બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / આરોગ્ય / Ever wondered why you don't sneeze while sleeping? Even in sleep our brain does such tricks

જાણવા જેવું / વિચાર્યું ક્યારેય કે સૂતી વખતે છીંક કેમ નથી આવતી? ઊંઘમાં પણ આપણું મગજ કરે છે આવા ખેલ

Megha

Last Updated: 05:29 PM, 6 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે માર્ક કર્યું છે કે રાત્રે સૂતી વખતે છીંક નથી આવતી અને શું તમે ક્યારેય વિચાર્યું કે આવું કેમ થાય છે? આજે અમે તમને તેના વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ.

  • સૂતી વખતે છીંક કેમ નથી આવતી? 
  • ઊંઘમાં આપણું મગજ  છીંકને બે અલગ અલગ રીતે અટકાવે છે
  • REM ઊંઘ દરમિયાન છીંક આવતી નથી. 

છીંક આવવી એ એક સામાન્ય વાત છે અને તેનો સામનો આપણે દિવસમાં ઘણી વખત કરી છીએ. સામાન્ય રીતે લોકોને દિવસમાં 3 થી 4 વખત છીંક આવે છે જેને સામાન્ય કહેવા છે પણ જો આના કરતા વધુ વખત છીંક આવે છે તો ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. સામાન્ય રીતે છીંક આવવાથી આપણા નાકમાં રહેલા કેમિકલ્સ, ધૂળ અને કીટાણુઓ બહાર નીકળે છે. શું તમે માર્ક કર્યું છે કે રાત્રે સૂતી વખતે છીંક નથી આવતી અને શું તમે ક્યારેય વિચાર્યું કે આવું કેમ થાય છે? આજે અમે તમને તેના વિશે જ જણાવવા જઈ રહ્યા છીએ.   

સૂતી વખતે છીંક  કેમ નથી આવતી? 
આપણું શરીર છીંકને બે અલગ અલગ રીતે અટકાવે છે પણ એ વાત પર નિર્ભર કરે છે કે તમે નિંદરના કયા તબક્કામાં છો?  નોન રેપિડ આઇ મૂવમેન્ટ સ્લીપ (NREM) એટલે કે ઊંઘનો પ્રારંભિક તબક્કો અને રેપિડ આઇ મૂવમેન્ટ (REM) સ્લીપ, આ ઊંઘનો તબક્કો છે જેમાં આપણે સપના જોઈએ છીએ. આખી રાત આપણી ઊંઘ આ બે તબક્કા ફરતી રહે છે. 

નોન રેપિડ આઇ મૂવમેન્ટ સ્લીપ (NREM)માં શું થાય છે? 
આ ઊંઘના ત્રણ સ્ટેજ હોય છે
સ્ટેજ 1- તેને ઊંઘનો સૌથી હલકો તબક્કો માનવામાં આવે છે જે એક થી 5 મિનિટ સુધી ચાલે 
સ્ટેજ 2- આ સ્ટેજમાં તમે ગાઢ ઊંઘમાં જાઓ છો ત્યારે હૃદયના ધબકારા અને શરીરનું તાપમાન ઘટવા લાગે છે. 
સ્ટેજ 3- આ ઊંઘનો સૌથી ઊંડો તબક્કો માનવામાં આવે છે જેમાં વ્યક્તિ ખૂબ જ ગાઢ નિંદ્રામાં સૂઈ જાય છે અને એ સમએ તેને ઉઠવું ખૂબ મુશ્કેલ હોય છે. 

જણાઈ દઈએ કે NREM ઊંઘ સમયે તમારા શરીરની રીફ્લેક્સ સિસ્ટમ કામ ચાલુ રાખે છે પણ આ સમય દરમિયાન તે ઘણી ઓછી સંવેદનશીલ હોય છે. અને તેના કારણે જ NREM ઊંઘ દરમિયાન ઘણી વખત કોઈ ધૂળ કે કણો નાકમાં ઘૂસે છે પણ મગજનું ધ્યાન ખેંચી શકતા નથી. પણ જો તમારી છીંક મજબૂત હોય તો તમે NREM ઊંઘના પ્રથમ તબક્કામાં છીંક આવવા માટે જાગી શકો છો. પરંતુ જો તમે બીજા કે ત્રીજા તબક્કામાં છો તો છીંક નહીં આવે. 

REM ઊંઘ દરમિયાન શું થાય છે?
તમે REM ઊંઘ દરમિયાન છીંક ન આવે કારણકે જ્યારે તમે નિંદરમાં સપના જુઓ છો ત્યારે મોટર એટોનિયા નામની સ્થિતિ તમારા શરીરને લકવાગ્રસ્ત  કરી દે છે અને તમારા સપનામાં શું થઈ રહ્યું છે તે જાણવાથી અટકાવવા માટે તમારું મગજ તમારા શરીરની કાર્ય કરવાની ક્ષમતાને અવરોધે છે. એ સમયે છીંક આવવા માટે ઘણા સ્નાયુઓના સંકલનની જરૂર પડે છે પણ જ્યારે મગજ મોટર એટોનિયાની સ્થિતિમાં શરીરને મૂકે છે ત્યારે શરીરના સ્નાયુઓ કામ કરી શકતા નથી અને તેને કારણે જ REM ઊંઘ દરમિયાન છીંક આવતી નથી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ