બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Even after the implementation of the University Common Act, no chancellor has been appointed in 7 universities

આક્ષેપ / 'નથી 200 કોલેજોમાં કાયમી આચાર્ય કે નથી યુનિવર્સિટીઓમાં...', ગુજરાત કોંગ્રેસ પ્રવક્તાએ સરકારને લીધી આડે હાથ

Vishal Khamar

Last Updated: 07:26 PM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં યુનિવર્સિટી કોમન એક્ટ અમલમાં આવ્યાને 200 દિવસ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ રાજ્યની સાત યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિની નિમણૂંક કરવામાં ન આવતા કોંગ્રેસ દ્વારા સરકાર પર પ્રહાર કર્યા હતા.

  • ગુજરાત કોંગ્રેસ મુખ્ય પ્રવક્તાએ ભાજપ પર કર્યા પ્રહાર
  • યુનિ. કોમન એક્ટ લાવ્યા બાદ પણ કાયમી કુલપતિની નિમણૂંક કરાઈ નથી
  • કુલપતિની નિમણૂંક કરવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

 રાજ્યમાં યુનિવર્સિટી કોમન એક્ટ લાવ્યા બાદ પણ 7 જેટલી યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિની નિમણૂક ન થતાં કૉંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે. 7 યુનિવર્સિટીઓમાં કુલપતિની કાયમી નિમણૂક કરવામાં સરકાર નિષ્ફળ ગઈ હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. તેમજ ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યું કે રાજ્યની 200 જેટલી કોલેજોમાં કાયમી આચાર્ય પણ નીમવામાં આવ્યા નથી.

નવા એક્ટરને હવે 200 દિવસ વીતી ગયા બાદ પણ નિમણૂંક કરવામાં આવી નથીઃ ર્ડા. મનીષ દોશી (પ્રવક્તા, ગુજરાત કોંગ્રેસ)
આ બાબતે ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા ર્ડા. મનીષ દોશીએ જણાવ્યું હતુ કે,  ગુજરાતમાં સરકારે યુનિવર્સિટી કોમન એક્ટ લાવી સ્ટેટ યુનિવર્સિટી એક્ટને આજે 200 દિવસ જેટલો સમય વીતી ગયો છતા રાજ્યની સાત યુનિવર્સિટીઓમાં કાયમી કુલપતિની નિમણૂંક કરવામાં આવી નથી. સાત યુનિવર્સિટી એટલા માટે કહુ છું કે જેમાં વર્ષ, દોઢ વર્ષનો સમય વીતી જાય સરકાર ત્યારે બહાનુ આપતી હતી કે, કુલપતિની નિમણૂંક એટલે નથી કરતા કે નવો એક્ટ લાવવામાં આવી રહ્યા છીએ અને એક્ટના આધારે નવી જોગવાઈ થશે. અને ત્યાર બાદ કુલપતિની નિમણૂંકો થશે. ત્યારે નવા એક્ટરને હવે 200 દિવસ વીતી ગયા તેમ છતાં પણ હજુ સુધી રાજ્યની મોટી મોટી યુનિવર્સિટીઓમાં કુલપતિની નિમણૂંક કરવામાં સરકાર નિષ્ફળ રહી છે. અથવા તો સરકાર જાણી જોઈને  સરકાર પોતાની મન મરજી મુજબના કુલપતિ ઉમેદવારો મળતા નથી એટલે સમગ્ર ખેલ ચાલી રહ્યો છે. 

વધુ વાંચોઃ LRD ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર, હવેથી શારીરિક કસોટીના માર્ક્સ નહીં ગણાય, લેવાશે 200 ગુણનું પેપર

 350 ગ્રાન્ટેડ કોલેજોમાંથી 200 કોલેજોમાં કાયમી આચાર્ય નથીઃ મનીષ દોશી (પ્રવક્તા, ગુજરાત કોંગ્રેસ)
ગુજરાતમાં 350 ગ્રાન્ટેડ કોલેજોમાંથી 200 કોલેજોમાં કાયમી આચાર્ય નથી. પ્રિન્સિપાલની નિમણૂંક માટે સરકાર વારાફરતી નિયમોનાં ફોરમેટ બદલે. જેથી કાયમી આચાર્ય પણ નથી મળતા. તેવા સંજોગામાં કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે, ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારનું શિક્ષણ વિભાગ ભ્રષ્ટ્રાચારનું એપી સેન્ટર ઈન્ચાર્જના આધારે જે શિક્ષણની અધોગતિ કરી રહ્યું છે. તેમાં શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે એક ટકા પણ પ્રમાણિક પ્રયત્ન કરે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ