બ્રેકિંગ ન્યુઝ
Megha
Last Updated: 11:12 AM, 11 November 2023
ADVERTISEMENT
જો તમે પણ તમારા PFના વ્યાજના પૈસા આવવાની રાહ જોઈ રહ્યા છો, તો દિવાળી પર તમને સારા સમાચાર મળી શકે છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) એ પોતાના તમામ કર્મચારીઓને દિવાળીની ભેટ આપી છે. નાણાકીય વર્ષ 2022-23 માટે વ્યાજ દરના નાણાં હવે ખાતામાં આવવા લાગ્યા છે.
The process is in pipeline and may be shown there very shortly. Whenever the interest will be credited, it will be accumulated and paid in full. There would be no loss of interest. Please maintain patience.
— EPFO (@socialepfo) November 7, 2023
ADVERTISEMENT
7 કરોડ ખાતાધારકોને ફાયદો મળશે
જણાવી દઈએ કે આ નાણાકીય વર્ષ EPFO તેના ખાતાધારકોને તેમની જમા રકમ પર 8.15 ટકા વ્યાજ આપી રહ્યું છે. પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન ઈપીએફઓએ સભ્યોના ખાતામાં વ્યાજના પૈસા જમા કરાવવાનું શરૂ કરી દીધું છે. EPFOના આ નિર્ણયથી દેશના લગભગ 7 કરોડ ખાતાધારકોને ફાયદો મળી રહ્યો છે.
EPFOએ આપી માહિતી
ટ્વિટર પર એક યૂઝરે EPFOને વ્યાજ વિશે પૂછ્યું તો સત્તાવાર હેન્ડલ પરથી જવાબ આપવામાં આવ્યો. જેમાં કહેવામાં આવ્યું હતું કે ખાતાઓમાં વ્યાજ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ વર્ષે, ખાતાધારકોને કોઈપણ નુકસાન વિના વ્યાજની સંપૂર્ણ રકમ મળશે પરંતુ EPFOએ કહ્યું કે તમામ ખાતાઓમાં રકમ પ્રતિબિંબિત થવામાં સમય લાગી શકે છે. આ સાથે જ પીએફ બેલેન્સ તપાસવા માટે ઘણી પદ્ધતિઓ સૂચવવામાં આવી છે. જેના દ્વારા તમે તમારા એકાઉન્ટનું સ્ટેટસ ચેક કરી શકો છો.
ઝરના પ્રશ્નનો જવાબ આપતાં, EPFO એ સ્પષ્ટ કર્યું છે કે વ્યાજ ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યું છે. આ વર્ષે, ખાતાધારકોને કોઈપણ નુકસાન વિના વ્યાજની સંપૂર્ણ રકમ મળશે.
For redressal of any complaint related to #services of EPFO, members can visit the complaint portal https://t.co/ZqSQEXncZL.#AmritMahotsav #pf #epfowithyou #HumHaiNa #epfo #epf #ईपीएफओ #पीएफ #ईपीएफ@byadavbjp @Rameswar_Teli @mygovindia @MIB_India@LabourMinistry @PIB_India pic.twitter.com/Q8IYbQ7CLh
— EPFO (@socialepfo) November 10, 2023
પીએફ બેલેન્સ ચેક કરવાની રીત
પીએફ ખાતાધારકો મેસેજ, મિસ્ડ કોલ, ઉમંગ એપ દ્વારા અથવા EPFOની વેબસાઈટ પર જઈને તેમના ખાતાનું બેલેન્સ ચેક કરી શકે છે.
SMS દ્વારા PF બેલેન્સ ચેક કરવા માટે તમારે EPFO રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પરથી 7738299899 પર મેસેજ મોકલવો પડશે.
તમે 011-22901406 નંબર પર મિસ્ડ કોલ કરીને તમારા EPFO એકાઉન્ટમાં પૈસા પણ ચેક કરી શકો છો.
તમે EPFO પોર્ટલ પર કર્મચારીઓ માટે વિભાગમાં જઈને પણ તમારું બેલેન્સ ચેક કરી શકો છો.
ઉમંગ એપ પર પીએફ બેલેન્સ કેવી રીતે ચેક કરવું
સૌથી પહેલા તમારા મોબાઈલમાં ઉમંગ એપ ડાઉનલોડ કરો.
હવે EPFO સેક્શન પર જાઓ અને સર્વિસ પસંદ કરો અને પાસબુક જુઓ.
કર્મચારી કેન્દ્રિત સેવા પર જાઓ અને OTP વિકલ્પ પર ક્લિક કરો.
હવે મોબાઈલ પર OTP આવે છે, તેને એન્ટર કરો.
થોડી જ સેકન્ડોમાં તમારી સામે સ્ક્રીન પર EPFO પાસબુક ખુલશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.