બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / Election boycott on various issues in Wadwan, Petlad, Dhoraji

ઈલેક્શન 2022 / "કામ નહીં તો મત નહીં" ગુજરાતના આ સ્થળોએ સ્થાનિકોએ દેખાડ્યો નેતાજીને અરીસો, ગુમ થયાના પોસ્ટર ચોટાડ્યા

Dinesh

Last Updated: 08:35 PM, 18 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોરાજીમાં ચૂંટણી બહિષ્કારના લાગ્યા પોસ્ટર તો પેટલાદના કણિયા ગામે ચૂંટણી બહિષ્કારની ચીમકી અને વઢવાણમાં "કામ નહીં તો મત નહીં"ના સૂત્રોચ્ચાર

  • ધોરાજીમાં ચૂંટણી બહિષ્કારના લાગ્યા પોસ્ટર
  • પેટલાદના કણિયા ગામે ચૂંટણી બહિષ્કારની ચીમકી
  • વઢવાણમાં સોસાયટીના રહીશોએ કર્યો ચૂંટણીનો બહિષ્કાર


ગુજરત વિધાનસભા મતદાનની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમાયો છે. આક્ષેપ અને નવિદેનબાજીઓ તેમજ પક્ષ પલટાના પવનો ફૂંકાઈ રહ્યાં છે આ બધાની વચ્ચે ચૂંટણી બહિષ્કારના પણ સૂર ઉઠ્યાં છે. વઢવાણ, પેટલાદ, ધોરાજી વિવિધ પ્રશ્નોને લઈ વિરોધના સૂર ધોરાજીમાં ચૂંટણી બહિષ્કારના લાગ્યા પોસ્ટર તો પેટલાદના કણિયા ગામે ચૂંટણી બહિષ્કારની ચીમકી અને વઢવાણમાં "કામ નહીં તો મત નહીં"ના સૂત્રોચ્ચાર કર્યો છે. વઢવાણની સોસાયટીના રહીશોએ કર્યો ચૂંટણીનો બહિષ્કારની બાબત સામે આવી છે તો પેટલાદના કણિયા ગામે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે. રાજકોટના ધોરાજીમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર લાગ્યા છે

ધારાસભ્ય 5 વર્ષથી ગુમ
વિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં કચ્છના રાપરમાં નંદાસર ગામમાં કોંગ્રેસની સભામાં હોબાળો થયો હતો. નંદાસર ગામમાં પ્રચાર દરમિયાન બચુભાઇ અરેઠિયાને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. છેલ્લા પાંચ વર્ષથી વિકાસના કામો ન થયાનો સ્થાનિકોએ આરોપ લગાવીને સાથે જ કોંગ્રેસ ધારાસભ્ય 5 વર્ષથી ગુમ થયેલા છે તેવા બેનરો પણ લગાવામાં આવ્યા તો બીજી તરફ સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ પટેલનો  વિરોધ કરાયો હતો સ્થાનિકોએ મુકેશ પટેલના સભાસ્થળે જઈને વિરોધ નોંધાવ્યો હતો. ગામમાં વિકાસના કામો ન થતા હોવાનો સ્થાનિકો  દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યોસ છે

"કામ નહીં તો મત નહીં"
વઢવાણની સોસાયટીમાં રહીશોએ ચૂંટણી બહિષ્કાર કર્યો છે. ઉમિયા ટાઉનશીપનાં રહીશો ચૂંટણી બહીષ્કાર કર્યો છે. ઉમિયા ટાઉનશીપનાં રહીશોએ ચૂંટણી બહીષ્કાર કર્યો છે. પ્રાથમિક સુવિધા ન મળતાં દેખાવો કરીને સુત્રચાર કર્યા છે. રાત્રીના સમયે સોસાયટીનાં રહીશોએ ભેગા મળીને વોટ ન કરવાના શપથ લીધા છે તેમજ તેમણે કામ નહિ તો વોટ નહીંના સૂત્રોચ્ચાર કર્યો છે. 

પેટલાદના કણિયા ગામે ચૂંટણી બહિષ્કારની ચીમકી
આણંદના પેટલાદના કણિયા ગામે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી છે. સિક્સ લેન હાઇવે ઉપર અંડર પાસ નહિ બનાવતા રોષ ભભૂક્યો છે. અનેક રાજુઆતો છતાં અંડર પાસ નહિ બનતા ગ્રામજનોમાં રોષ સામે આવ્યો છે. ગ્રામજનોએ પેટલાદ પ્રાંતને આવેદનપત્ર પણ પાઠવ્યું છે. આવેદનપત્રમાં ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે

ધોરાજીમાં ચૂંટણી બહિષ્કારના લાગ્યા પોસ્ટર
રાજકોટના ધોરાજીમાં ચૂંટણી બહિષ્કારના પોસ્ટર  લાગ્યા છે. ધારોજીના વોર્ડ નંબર 5માં મતદાન બહિષ્કારના પોસ્ટર લાગ્યા છે. રોડ-રસ્તા બાબતે સ્થાનિકોએ પોસ્ટર લગાવી પોતાનો રોષ ઠાલવ્યો છે. જે પોસ્ટરમાં લખાયેલું છે કે, કામ નહીં તો મત નહીં. રોષે ભરાયેલા સ્થાનિકોએ પોસ્ટર લગાવી પોતાનો વિરોધ ઠાલવ્યો છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ