ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Famous artist of Gujarat Mahesh Kanodia passed away

દુ:ખદ / ગુજરાતના જાણીતા કલાકાર મહેશ કનોડિયાનું નિધન

Published By: Kashyap

Last Updated: 12:31 PM, 25 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા કલાકાર મહેશ કનોડિયાનુ આજે લાંબી બીમારી બાદ નિધન થયું છે. મહત્વનું છે કે નરેશ કનોડિયાના મોટાભાઈ મહેશ કનોડિયા એક જાણીતા સંગીતકાર અને ગાયક હતા.

ADVERTISEMENT

મહેશ કનોડિયા એક લાંબા સમયથી આ બીમારીથી પીડિત હતા જેમનું આજે રવિવારના રોજ નિધન થયું હતું જેના પગલે ગુજરાતી ફિલ્મ જગતમાં દુઃખની લાગણી પ્રસરી ગઇ હતી. ઢોલીવૂડમાં મહેશ-નરેશ ના નામથી આ બંને ભાઈઓ ની જોડી ખૂબ પ્રખ્યાત હતી. મહેશ કનોડિયા પોતાના અવાજ માટે ખૂબ જાણીતા હતા. તેમણે ઘણી ફિલ્મોમાં ગીતો ગાયાં છે જ્યારે ખાસ કરીને મહિલા ના અવાજમાં તેમના ગીતોને કારણે તેમણે ભારે લોકપ્રિયતા મળી હતી.

ગુજરાતી સહિત હિન્દી અને કન્નડ ફિલ્મોમાં પણ આપ્યું હતું સંગીત

ગુજરાતી ફિલ્મો ઉપરાંત મહેશ કનોડિયાએ ગરબા, લોકસંગીત, અને અન્ય ગેર ફિલ્મી આલ્બમોમાં પણ સંગીત આપ્યું છે. એ સિવાય તેમણે છોટા આદમી, મેરી દોસ્તી તેરા પ્યાર, હસીના માન જાયેગી, આઝાદી કે દિવાને, રફુચક્કર, રાજા ઔર રાના, કૌન, લાજવંતી, કુરબાની, મેરા ફેંસલા, પ્યાર મહોબત, મજે લે લો, તેરે પ્યાર મેં અને આવારા લડકી જેવી હિન્દી ફિલ્મોમાં પણ સંગીત આપ્યું છે. તેમણે “અપૂર્વ કન્નસુમ” નામની એક કન્નડ ફિલ્મમાં પણ સંગીતકાર તરીકેની ભૂમિકા ભજવી છે. “નીલી આંખે” નામની હિન્દી વિડિયો ફિલ્મમાં પણ પણ સંગીત આપ્યું છે. આ વિડિયો ફિલ્મનાં ગીતો હસરત જયપુરીએ લખ્યાં હતાં. તેમના ઘણાં ગીતો (ગેરફિલ્મી આલ્બમો અને ફિલ્મ સંગીત બન્ને) લતા મંગેશકર, મુકેશ, આશા ભોંસલે, મહંમદ રફી, મન્ના ડે, યેસુદાસ, કિશોરકુમાર, મહેન્દ્ર કપુર, ઉષા મંગેશકર, સુરેશ વાડકર, કવિતા ક્રુષ્ણમૂર્તિ, શબ્બીરકુમાર, અનુરાધા પૌડવાલ, ઉદિત નારાયણ કરસન સાગઠિયા, જેવા દિગ્ગજોએ ગાયેલાં છે.

 

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Naresh Kanodia mahesh kanodia pass away નરેશ કનોડિયા pass away

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ