બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / dutee chand athlete india fastest woman athlete gets four year doping ban

સ્પોર્ટ્સ / એવું શું બન્યું કે ભારતીય એથલેટ દૂતી ચંદ પર મૂકાયો 4 વર્ષનો પ્રતિબંધ, જાણો કારણ

Manisha Jogi

Last Updated: 01:48 PM, 18 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની નેશનલ રેકોર્ડ હોલ્ડર અને સ્ટાર એથલેટ દુતી ચંદ પર ડોપિંગને કારણે ચાર વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 3 જાન્યુઆરી 2023થી પ્રતિબંધ લાગુ ગણવામાં આવશે.

  • દુતી ચંદ પર ચાર વર્ષનો પ્રતિબંધ
  • વર્ષ 2018માં ગોલ્ડ મેડલ જીત્યો
  • એંડારાઈન અને ઓસ્ટ્રાઈન હોવાનું સામે આવ્યું

ભારતની નેશનલ રેકોર્ડ હોલ્ડર અને સ્ટાર એથલેટ દુતી ચંદ પર ડોપિંગને કારણે ચાર વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ડિસેમ્બર મહિનામાં તપાસ માટે દુતીએ જે પણ સેમ્પલ આપ્યું હતું, જેમાં SARMs જોવા મળ્યું હતું. 3 જાન્યુઆરી 2023થી પ્રતિબંધ લાગુ ગણવામાં આવશે. દુતી ચંદે વર્ષ 2021માં ગ્રાં પ્રીમાં 100 મીટરની રેસ 11.7 સેકન્ડ પૂરી કરીને નેશનલ રેકોર્ડ બનાવ્યો હતો, જે હજુ સુધી કોઈ તોડી શક્યું નથી. 

ગયા વર્ષે દુતીનું સેમ્પલ લીધું હતું
દુતીએ વર્ષ 2018માં એશિયન ગેમ્સમાં 100 મીટર અને 200 મીટરની દોડમાં બે ગોલ્ડ મેડલ જીત્યા હતા. ગયા વર્ષે 5 અને 26 ડિસેમ્બરના રોજ નાડાના અધિકારીઓએ દુતીનું સેમ્પલ લીધું હતું. પહેલા સેમ્પલમાં એંડારાઈન, ઓસ્ટ્રાઈન અને લિંગનડ્રોલ હતું અને બીજી સેમ્પલમાં પણ એંડારાઈન અને ઓસ્ટ્રાઈન હોવાનું સામે આવ્યું હતું. 

દુતી પાસે 21 દિવસનો સમય
નિર્ણય આવ્યો તેના 7 દિવસમાં બી સેમ્પલ ટેસ્ટ માટેનો સમય હતો, પરંતુ દુતી ચંદે ટેસ્ટ કરાવ્યો નહોતો. આ કારણોસર નાડાએ દુતીચંદ પર પ્રતિબંધ મુક્યો છે. દુતી ચંદ નેશનલ કેમ્પનો હિસ્સો નથી અને નેશનલ કોચ એન.રમેશ પાસેથી ટ્રેનિંગ પણ નથી લઈ રહી. દુતી પાસે 21 દિવસનો સમય છે, જેમાં તે આ પેનલ સામે એન્ટી ડોપિંગની અરજી કરી શકે છે. 

દુતી ચંદ હાલમાં 21 વર્ષની છે અને 31 વર્ષની થશે, ત્યારે આ પ્રતિબંધ દૂર થશે. દુતી પહેલેથી જ એશિયન ગેમ્સની બહાર છે, હવે ઓલિમ્પિક જવાની આશા પણ પૂરી થઈ ગઈ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ