બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / equaling the 12-year record in Nalia with 2 degrees

શીતલહેર / ગુજરાત ઠંડીથી થરથર કાંપ્યું: 2 ડીગ્રી સાથે નલિયામાં 12 વર્ષના રેકોર્ડની બરાબરી, જુઓ હજુ કેટલા દિવસ ઠંડી પડશે?

Priyakant

Last Updated: 08:04 AM, 6 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં સતત વધી રહેલી ઠંડીને કારણે જનજીવન અસરગ્રસ્ત બન્યું, હિમાલયના બર્ફીલા પવનથી ગુજરાતમાં થર થર કંપાવતી ઠંડી

  • રાજ્યમાં આગામી બે દિવસ હાડ થીજવતી ઠંડી યથાવત રહેશે 
  • હિમાલયના બર્ફીલા પવનથી ગુજરાતમાં થર થર કંપાવતી ઠંડી
  • નલિયામાં 2 ડીગ્રી સાથે 12 વર્ષના રેકોર્ડની બરાબરી
  • અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં 11થી 12 ડીગ્રી તાપમાન નોંધાયું

રાજ્યમાં સતત વધી રહેલી ઠંડીને કારણે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે. ઠંડીથી બચવા લોકો તાપણું અને ગરમ કપડાનો સહાયો લઈ રહ્યા છે. આ તરફ રાજ્યમાં આગામી બે દિવસ હાડ થીજવતી ઠંડી યથાવત રહેશે. હિમાલયના બર્ફીલા પવનથી ગુજરાતમાં થર થર કંપાવતી ઠંડી પડી રહી છે. તો બીજી તરફ આજે નલિયામાં 2 ડીગ્રી સાથે 12 વર્ષના રેકોર્ડની બરાબરી થઈ છે. 

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ગુજરાતમાં આગામી એક અઠવાડિયામાં હજુ 2થી 3 ડિગ્રી પારો ગગડશે. રાજ્યમાં હાલ ઠંડા પવન સાથે ગાત્રો થીજવતી ઠંડી પડી રહી છે. નવા વર્ષના પહેલા દિવસે રાજ્યની ઠંડીમાં થયેલો વધારો હજી પણ યથાવત છે. બે દિવસ બાદ ફરી પારો 2થી 3 ડિગ્રી ગગડ્યો છે. રાજ્યના સૌથી ઠંડા શહેર નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.જ્યારે અમદાવાદ,વડોદરા, સુરત, રાજકોટમાં 11થી 12 ડીગ્રી તાપમાન નોંધાયું છે. 

રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ગુજરાતમાં ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના પગલે ઠંડા પવનો ફુંકાઈ રહ્યા છે.  ગુજરાતમાં આગામી એક અઠવાડિયામાં હજુ 2થી 3 ડિગ્રી પારો ગગડશે. જે બાદ તાપમાન ઉંચુ જતા ઠંડીમાં ઘટાડો થશે. નોંધનીય છે કે, રાજ્યમાં બે દિવસ ઠંડીમાં ઘટાડો થતા ગુજરાતીઓને ઠંડીમાં રાહત મળી હતી. છેલ્લા બે દિવસથી રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડી ગાયબ થઈ હતી. જોકે, હવામાનની આગાહી પ્રમાણે હવે ફરી કડકડતી ઠંડી પડવા લાગી છે. 

જાણો કયા કેટલું તાપમાન ? 

  • રાજ્યના 10 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું
  • નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું 
  • ડીસામાં 6.9 ડિગ્રી તાપમાન નોંધાયું
  • ગાંધીનગરમાં 6.9 ડિગ્રી તાપમાન નોંધાયું 
  • ભુજમાં 9 ડિગ્રી તાપમાન નોંધાયું 
  • કંડલામાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું 
  • અમદાવાદમાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું 
  • વડોદરામાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું 
  • સુરતમાં 15.2 ડિગ્રી તાપમાન નોંધાયું 
  • વલસાડમાં 13.5 ડિગ્રી તાપમાન નોંધાયું 
  • અમરેલીમાં 11.6 ડિગ્રી તાપમાન નોંધાયું 
  • ભાવનગરમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું 
  • રાજકોટમાં 10.7 ડિગ્રી તાપમાન નોંધાયું 
  • સુરેન્દ્રનગરમાં 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું 
  • મહુવામાં 13.1 ડિગ્રી તાપમાન નોંધાયું
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ