યોજવાની અપાઇ મંજૂરી
ટ્રેક્ટર રેલી પર દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશ્નનરે કહ્યું આજે ખેડૂતો સાથે સારો સંવાદ થઇ શક્યો. દિલ્હીમાં 3 જગ્યાએથી રેલી યોજવાની મંજૂરી આપી છે. આ ત્રણ બોર્ડર પર બેરિકેડ હટાવી દેવામાં આવશે અને કેટલીક શરતો સાથે રેલી યોજવાની મંજૂરી આપવામાં આવશે.
દિલ્હીમાં આતંકી હુમલાના મળ્યા ઇનપુટ
26 જાન્યુઆરીએ આતંકી સંગઠન દિલ્હી, અયોધ્યા અને બોધગયામાં હુમલો કરવાની તૈયારીમાં છે. રોહિંગ્યા ઘૂસપેઠીઓનું એક ગ્રૂપ અનેક જગ્યાએ હુમલો કરવાની તૈયારીઓમાં હોવાની માહિતી મળતાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે. દેશના અનેક ઉગ્રવાદી સંગઠનોએ આતંકીઓ સાતે હાથ મિલાવી લીધો છે. ઈનપુટ્સ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે અને દિલ્હી હાઈ એલર્ટ પર છે.
દિલ્હી પોલિસના આતંક નિરોધી ફોર્સ એટલે કે સ્પેશ્યલ સેલના એક અધિકારીએ કહ્યું છે કે આતંકી હુમલો ગંભીર હોવાના ઈનપુટ્સ મળ્યા છે. આતંકી સંગઠનો દિલ્હી, અયોધ્યા અને બોધગયા સહિત અનેક સ્થળોને નિશાન બનાવી રહ્યા છે. રોહિંગ્યાનું એક ગ્રુપ તેના પ્રશિક્ષણમાં જઈ ચૂક્યા છે.