બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Employees retiring on June 30 will be given bonuses, Gujarat government's decision following the Supreme Court order

મોટા સમાચાર / 30 જૂને નિવૃત્ત થતા કર્મચારીઓને અપાશે ઈજાફો, સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ગુજરાત સરકારનો નિર્ણય

Priyakant

Last Updated: 01:57 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Retired Employees Latest News: 1 જાન્યુઆરી 2006 થી 31 ડિસેમ્બર 2022 સુધીમાં નિવૃત થયેલાને ઇજાફો, વય મર્યાદામાં નિવૃત થયેલા કેસમાં 30 જૂનનો ઇજાફો આકારી પેન્શન સુધારા કરવાનો રહેશે

  • રાજ્યના નાણાં વિભાગનો મહત્વનો નિર્ણય
  • 30 જૂને વયમર્યાદા નિવૃત્ત થતા કિસ્સામાં ઈજાફો
  • SCના આદેશને પગલે રાજ્ય સરકારે લીધો નિર્ણય
  • 1 જાન્યુ. 2006થી 31 ડિસે.2022 સુધી નિવૃત્ત થયેલાને લાભ
  • કર્મચારીઓને 30 જૂનનો ઈજાફો પેન્શનમાં મળવાપાત્ર

Retired Employees News : રાજ્યના નાણાં વિભાગનો એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, 30 જૂને વયમર્યાદા નિવૃત્ત થતા કિસ્સામાં ઈજાફો આપવામાં આવશે. મહત્વનું છે કે, સુપ્રીમકોર્ટના આદેશને પગલે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. નોંધનિય છે કે, 1 જાન્યુ. 2006થી 31 ડિસેમ્બર 2022 સુધી નિવૃત્ત થયેલાને  આ લાભ મળશે. 

ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા 30 જૂને વયમર્યાદા નિવૃત્ત થતા કિસ્સામાં ઈજાફો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વયમર્યાદા નિવૃત્તિના કિસ્સામાં ઈજાફો આકારી પેન્શન સુધારા કરવાનો રહેશે. આ સાથે કર્મચારીઓને 30 જૂનનો ઈજાફો પેન્શનમાં મળવાપાત્ર રહેશે. મહત્વનું છે કે, આનો લાભ પંચાયત સેવાના કર્મીઓ, અનુદાનિત સંસ્થાના કર્મીઓને મળશે. આ સાથે છઠ્ઠા પગારપંચનો લાભ મેળવનાર કર્મચારીને લાભ મળશે. આ ઠરાવનો અમલ પંચાયત સેવાના કર્મચારીઓ સહિત અનુદાનિત સંસ્થાઓના કર્મીઓને મળશે.

બોર્ડ નિગમના કાયમી કર્મચારીઓ માટે મોટા સમાચાર
રાજ્યના બોર્ડ નિગમના કાયમી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા નવેસરથી પેન્શન નક્કી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે 21-03-2020નો પેન્શન નક્કી કરતો ઠરાવ રદ્દ કરાયો છે. આ તરફ હવે કાયમી કર્મચારીઓનું પેન્શન 100 ટકાના ધોરણે ફરી નક્કી કરાશે. જેથી હવે કર્મચારીઓના પેન્શનમાં વધારો થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ