બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Ek Bar Khaoge, Bar Bar Aoge, Delhi's Dahi Bhalla Now in Ahmedabad, Celebs Praise on Twitter

સ્ટાર્ટઅપ / એક બાર ખાઓગે, બાર બાર આઓગે, દિલ્હીના દહીં ભલ્લા હવે અમદાવાદમાં, સેલિબ્રિટીઓએ ટ્વીટર પર કરી પ્રશંસા

Vishal Khamar

Last Updated: 09:19 PM, 26 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજકાલ યુવાનો નવા સ્ટાર્ટ અપ કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને એન્જિનિયર જેવી કારકિર્દી છોડીને અનેક યુવાઓ પરંપરાથી હટીને પોતાનો અલગ જ બિઝનેસ શરૂ કરી રહ્યા છે.

  • એક બાર ખાઓગે, બાર બાર આઓગે
  • દિલ્હીના દહીં ભલ્લા હવે અમદાવાદમાં
  • IT એન્જિનિયરે શરૂ કર્યું સ્ટાર્ટઅપ

આજકાલ યુવાનો નવા સ્ટાર્ટ અપ કરી રહ્યા છે. જેમાં ખાસ કરીને એન્જિનિયર જેવી કારકિર્દી છોડીને અનેક યુવાઓ પરંપરાથી હટીને પોતાનો અલગ જ બિઝનેસ શરૂ કરી રહ્યા છે. ત્યારે વાત કરવી છે પાટણના એક યુવા એન્જિનિયરની કે જેણે અમદાવાદમાં એન્જિનિયરિંગના બદલે દિલ્હીની વાનગી એવા દહીં ભલ્લા વેચવાનું શરૂ કર્યુ છેં. ત્યારે એક IT એન્જિનિયર થી મોજીલા દહીં ભલ્લા સુધી એક યુવાની સફરની શું છે કહાની.

દહીંભલ્લાનો સ્વાદ માણવા માટે તમારે દિલ્હી જવાની જરૂર નહીં પડે
હાથમાં ચમચો લઈને દહી સાથે કોઈ રેસિપીને સજાવી રહેલો રહેલા આ યુવકને જુઓ, તે જ્યાં કામ કરી રહ્યો છે, તે લારી પર લખ્યું છે એકવાર બાર ખાઓગે, બાર બાર આઓગે. આપને થશે કે, એવું તે શું હશે કે એકવાર ચાખ્યા બાદ વારંવાર ખાવા જવાનું મન થાય?..તો આપને જણાવી દઈએ કે, આ લારી પર દિલ્લીની એક  સ્વાદિષ્ટ વાનગી બની રહી છે, જેનું નામ છે દહીંભલ્લાં. કદાચ આપણામાંથી કેટલાકે દિલ્લીમાં દહીંભલ્લાનો સ્વાદ માણ્યો હશે. પરંતુ હવે દહીંભલ્લાનો સ્વાદ માણવા માટે તમારે દિલ્હી જવાની જરૂર નહીં પડે, કેમ  કે, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં દહીં ભલ્લા મળવા લાગ્યા છે. જો કે, અમદાવાદમાં દહીં ભલ્લા મળતા થવા તે વાત નવી નથી પરંતુ નવી વાત એ છે કે, આ દહીંભલ્લા એક આઈટી એન્જિનિયરના હાથે તૈયાર થઈ રહ્યા છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો નવ યુવાન વ્રજ પટેલ જે મૂળ પાટણના રણુજ ગામનો વતની છે. તેણે ડિપ્લોમા ઈન આઈટી એન્જિનિયરીંગનો અભ્યાસ ગાંધીનગર પોલિટેકનિક કોલેજ માંથી કર્યો છે.  તેણે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં દહીં ભલ્લા વેચવાનું શરૂ કર્યુ.

 ITમાં ઓછો રસ હતો, પણ પેરેન્ટના કહેવાથી તે આઈટી સેક્ટરમાં ગયા
શરૂઆતથી જ વ્રજને ITમાં ઓછો રસ હતો, પણ પેરેન્ટના કહેવાથી તે આઈટી સેક્ટરમાં ગયા હતા. અને થોડો સમય IT કંપનીમાં કામ પણ કર્યું. પરંતુ તેનું મન કંઈક નવું કરવા માગતું હતું. આથી તેમણે થોડા સમય વડાપાઉં પણ વેચ્યાં. તેમાં સફળતા ન મળી તો તેમણે દહીંભલ્લા વેચવાનું શરૂ કર્યું. 

 6 મહિનાથી ઘાટલોડિયા વિસ્તારમાં સાદા દહીં ભલ્લાની લારી ચલાવે
વ્રજ પટેલ છેલ્લાં 6 મહિનાથી ઘાટલોડિયા વિસ્તારમાં સાદા દહીં ભલ્લાની લારી ચલાવે, તેઓ અત્યાર સુધી સાદા દહીં ભલ્લા બનાવતા હતા અને હવે તેમણે મેંગો, રોઝ, સ્ટોબેરી, ડ્રાયફ્રૂટ અને કેસર ફ્લેવરમાં પણ દહીં ભલ્લા બનાવવાની શરૂઆત કરી દીધી હતી. એટલું નહીં, વ્રજ પટેલે પોતાની જાતે એક શાહી દહીં ભલ્લાની પણ પ્લેટ તૈયાર કરી છે. અમદાવાદ શહેરમાં મોટી રેસ્ટોરેન્ટમાં દહીં ભલ્લા ખાવા મળે છે પણ તેનો ભાવ ખૂબ વધારે હોય છે. જયારે અહીંયા વ્રજ માત્ર 30 રૂપિયામાં દહીં ભલ્લા ગ્રાહકોને ખવડાવે છે. અહીં આવતા સ્વાદપ્રેમી ગ્રાહકો વ્રજના હાથના દહીભલ્લા ખાઈને ખૂબ ખુશી અનુભવી રહ્યા છે. અહીં આવતા ગ્રાહકો અન્ય લોકો કહી રહ્યા છે કે એકવાર વ્રજના દહીં ભલ્લાનો સ્વાદ માણવા આવવું જોઈએ.

 

હાલ દરરોજ દહીં ભલ્લાની 80થી વધુ અલગ અલગ પ્લેટ વેચે છે
વ્રજ પટેલ બપોરે 4 વાગ્યે લારી શરૂ કરે છે અને સાંજે 8 વાગ્યા સુધી અહીં ઊભા રહે છે. તેઓ હાલ દરરોજ દહીં ભલ્લાની 80થી વધુ અલગ અલગ પ્લેટ વેચે છે. તેમના આ સાહસનેટ્વીટર પર અનેક સેલિબ્રિટીઓએ પણ વખાણ્યું છે અને શુભેચ્છા પાઠવી રહ્યા છે, તેમાં પણ યામી ગૌતમ અને વરુણ ધવન જેવા એક્ટરે તો ટ્વીટર પર વ્રજને પ્રોમિસ આપ્યું છે કે હવે તેઓ જયારે અમદાવાદ આવશે ત્યારે ચોક્કસ વ્રજના હાથે બનેલા દહીં ભલ્લાનો સ્વાદમાણવા જરૂર આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ