બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગંભીર દુર્ઘટના: ઇન્દોર અને તમિલનાડુમાં અકસ્માત સર્જાતા કુલ 12ના મોત, 15 ઘાયલ

logo

છોટાઉદેપુરમાં નકલી કચેરીના મુખ્ય આરોપી સંદીપ રાજપૂતનું મોત

logo

આજે સવારે 6 થી રાત્રે 8 વાગ્યા સુધીમાં ગુજરાતના 19 તાલુકામાં વરસાદ વરસ્યો,

logo

નીરજ ચોપરાએ જેવલિન થ્રોમાં જીત્યો ગોલ્ડ મેડલ, ફેડરેશન કપમાં કરી કમાલ

logo

ધો.11માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશને લઈ શિક્ષણ વિભાગનો આદેશ

logo

રાજ્યમાં વરસાદ અને હીટવેવની આગાહી, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં પડી શકે છે વરસાદ

logo

અમદાવાદના નિવૃત CA સાથે કરોડોની ઠગાઈ, 1.97 કરોડની છેતરપિંડીની નોંધાઈ ફરિયાદ

logo

નાફેડની ચૂંટણીમાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાયા, 4 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા

logo

અમદાવાદના રાયખડ નજીક દિવાલ ધરાશાયી, બે ઇજાગ્રસ્ત

logo

અંબાજીમાં વરસાદની રિ-એન્ટ્રી, યાત્રિકો ભીંજાયા

VTV / ગુજરાત / અમદાવાદ / ED investigation against thug Kiran Patel now started

વડોદરા / મહાઠગ કિરણ પટેલ વિરૂદ્ધ હવે EDની તપાસ શરૂ, કારણ 2019માં નોંધાયેલી ફરિયાદ, જાણો સમગ્ર મામલો

Malay

Last Updated: 09:04 AM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

kiran Patel News: મહાઠગ કિરણ પટેલની મુશ્કેલીમાં વધારો, કશ્મીરમાંથી પકડાયેલા કિરણ પટેલ સામે EDએ શરૂ કરી તપાસ.

 

  • કિરણ પટેલ સામે EDએ તપાસ શરૂ કરી
  • રાવપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ
  • પોલીસે કિરણ પટેલની ધરપકડ પણ કરી હતી

અમદાવાદના ઈસનપુરનો મૂળ રહેવાસી કિરણ પટેલ ભારતનો લેટેસ્ટ બ્લફ માસ્ટર (ઠગભગત) બની ચૂક્યો છે. સુરક્ષાની દૃષ્ટિએ દેશના સૌથી સંવેદનશીલ રાજ્ય જમ્મુ-કાશ્મીરમાં કિરણ પટેલે પોતાને PMOનો એડિશનલ ડાયરેક્ટર જણાવીને એવા તો સોટ્ટા પાડ્યા કે ભલભલા થાપ ખાઈ ગયા. આ ભેજાબાજે સ્થાનિક પોલીસને એવી તે ગોટે ચઢાવી કે ભાઈ'સાબને Z+ સિક્યોરિટી કવર, બુલેટપ્રૂફ SUV, ફાઈવ સ્ટારમાં રોકાણ જેવી VVIP સુવિધાઓ મળી રહી હતી. ત્યારે હવે આ મહાઠગની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કાશ્મીરમાંથી પકડાયેલા મહાઠગ કિરણ પટેલ સામે હવે એજન્સી એન્ફોર્સ ડિરેટરેટ (ED)એ તપાસ શરૂ કરી છે.  વર્ષ 2019ની એક ફરિયાદ મામલે EDએ તપાસ હાથ ધરી છે. 

કિરણ પટેલ

આચરી હતી 1 કરોડથી વધુની છેતરપિંડી
કિરણ પટેલે વડોદરામાં 2018માં ગરબા મહોત્સવનું આયોજન કર્યું હતું. જેમાં તેણે અમદાવાદના જૈન ડેકોરેટર્સ એન્ડ કેટરર્સના માલિકને ચૂનો ચોપડ્યો હતો. કિરણ પટેલે જૈન ડેકોરેટર્સ એન્ડ કેટરર્સ સાથે 1 કરોડથી વધુની છેતરપિંડી આચરી હતી. જેથી કિરણ પટેલ વિરુદ્ધ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેથી રાવપુરા પોલીસે કિરણ પટેલની ધરપકડ પણ કરી હતી. ત્યારે વર્તમાન સમયમાં કિરણ પટેલના કરતૂતો બહાર આવતા ઇ.ડી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ઇ.ડી.ના ધ્યાને આ કેસની વિગતો આવતા એક ટીમ વડોદરા આવી છે અને કિરણ પટેલના કેસની વિગતો મેળવી તપાસ કરી હોવાનું જાણવા મળ્યું છે.

ક્રાઇમ બ્રાન્ચની ટીમ જમ્મુ-કાશ્મીર જવા રવાના
અન્ય એક કેસ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જમ્મુ કાશ્મીર જવા રવાના થઇ છે. કિરણ પટેલને ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી અમદાવાદ લવાશે. હાલ કિરણ પટેલ જમ્મુની જેલમાં બંધ છે. લગભગ 6 દિવસ અગાઉ મહાઠગ કિરણ પટેલની પત્નીની ધરપકડ કરવામાં આવી હતી. મકાન પચાવી પાડવા અને છેતરપિંડીના કેસમાં ક્રાઇમ બ્રાન્ચે કિરણ પટેલની પત્નીની ધરપકડ કરી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં મહાઠગ અને તેની પત્ની વિરુદ્ધમાં ગુજરાતના પૂર્વ મંત્રીના ભાઈએ ફરિયાદ નોંધાવી હતી. 

કિરણ પટેલની પત્નીની ધરપકડ

જમ્મુ પોલીસે કરી છે ધરપકડ
મહત્વનું છે કે, જમ્મુ અને કાશ્મીર પોલીસે શ્રીનગરમાં એક મોટી કાર્યવાહી કરી છે. એક હાઈપ્રોફાઈલ કેસમાં અમદાવાદના કિરણ પટેલની ધરપકડ કરવામાં આવી છે. માહિતી મુજબ ધરપકડ કરાયેલ કિરણ પટેલ નામના વ્યક્તિએ બનાવટી દસ્તાવેજોના આધારે સત્તાવાર પ્રોટોકોલ મેળવ્યો હતો. ધરપકડ કરાયેલ વ્યક્તિ પોતાની ઓળખ વડાપ્રધાન કાર્યાલય, નવી દિલ્હીમાં એડિશનલ ડાયરેક્ટર (સ્ટ્રેટેજી એન્ડ કેમ્પેન્સ) તરીકે આપતો હતો. જમ્મુ-કાશ્મીર પોલીસને મળેલી ગુપ્ત માહિતી બાદ પોલીસે આ કાર્યવાહી કરી હતી. શ્રીનગરની એક સ્થાનિક કોર્ટે ગુરુવારે (16 માર્ચ) કિરણને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો. આ વ્યક્તિ પોતાને પીએમઓ ઓફિસર ગણાવતો હતો. 

શું કહ્યું પોલીસે?
રિપોર્ટ્સ અનુસાર કિરણ પટેલ ફાઈવ સ્ટાર હોટલના રૂમ નંબર 1107માં રહેતો હતો. તેમણે મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં સ્થિત દૂધપથરી સહિત કાશ્મીરના ઘણા સ્થળોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પટેલની સાથે એસડીએમ રેન્કના અધિકારી પણ હતા. પોલીસ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપીની ઓળખ જગદીશ પટેલના પુત્ર કિરણ પટેલ તરીકે થઈ હતી. વર્ષ 2023ની FIR નંબર 19 નિશાત પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી. તેમાં લખવામાં આવ્યું હતું કે, 02-03-2023ના રોજ પોલીસ સ્ટેશન નિશાતને મળેલી વિશ્વસનીય બાતમી પરથી જાણવા મળ્યું છે કે, છેતરપિંડી કરનાર ગુજરાતનો કિરણ પટેલ છે. કિરણ પટેલ પર આરોપ છે કે, તેણે લોકોને છેતર્યા છે. તે જોતા કિરણ વિરુદ્ધ આઈપીસીની કલમ 419, 420, 467, 468 અને 471 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. કેસની વધુ તપાસ ચાલી રહી છે.

શું હતો સમગ્ર મામલો ? 
જમ્મુ-કાશ્મીરમાં પોલીસે એક એવા ઠગની ધરપકડ કરી છે, જે પોતાને PMO ઓફિસર ગણાવતો હતો. ગુજરાતમાં રહેતા આ વ્યક્તિનું નામ કિરણ પટેલ છે. તે પોતાને PMOના એડિશનલ ડાયરેક્ટર તરીકે ઓળખાવતો હતો. આટલું જ નહીં ઠગ Z પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ એસયુવીની સુવિધાઓ પણ લઈ ગયો હતો. તે હંમેશા ફાઈવ સ્ટાર હોટલમાં રહેતો હતો. પોલીસે શંકાના આધારે તપાસ કરી તો તે નકલી અધિકારી હોવાનું બહાર આવ્યું. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેને ગુપ્ત રાખવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ