બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Easily link your PAN with Aadhaar like this, else be prepared to pay a fine of 10 thousand, today is the final deadline

કામની વાત / ફટાફટ તમારા PANને આ રીતે કરો આધાર સાથે લિંક, નહીં તો 10 હજારનો દંડ ભરવા તૈયાર રહો, આજે અંતિમ ડેડલાઇન

Megha

Last Updated: 01:54 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

30 જૂન, 2023ને આધાર કાર્ડ અને પાન કાર્ડ (PAN-Aadhaar Linking Deadline) લિંક કરવાનો છેલ્લો દિવસ છે. જો આજે પણ PAN ને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો 1 જુલાઈ 2023 થી PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે.

  • આજે PAN ને આધાર નંબર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ
  • ઘરે બેઠા PAN ને આધાર સાથે કેવી રીતે લિંક કરવું?
  • 1 જુલાઈ 2023 થી તમારું PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે

ઇન્કમટેક્સ ભરનારાઓ માટે આજનો દિવસ ખૂબ જ ખાસ છે. જણાવી દઈએ કે આજે PAN ને આધાર નંબર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ છે. હજુ પણ ઘણા લોકો એવા છે જેમણે આ કામ કર્યું નથી જો તમે પણ એવા લોકોમાંથી એક છો જેમણે હજુ સુધી પોતાનું આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરાવ્યું નથી તો આજનો દિવસ આ કામ માટે છેલ્લો દિવસ છે. 

આજે છે છેલ્લી તક 
જે લોકો હજુ સુધી આવકવેરા વિભાગ દ્વારા આપવામાં આવેલા PAN ને તેમના આધાર નંબર સાથે લિંક નથી કરાવ્યા તેમના માટે આજે છેલ્લી તક છે. આવકવેરા વિભાગે આજે એટલે કે 30 જૂન, 2023ને આધાર કાર્ડ અને પાન કાર્ડ (PAN-Aadhaar Linking Deadline) લિંક કરવાનો છેલ્લો દિવસ જાહેર કર્યો છે.

જો લિંક કરવામાં ન આવે તો શું
જો તમે આજે પણ PAN ને આધાર સાથે લિંક નથી કરાવ્યું તો આવતી કાલથી એટલે કે 1 જુલાઈ 2023 થી તમારું PAN કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. જો આવું થાય, તો તમે તમારું ITR ફાઇલ કરી શકશો નહીં અને તમારા બાકી રિટર્નની પ્રક્રિયા કરવામાં આવશે નહીં. એટલું જ નહીં તમારું પેન્ડિંગ રિફંડ પણ આપવામાં આવશે નહીં.

10,000 રૂપિયા સુધીનો દંડ 
જો તમે 30 જૂન સુધીમાં પાન-આધારને લિંક નહીં કરો તો તમારું પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે. જો તે નિષ્ક્રિય છે, તો આવા લોકોને મ્યુચ્યુઅલ ફંડ અથવા સ્ટોક એકાઉન્ટ ખોલવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સિવાય જો તમે આ પાન કાર્ડનો ઉપયોગ ક્યાંય પણ દસ્તાવેજ તરીકે કરો છો તો ભારે દંડ થઈ શકે છે. ઈન્કમ ટેક્સ એક્ટ 1961ની કલમ 272B હેઠળ તમને 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

ઘરે બેઠા PAN ને આધાર સાથે કેવી રીતે લિંક કરવું?
જો તમે હજી સુધી PAN-Aadhaar ને લિંક કર્યું નથી, તો તમે ઘરે બેસીને કરી શકો છો. PAN ને આધાર સાથે લિંક કરવાની ઘણી રીતો છે. તમે તેને ઓનલાઈન પણ કરાવી શકો છો, તમે SMS મોકલીને પણ કરાવી શકો છો. ઓનલાઈન લિંક કરાવવા માટે.. 

સૌ પ્રથમ તમે https://incometaxindiaefiling.gov.in/ પર જાઓ અને આવકવેરા ઈ-ફાઈલિંગ પોર્ટલ ખોલો. 
- જો તમે આ પોર્ટલ પર પહેલાથી રજીસ્ટર નથી તો નોંધણી કરો.
- તમારો PAN નંબર તમારું યુઝર ID હશે. હવે તમારું યુઝર ID, પાસવર્ડ અને જન્મ તારીખ દાખલ કરીને લોગિન કરો. 
- એક પોપ અપ વિન્ડો દેખાશે, જેના પર તમને PAN ને આધાર સાથે લિંક કરવાનું કહેવામાં આવશે.
- જો તે ન દેખાય તો 'પ્રોફાઇલ સેટિંગ્સ' પર જાઓ અને 'લિંક આધાર' પર ક્લિક કરો. 
- હવે PAN પર દાખલ કરેલ જન્મ તારીખ અને જાતિની વિગતો, તે અહીં પહેલેથી જ દેખાશે. 
- હવે આ વિગતોને તમારી આધાર વિગતો સાથે મેચ કરો. 
- તમારો આધાર નંબર દાખલ કરો અને "લિંક now " બટન પર ક્લિક કરો. 
- જેના દ્વારા તમને ખબર પડશે કે તમારું PAN આધાર કાર્ડ સાથે લિંક કરવામાં આવ્યું છે. 
- તમે તમારા PAN ને આધાર સાથે લિંક કરવા માટે https://www.utiitsl.com/ અથવા https://www.egov-nsdl.co.in પર જઈ શકો છો. 

જણાવી દઈએ કે PAN અને આધારને લિંક કરવા માટે, 1,000 રૂપિયાની ચુકવણી કરવી પડશે.જો તમારો PAN જારી કરવાની તારીખ 1 જુલાઈ, 2017 ના રોજ અથવા પછીની છે, તો તમે ફી ચૂકવ્યા વિના સીધી લિંકિંગ વિનંતી સબમિટ કરી શકો છો. જો તમે 30 જૂન સુધીમાં PAN અને આધારને લિંક નહીં કરો તો તમારે 10,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે.આવકવેરા કાયદાની કલમ 272B મુજબ 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ