નાણામંત્રી નિર્મલા સીતારમણે અમેરિકામાં ED તથા કોલસાને લઈને પશ્ચિમી દેશોને જવાબ આપ્યો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણ અમેરિકાના પ્રવાસે
ED સ્વતંત્ર છે અને કોઈના નિયંત્રણમાં કામ નથી કરતું: સીતારમણ
કોલસાને લઈને પણ પશ્ચિમી દેશોને આપ્યો જવાબ
ED સ્વતંત્ર છે
ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ હાલમાં અમેરિકાના પ્રવાસ પર છે ત્યારે અનેક મુદ્દાઓ પર તેમણે મોટા નિવેદન આપ્યા હતા જેમાં ED ને લઈને ફેલાવવામાં આવી રહેલા પ્રોપેગેન્ડા પર પણ તેમણે જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ED સંપૂર્ણપણે સ્વતંત્ર છે અને તે એક એજન્સી છે, જે નિયમો અને કાયદાનું પાલન કરે છે અને કરાવે છે. ED પોતાના નિર્ણય લઈ શકે છે, કોઈ પ્રાથમિક પૂરાવા મળ્યા બાદ અધિકારીઓ ક્યાંક તપાસ માટે જાય તો તે તેમના હાથમાં જ છે.
Union Finance Minister Smt. @nsitharaman attends the Development Committee Meeting of the World Bank-IMF, in Washington DC, today. (1/4) pic.twitter.com/3naWwuBzvp
Union Finance Minister Smt. @nsitharaman attends the Plenary Meeting of the International Monetary and Financial Committee at the IMF Headquarters @IMFNews, in Washington DC, today. (1/7) pic.twitter.com/qGuNcDkE6U
કોલસા મામલે પશ્ચિમી દેશોને આપ્યો જવાબ
વીજળી પેદા કરવા માટે કોલસા પર વધતી નિર્ભરતાને લઈને પણ તેમણે જવાબ આપ્યો હતો કે માત્ર ભારત જ નહીં પશ્ચિમી દેશો પણ કોલસા તરફ આગળ વધી રહ્યા છે, બ્રિટનમાં વર્ષો જૂના થર્મલ પાવર ફરી શરૂ થઈ ગયા છે, દુનિયાના ઘણા દેશોએ ઉર્જા ઉત્પાદન માટે કોલસા તરફ પાછા જવું પડ્યું છે.
વિદેશી અખબારોમાં ભારત વિરુદ્ધ ઈર્ષ્યા
આખા વિશ્વમાં કોરોના વાયરસ શરૂ થયો ત્યારથી જ અર્થવ્યવસ્થા ડામાડોળ થઈ ગઈ છે અને હજુ સુધી ઘણા દેશો તેમાંથી બહાર આવી શક્યા નથી, અમેરિકામાં તો મોંઘવારી દર આસમાને છે જેના કારણે બીજા પણ અનેક દેશો પર તેની અસર થઈ રહી છે. અમેરિકામાં છેલ્લા ઘણા દાયકાઓ બાદ આવી ગંભીર સ્થિતિ પેદા થઈ છે, જોકે કોરોના વાયરસ બાદ ભારતની અર્થવ્યવસ્થાએ ખૂબ જ તેજીથી વિકાસ કર્યો છે અને 2022 અને 2023માં આખા વિશ્વમાં સૌથી તેજીથી વિકસતી ઈકોનોમી આપણી જ છે ત્યારે ઘણા પશ્ચિમી દેશોના પેટમાં તેલ રેડાયું છે, એ ઈર્ષ્યા ફૂટીને બહાર આવતી જોવા મળી છે, સ્પેન તથા અમેરિકાના અખબારોમાં ભારતને બદનામ કરવાને લઈને કાર્ટૂન તથા વિજ્ઞાપનોક છાપવામાં આવ્યા છે.