બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Efforts started to help Gujaratis trapped in Amarnath Yatra, Harsh Sanghvi contacted the central government

Amarnath Yatra 2023 / અમરનાથ યાત્રામાં ફસાયેલા ગુજરાતીઓની મદદ માટે પ્રયાસ શરૂ, હર્ષ સંઘવીએ કેન્દ્રનો કર્યો સંપર્ક; કોંગ્રેસે પણ મદદની માંગ કરી

Malay

Last Updated: 12:32 PM, 9 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Amarnath Yatra 2023 News: ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવ્યા બાદ ગુજરાતના 30 શ્રદ્ધાળુઓ ફસાયા, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, તમામ લોકો ઝડપથી પોતાના પરિવારના સંપર્કમાં આવી જશે.

 

  • અમરનાથમાં ગુજરાતના યાત્રાળુઓ ફસાયા
  • અમરનાથ યાત્રાએ ગયેલા 30 યાત્રીઓ ફસાયા
  • તમામ ઝડપથી પોતાના પરિવારના સંપર્કમાં આવી જશેઃ હર્ષ સંઘવી
  • કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ફસાયેલા લોકોના રેસ્ક્યું અંગે કર્યું ટ્વિટ

સતત બગડી રહેલા હવામાન અને ભારે ભૂસ્ખલનના કારણે અમરનાથ યાત્રા આજે પણ સ્થગિત કરી દેવામાં આવી છે. લગભગ 6000 અમરનાથ યાત્રી રામબનમાં ફસાયેલા છે. તો ખરાબ હવામાન અને સતત પડી રહેલા વરસાદને કારણે 4 દિવસ કરતા વધારે સમયથી ગુજરાતના 30 જેટલા યાત્રીઓ પંચતરણીમાં ફસાયા છે. તેઓ હાડ થ્રિજાવતી ઠંડીમાંથી બચાવી લેવા માટે તંત્રને અપીલ કરી રહ્યા છે. આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. 

અમરનાથમાં ફસાયા છે 30 ગુજરાતી યાત્રીઓઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, 'અમરનાથના પંચતરણી ખાતે 30 ગુજરાતી યાત્રીઓ ફસાયા છે. ત્યાં વાતાવરણ ખરાબ હોવાને કારણે યાત્રીઓ ફસાયા છે. યાત્રીની મદદ માટે રાજ્યના ગૃહ વિભાગ અને ડિઝાસ્ટર વિભાગ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યાલય ખાતે જાણ કરવામાં આવી છે. હાલ અમરનાથ ખાતે ધીમે-ધીમે વાતાવરણ સુધરી રહ્યું છે. ત્યાં ફસાયેલા તમામ લોકો ઝડપથી પોતાના પરિવારના સંપર્કમાં આવી જશે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે.'

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કર્યું ટ્વીટ
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ ફસાયેલા લોકોને બચાવવા માટે ટ્વિટ કરીને અપીલ કરી છે. તેમણે ટ્વિટમાં લખ્યું છે કે, 'અમરનાથ યાત્રા પંચતરણી Base કેમ્પમાં તથા આજુબાજુમાં 4 દિવસ કરતા પણ વધારે સમયથી ગુજરાતના અનેક યાત્રીઓ ફસાયા છે. નીચે જવા માટે કોઈ સુવિધા નથી અને ત્યાં બહુ અગવડ અને ખૂબ કપરી હાલતમાં યાત્રાળુ છે.  કેટલાક યાત્રાળુ બીમાર પણ છે. તો આ યાત્રીઓને નીચે લઈ જવા માટે તાત્કાલિક રેસ્ક્યું કરવા CMO ગુજરાત અને PMOને વિનંતી.' 

30 શ્રદ્ધાળુઓ પંચતરણીમાં ફસાયા
લાખો લોકોના આસ્થાના કેન્દ્ર અમરનાથ ધામ ખાતે દર વર્ષે મોટી સંખ્યામાં યાત્રાળુઓ જતાં હોય છે. આ દરમિયાન ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રા સ્થગિત કરાઈ છે. આ તરફ ગુજરાતના 30 શ્રદ્ધાળુઓ અમરનાથના પંચતરણી વિસ્તારમાં ફસાયા હોવાનું સામે આવ્યું છે. જેમાં સુરતના 10 અને વડોદરાના 20 લોકો ફસાયા  હોવાની માહિતી સામે આવી છે. આ તરફ હવે તમામ ચીજ વસ્તુઓના ડબલ ભાવ હોવાને કારણે યાત્રિકોને મુશ્કેલી પડી રહી છે. જેને લઈ હવે તમામ ગુજરાતીઓએ ગુજરાત સરકારને મદદ માટે અપીલ કરી છે. 

શું કહ્યું શ્રદ્ધાળુઓ? 
અમરનાથ યાત્રા સ્થગિત કરાયા બાદ ત્યાં ફસાયેલા ગુજરાતીઓએ વીડિયો બનાવી સરકારની મદદ માંગી છે. શ્રદ્ધાળુઓ કહી રહ્યા છે કે, અહીં બહુ ઠંડી છે, ગાદલાં ભીના થઈ ગયા છે, રહેવાતું નથી, તાવ આવી ગયો છે. વીડિમાં એક વ્યક્તિ કહી રહ્યા છે કે, અમે ત્રણ દિવસથી અહીં ફસાયા છીએ. માઇનસ 2 ડિગ્રી તાપમાન છે. અહીં બરફ પડી રહ્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ