બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / આરોગ્ય / eat these fruits in summer

હેલ્થ / ઉનાળામાં આ ફળોના સેવનથી મળશે અઢળક લાભ, સ્વાદિષ્ટ તો ખરા જ સાથે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક

Khevna

Last Updated: 03:59 PM, 29 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં આ ફળોનાં સેવનથી ગરમીમાં રાહત મળે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. જાણો ક્યા ક્યા ફળોનાં સેવનથી ફાયદો થશે

  • ઉનાળામાં આ ફળોનાં સેવનથી થશે ફાયદો 
  • મળશે ગરમીમાં રાહત 
  • સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક 

ઉનાળામાં તાજાં ફળોનું સેવન ગરમી સામે રાહત આપવાનું કામ કરે છે. તે તમને હેલ્ધી પણ રાખે છે. આ ફળોમાં ભરપૂર માત્રામાં પોષક તત્ત્વો હોય છે. તેઓ આપણા હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. આ ફળો માત્ર તમને હાઈડ્રેટેડ રાખે છે એટલું જ નહીં, પરંતુ અન્ય આરોગ્ય લાભ માટે પણ જાણીતાં છે. તેઓ હૃદયના આરોગ્ય-બ્લડ પ્રેશરના સ્તરને જાળવવાનું કામ કરે છે. આ ફળોમાં પુષ્કળ પ્રમાણમાં પાણી અને ફાઈબર હોય છે. તેઓ તમારા હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે તમે આહારમાં તરબૂચ, કેરી, બેરી અને પપૈયાં વગેરે જેવાં ફળોનો સમાવેશ કરી શકો છો.


તરબૂચ


તરબૂચમાં લગભગ ૯૦ ટકા પાણી હોય છે, તેમાં પોટેશિયમ, લાઇકોપીન જેવાં વિવિધ પોષક તત્ત્વો હોય છે. તેઓ હૃદયને સ્વસ્થ રાખે છે. તરબૂચ બ્લડ પ્રેશરના સ્તરને નિયંત્રણમાં રાખે છે. દરરોજ તરબૂચનું સેવન હૃદયને સ્વસ્થ રાખે છે.

કેરી


કેરી એ ઉનાળામાં ખાવામાં આવતું લોકપ્રિય ફળ છે. કેરી હૃદયને સ્વસ્થ રાખે છે, તેમાં ફાઈબર, પોટેશિયમ અને ઘણાં વિટામિન હોય છે. પોટેશિયમ વધારવું અને સોડિયમનું સેવન ઓછું કરવું એ તમારા હૃદયને સ્વસ્થ રાખવા તથા બ્લડ પ્રેશરના સ્તરને નિયંત્રિત કરવા માટે જરૂરી છે.

બેરી


બેરીમાં ફ્લેવોનોઈડ્સ હોય છે, તેમાં એ‌િન્ટઓક્સિડન્ટ ગુણધર્મો છે. તે હૃદયરોગ સંબંધિત ઓક્સિડે‌િટવ તણાવ ઘટાડવામાં મદદ કરે છે. ફાઈબરથી ભરપૂર બેરી હૃદયને સ્વસ્થ રાખે છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે તમે બેરીનું સેવન ઘણી રીતે કરી શકો છો.

પપૈયાં


પપૈયાંમાં ફાઈબર, વિટામિન-સી અને એ‌િન્ટઓક્સિડેન્ટ હોય છે. પપૈયાંમાં રહેલાં વિટા‌િમન અને મિનરલ્સ હૃદય અને ત્વચાને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તે બળતરા ઘટાડે છે. આ સિવાય તે ઘણા સ્વાસ્થ્ય લાભ પણ આપે છે.

પીચ


પીચ તમારા હૃદયની તંદુરસ્તી જાળવે છે, તેમાં એ‌િન્ટઓક્સિડેન્ટ, ફાઈબર, પોટેશિયમ અને વિટામિન-સી જેવાં પોષક તત્ત્વો હોય છે. તેઓ માત્ર હૃદયને સ્વસ્થ જ રાખતાં નથી, પરંતુ રોગપ્રતિકારકશક્તિ વધારવા અને બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. તે સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે પોષક તત્ત્વોથી પણ ભરપૂર હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ