બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વિશ્વ / Elon Musk sells shares worth Rs 1.22 lakh crore, find out why he had to do this

પ્લાનિંગ! / એલન મસ્કે વેચી માર્યા 1.22 લાખ કરોડ રૂપિયાના શેર, જાણો શા માટે આવું કરવું પડ્યું

Published By: Kashyap

Last Updated: 05:47 PM, 3 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વના સૌથી ધનિક એવા એલન મસ્કે વેચ્યા 1.22 લાખ કરોડ રૂપિયાના શેર, જાણો આ પૈસાને કયા 3 મોટા કામ કરવાનું પ્લાનિંગ છે.

વેચ્યા 1.22 લાખ કરોડ રૂપિયાના શેર 
ચૂકવવાનો છે 11 બિલિયન ડોલરનો ફેડરલ ટેક્સ 
બાકીના પૈસાથી કરી શકે છે 3 મોત કામ 

છેલ્લા કેટલાક મહિનામાં એલન મસ્કે તેમની કંપની ટેસ્લાના લગભગ $16.4 બિલિયન અથવા લગભગ 1.22 લાખ કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. તેણે લગભગ 11 બિલિયન ડોલરનો ફેડરલ ટેક્સ ચૂકવવાનો છે , જેના માટે તેણે ટેસ્લા કંપનીના શેર વેચ્યા.આ પૈસાનો પ્રથમ ઉપયોગ ટેક્સ ભરવા માટે થશે. ટેક્સ ચૂકવ્યા બાદ પણ તેની પાસે લગભગ 5.4 બિલિયન ડોલર બચશે. જાણો કઈ કઈ જગ્યાએ આ પૈસા વાપરી શકાય છે. હવે મોટો સવાલ એ છે કે આ પૈસાનું એલન મસ્ક શું કરશે?

ચૂકવી શકે છે કેલિફોર્નિયાનો ટેક્સ 
એવું માનવામાં આવે છે કે ફેડરલ ટેક્સ ચૂકવ્યા પછી એલન મસ્ક પાસે બચેલા નાણામાંથી 2 બિલિયન ડોલરનો ઉપયોગ કેલિફોર્નિયાને વધારાનો ઇન્કમટેક્સ ચૂકવવા માટે કરી શકાય છે. જણાવવામાં આવું છે કે ટેસ્લા ઘણા વર્ષો સુધી કેલિફોર્નિયામાં હતી, જ્યારે તેમને ઓપ્શન્સની પરવાનગી મળી. આ ઓપ્શન્સના કારણે ટેક્સની જવાબદારી તેમના પર રહે છે. હવે તેણે કંપનીનું હેડક્વાર્ટર અને તેનું ઘર બંનેને ટેક્સાસમાં શિફ્ટ કરી દીધા છે. કેલિફોર્નિયાને ટેક્સ ચૂકવ્યા બાદ પણ તેની પાસે લગભગ 3.4 બિલિયન ડોલર બચશે. 

SpaceX માં કરી શકે છે રોકાણ
એવું પણ માનવામાં આવે છે કે બાકીના પૈસામાંથી ત્રીજું કામ રોકાણનું હશે. બાકીના પૈસા તે પોતાની કંપની  SpaceX માં રોકાણ કરી શકે છે. ભૂતકાળમાં એવું જોવામાં આવ્યું હતું છે કે તેઓ ઇક્વિટી વેચીને SpaceX માં નાણાં મૂકે છે. એવું માનવામાં આવે છે કે તે ટેસ્લામાંથી કેટલાક રોકાણ કાઢીને SpaceX માં રોકાણ કરી શકે છે. જો કે એલોન મસ્ક માટે આ સમય ખૂબ જ શાનદાર છે, જ્યારે કંપનીના શેર ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યા છે.

કેટલા શેરમાં કર્યું ટ્રાનજેક્શન ?
એલન મસ્કે ટેસ્લાના આશરે 10.3 મિલિયન શેર વેચ્યા છે, અને તે જ દિવસમાં તેણે તેના ઓપ્શન્સનો ઉપયોગ કર્યો, ટેસ્લાના વધારાના 22.9 મિલિયન શેર ખરીદ્યા. આ શેરનું વેચાણ 11 અલગ-અલગ દિવસોમાં થયું હતું, જેનું વેચાણ 8 નવેમ્બરથી 28 ડિસેમ્બર વચ્ચે થયું હતું. જે ઓપ્શન્સ વેચાયા હતા તે 13 ઓગસ્ટ, 2022 ના રોજ સમાપ્ત થઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં તેમને વેચવા અને વધારાના શેર ખરીદવા એ ખૂબ જ સારો નિર્ણય હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Elon Musk Investment SpaceX Tesla Planing!

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ