ટેસ્લાના માલિક એલન મસ્ક સોશ્યલ મીડિયા પર એક્ટિવ રહે છે અને નેટીજન્સ સાથે ઇન્ટરેક્ટ કરતો પણ નજર આવે છે. હાલમાં જ તેણે 3 મીનિટની અંદર લોકોને ટ્વિટર પર જવાબ આપ્યો હતો.
એલન મસ્કે 3 મીનિટમાં આપ્યા ટ્વિટર પર જવાબ
ટેસ્લાની એપ્લિકેેશન ડાઉન થતાં યુઝર્સ અકળાયા
3 મીનિટમાં જવાબ આપી એલને કર્યા લોકોને ઇમ્પ્રેસ
ફરિયાદનો આપ્યો જવાબ
હાલમાં જ ટેસ્લા મૉડલ 3 સંબંધિત ટ્વિટર પર યુઝર્સે ટ્વિટ કરી હતી અને માત્ર 3 મીનિટની અંદર જ એલન મસ્કે ફરિયાદનો જવાબ આપ્યો હતો. ટેસ્લા કાર યુઝ કરતાં ઘણા લોકો ચાવીનો નહી પરંતુ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે અને તે એપ્લિકેશન ડાઉન થઇ જતાં તેમની કાર એક્સેસ કરી શકતાં નથી, આ મુદ્દે ટ્વિટ કરીને એલન મસ્કને ફરિયાદ કરી હતી.
Should be coming back online now. Looks like we may have accidentally increased verbosity of network traffic.
Apologies, we will take measures to ensure this doesn’t happen again.
દક્ષિણ કોરિયાના યુઝરને જવાબ
દક્ષિણ કોરિયાના એક ટેસ્લા યુઝરે લખ્યું કે મારા ટેસ્લા મોડલ 3ની એપમાં તકલીફ થઇ રહી છે અને આ વર્લ્ડવાઇડ ઇશ્યુ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે એલને તરત જ જવાબ આપ્યો હતો હું ચેક કરું છું.
લોકો થયા ઇમ્પ્રેસ
એપ્લિકેશન ગડબડ સાથે જ 5 કલાક પછી અપડેટ આપતા એલન મસ્કે કહ્યું કે અમે નેટવર્ક ટ્રાફિકની વર્બોસિટી વધારી છે અને હું માફી માંગુ છું. આવું ફરીથી ન થયા તેવા પગલા લઇશું. તો લોકો અને ટ્વિટર પ્રભાવિત થઇ ગયું હતું.