ન્યૂઝ અપડેટ્સ
VTV / Fashion & Beauty / Effective home remedies for Strong, Shiny & Healthy Hair
ADVERTISEMENT
વાળ ખરવા, વાળ સફેદ થવા, ટાલ પડવી, વાળનો ગ્રોથ ઓછો હોવો, ડેન્ડ્રફ વગેરે સમસ્યાથી સામાન્ય રીતે તમામ લોકો પરેશાન હોય છે, ઘણી વખત માટે લોકો મોંઘા હે ર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે અને દર મહિને તેની પાછળ અઢળક ખર્ચ પણ કરે છે. પરંતુ જો વાળ માટે રેગ્યુલર કેટલીક હોમમેડ ટ્રીટમેન્ટ કરવામાં આવે તો તે આપણે સાવ સસ્તામાં આપણાં વાળને હેલ્ધી અને મજબૂત રાખી શકીએ છીએ.
ADVERTISEMENT
કેટલીક દેશી વસ્તુઓના ઉપયોગથી વાળને ભરાવદાર, કાળા, મુલાયમ અને મજબૂત બનાવવાની રીત આજે અમે તમને જણાવીશું.
ખાટું દહીં
ADVERTISEMENT
.jpg)
2 ચમચી ડુંગળીના રસમાં 1-1 ચમચી ખાટું દહીં અને લીંબુનો રસ મિક્ષ કરી મસાજ કરો. 30 મિનિટ બાદ ધોઈ લો. વાળ મજબૂત અને શાઈની બનશે.
ADVERTISEMENT
મેથી
2 ચમચી મેથી દાણાને રાતે પાણીમાં પલાળી સવારે તેને પીસીને વાળના મૂળમાં લગાવો. અડધો કલાક બાદ ધોઈ લો. આ ઉપાયથી વાળ કાળા, ભરાવદાર અને મુલાયમ બનશે.
ADVERTISEMENT
લીંબુ
રેગ્યુલર 2 લીંબુનો રસ વાળ અને સ્કેલ્પમાં લગાવી મસાજ કરવાથી ડેન્ડ્રફ અને હેર ફોલ પ્રોબ્લેમ દૂર થાય છે.
ADVERTISEMENT
ગાજર
રેગ્યુલર 2 ચમચી ગાજરનો રસ વાળ અને સ્કેલ્પમાં લગાવો. તેમાં રહેલું બાયોટીન વાળને શાઈની બનાવે છે અને હેર ફોલથી બચાવે છે.
ADVERTISEMENT
બટાકા

2-3 બટાકાનો રસ કાળી તેને વાળ અને સ્કેલ્પમાં લગાવો. એક કલાક બાદ ધોઈ લો. તેનાથી વાળની ડ્રાયનેસ દૂર થશે અને વાળ હેલ્ધી બનશે.
લસણ
2 ચમચી લસણના રસને વાળના મૂળમાં લગાવો. 1 કલાકબાદ ધોઈ લો. ડેન્ડ્રફ અને હેર ફોલની પ્રોબ્લેમ દૂર થશે.
કાકડી
2 ચમચી કાકડીની પેસ્ટને વાળ અને સ્કેલ્પમાં લગાવો. કાકડીમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને વિટામિન સી વાળને શાઈની બનાવે છે અને ગ્રોથ વધારે છે.
કોથમીર
રેગ્યુલર 2 ચમચી કોથમીરની પેસ્ટ વાળના મૂળમાં લગાવો. આમાં આયર્ન અને કોપર હોય છે. જેનાથી વાળ લાંબા, ભરાવદાર અને કાળા બને છે.
બીટ
1-1 ચમચી બીટનો રસ અને તલનું તેલ મિક્ષ કરી સ્કાલ્પમાં લગાવો. તેનાથી વાળ કાળા, ભરાવદાર અને શાઈની બનશે.
મીઠો લીમડો

1-1 ચમચી મીઠા લીમડાની પેસ્ટ અને દહીં મિક્સ કરીને રેગ્યુલર વાળ અને સ્કાલ્પમાં લગાવો. તેનાથી વાળ કાળા, ભરાવદાર અને મજબૂત બનશે.
ટામેટાં
1-1 ચમચી ટામેટાં, બટાકાનો રસ અને મધ મિક્ષ કરીને સ્કેલ્પમાં મસાજ કરો. રેગ્યુલર આ ઉપાય કરવાથી હેયર ફોલ અને ડ્રાય હેરની પ્રોબ્લેમ દૂર થશે.
એલોવેરા જેલ
રેગ્યુલર 1 ચમચી એલોવેરા જેલ વાળ અને સ્કેલ્પમાં લગાવી 1 કલાક બાદ વાળ ધોઈ લો. તેનાથી ડેન્ડ્રફ દૂર થશે અને હેર ફોલની પ્રોબ્લેમમાં ફાયદો થશે.
ઓલિવ ઓઈલ
3-4 ચમચી ઓલિવ ઓઈલને નવશેકું ગરમ કરીને વાળમાં મસાજ કરો. પછી હોટ ટોવેલ વાળમાં બાંધો. 1 કલાક બાદ વાળ ધોઈ લો.
મધ
2-2 ચમચી મધ અને દૂધને મિક્ષ કરી રેગ્યુલર વાળમાં મસાજ કરો. એક કલાક બાદ ધોઈ લો. વાળ કાળા, ભરાવદાર અને મુલાયમ બનશે.
ઈંડા
2 ચમચી ડુંગળીના રસમાં 1 ઈંડાનો સફેદ ભાગ મિક્ષ કરીને સ્કેલ્પમાં મસાજ કરો. એક કલાક બાદ ધોઈ લો. વાળનો ગ્રોથ વધશે અને વાળ ખરશે નહીં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો