બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / electricity crisis india as coal about to finish in 85 power plants

ચિંતાજનક / દેશના અડધો ડઝન રાજ્યોમાં ઘેરાયું વીજ સંકટ, 85 પાવર પ્લાન્ટ્સમાં ખતમ થવા આવ્યો કોલસો

Dhruv

Last Updated: 09:19 AM, 27 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભીષણ ગરમી અને વધતી જતી માંગ વચ્ચે દેશમાં વીજ સંકટ ઘેરાયું છે. દેશના 85 પાવર પ્લાન્ટ્સમાં કોલસો ખતમ થવા આવ્યો છે.

  • વધતી જતી માંગ વચ્ચે દેશમાં વીજ સંકટ ઘેરાયું
  • દેશના 85 પાવર પ્લાન્ટ્સમાં કોલસો ખતમ!
  • મંગળવારે એક દિવસમાં જ વીજળીની સૌથી વધુ માંગ 201.066 GW નોંધવામાં આવી

ઉનાળામાં તાપમાનમાં વધારો થતાં જ દેશમાં વીજળીનું સંકટ પણ ઘેરી બની રહ્યું છે. દેશમાં વીજળીની માંગ રેકોર્ડ સ્તરને પાર કરી ગઈ છે. ત્યારે હવે પરિસ્થિતિ એવી સર્જાઇ છે કે, દેશના 85 પાવર પ્લાન્ટમાં કોલસો ખતમ થઈ રહ્યો છે. કાળઝાળ ગરમી વચ્ચે હવે દેશમાં વીજ સંકટની ભીતિ વર્તાવા લાગી છે. દેશમાં વીજળીની માંગ એટલી વધી ગઈ છે કે મંગળવારે વીજળીની માંગનો નવો રેકોર્ડ સર્જાયો હતો. મંગળવારે એક દિવસમાં જ વીજળીની સૌથી વધુ માંગ 201.066 GW નોંધવામાં આવી હતી.

વીજળીની માંગે ગયા વર્ષનો રેકોર્ડ તોડ્યો

દેશમાં વીજળીની માંગ એટલી હદે વધી ગઇ છે કે વીજળીની માંગનો એક નવો જ રેકોર્ડ સર્જાયો છે અને તેણે ગત વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગયા વર્ષે 200.539 ગીગાવોટની માંગ નોંધાઈ હતી જ્યારે આ વર્ષે 201.066 ગીગાવોટની માંગ નોંધાઈ છે. હજુ એપ્રિલ મહિનો પૂરો નથી થયો ત્યાં તો આવી સ્થિતિ સર્જાઇ ગઇ છે તો મે અને જૂનમાં આ માંગ વધીને 215-220 GW થઈ શકે છે.

કોલસો નહીં તો વીજળી નહીં!

દેશભરના 85 પાવર પ્લાન્ટમાં કોલસાની સમસ્યા સર્જાઈ છે. જે આવનારા સમયમાં પાવર કટના રૂપમાં જોવા મળી શકે છે. પાવર પ્લાન્ટની ફરિયાદ છે કે રેલ રેકની અછતના કારણે કોલસો મેળવવામાં વિલંબ થઈ રહ્યો છે. આ બાબતે રેલવે પ્રવક્તા ગૌરવ બંસલનું કહેવું છે કે, પહેલાં 300 રેક આપવામાં આવતા હતા, હવે કોલસા મંત્રાલયના કહેવા પર 405 રેક આપવામાં આવ્યાં. હવે અમે 415 રેક આપી રહ્યાં છીએ કે જેની પર કોલસા મંત્રાલય સંમત છે. જો કોલસાના રેકને પાંચ દિવસ સુધી ડિટેઇન કરવામાં નહીં આવે અને ત્રણ દિવસ માટે રોકવામાં આવે તો અમે રેકને વધારે વધારી શકીએ છીએ. દેશભરના થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાનો સ્ટોક એક વાર ફરી ચર્ચામાં છે. કોલસાના અપૂરતા પરિવહનના કારણે આવું થયું હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

જાણો શું છે મુખ્ય થર્મલ પાવર પ્લાન્ટની સ્થિતિ!

જો આપણે દેશના મોટા થર્મલ પાવર પ્લાન્ટ્સની વાત કરીએ તો, સમગ્ર દેશમાં એકંદરે 85 થર્મલ પાવર પ્લાન્ટ્સ કોલસો ખતમ થવાના આરે છે, જેમાંથી રાજસ્થાનમાં 7માંથી 6, પશ્ચિમ બંગાળના તમામ 6, ઉત્તર પ્રદેશમાં 4માંથી 3, મધ્ય પ્રદેશના 4માંથી 3 પ્લાન્ટ, મહારાષ્ટ્રમાં 7માંથી 7 અને આંધ્ર પ્રદેશના તમામ 3 પ્લાન્ટમાં કોલસાનો સ્ટોક ગંભીર સ્થિતિએ પહોંચી ગયો છે.

યુપી પાસે માત્ર સાત દિવસનો જ સ્ટોક બચ્યો છે

એવું કહેવાય છે કે, યુપી પાસે માત્ર સાત દિવસનો જ સ્ટોક બચ્યો છે. હરિયાણા પાસે આઠ, રાજસ્થાન પાસે માત્ર 17 દિવસનો જ કોલસો સ્ટોકમાં છે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત, ઝારખંડ અને છત્તીસગઢમાં પણ આવી જ સ્થિતિ છે. રેલ્વે પાસે રેકના અભાવે પણ સંકટમાં વધારો થયો છે. રેલવે પાસે હાલમાં માત્ર 412 રેક છે, જેના કારણે કોલસાની અવરજવર ઝડપી નથી થઈ રહી. યુપીના ઉર્જામંત્રી એકે શર્માએ અધિકારીઓ સાથે બેઠક કરીને વીજળી સંકટ પર મંથન કર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ