બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / Due to the damage caused to the farmers in Cyclone Biporjoy, the government announced the aid package but the aid does not reach the farmers on time.

મહામંથન / ખેડૂતોને બસ સહન જ કરવાનું.! સહાય જાહેર તો કરી દીધી પણ દરેક અસરગ્રસ્તો સુધી પહોંચી ખરી? સરકાર ક્યાં પાંગળી?

Vishal Khamar

Last Updated: 09:13 PM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડાને લઈને બાગાયતી પાકને નુકશાન થવા પામ્યું હતું. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે સહાય જાહેર કરી. ખરા અર્થમાં તે સહાય ખેડૂતો સુધી પહોંચી છે ખરી?

કોઈ સહાય સાચા અર્થમાં સાર્થક ત્યારે થાય જ્યારે તે સહાય તેના લાભાર્થી સુધી વગર કોઈ વિઘ્ને પહોંચે. મોટેભાગે સરકાર તરફથી જયારે સહાય જાહેર થાય છે ત્યારે કાગળ ઉપર તો બધુ સારુ લાગે છે પણ જરૂરી એ છે કે જાહેર થયેલી સહાયની રકમ વહેલામાં વહેલી તકે જે તે લાભાર્થી સુધી પહોંચે. મોટેભાગે ખેડૂતોનું નસીબ આવી સહાયની રકમ મળવાના મુદ્દે બે ડગલા પાછળ જ ચાલતું હોય તેવો ઘાટ હંમેશા ઘડાય છે. ડુંગળી અને બટાટા પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા સરકારે કરોડો રૂપિયાનું પેકેજ તો જાહેર કરી દીધું.  પરંતુ મહિનાઓ વીતી ગયા છતા અને ખેડૂતોએ સહાય માટે રજીસ્ટ્રેશન કરી દીધા હોવા છતા હજુ પણ ઘણાં ખેડૂતો એવા છે કે જેના સુધી સહાયની રકમ પહોંચી નથી. 

  • સરકાર ખેડૂતો માટે સહાય જાહેર કરે છે પણ સમયસર રૂપિયા પહોંચતા નથી
  • ચિત્ર એવું ઉભું થાય છે કે સરકારની સહાય કાગળ ઉપર જ રહી ગઈ
  • ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે સરકારે થોડા મહિના પહેલા સહાય જાહેર કરી હતી
  • અગાઉ ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં માવઠું થયું ત્યારે સરકારે સહાય જાહેર કરી

હવે સ્થિતિ એવી આવી છે કે બટાટાનો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ ખેડૂતોને મોંઘો પડી રહ્યો છે અને જલ્દી જ જો કોઈ નિર્ણય નહીં થાય તો ખેડૂતો માટે મુશ્કેલી ઉભી થશે. આવી જ સ્થિતિ બિપરજોય વાવાઝોડામાં સહાયની જાહેરાતમાં ઉભી થઈ છે.. સરકારે સારામા સારુ પેકેજ ભલે જાહેર કર્યુ હોય પરંતુ વિસ્તૃત સરવે કયારે થશે અને સહાયની રકમ ક્યારે મળશે તે સવાલનો જવાબ વણઉકેલ્યો છે.. અહીં પાયાનો સવાલ એટલો જ છે કે ખેડૂતો માટે જાહેર થયેલી સહાયની રકમ ખેડૂતો સુધી વહેલામા વહેલી તકે પહોંચશે ક્યારે.

  • ભાવ તળિયે બેસી જતા સરકારે કરોડોનું પેકેજ જાહેર કર્યું હતું
  • હવે સહાયની જાહેરાતને મહિનાઓ વીતી ગયા છતા સહાયની રકમ મળી નથી
  • ખેડૂતોને બટાટાનો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ મોંઘો પડી રહ્યો છે
  • બિપરજોય વાવાઝોડામાં થયેલી નુકસાનીની સહાય પણ હજુ મળી નથી

સરકાર ખેડૂતો માટે સહાય જાહેર કરે છે પણ સમયસર રૂપિયા પહોંચતા નથી.  ચિત્ર એવું ઉભું થાય છે કે સરકારની સહાય કાગળ ઉપર જ રહી ગઈ છે.  ડુંગળી-બટાટા પકવતા ખેડૂતો માટે સરકારે થોડા મહિના પહેલા સહાય જાહેર કરી હતી. અગાઉ ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં માવઠું થયું ત્યારે સરકારે સહાય જાહેર કરી હતી. ભાવ તળિયે બેસી જતા સરકારે કરોડોનું પેકેજ જાહેર કર્યું હતું. હવે સહાયની જાહેરાતને મહિનાઓ વીતી ગયા છતા સહાયની રકમ મળી નથી. ખેડૂતોને બટાટાનો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ મોંઘો પડી રહ્યો છે. બિપરજોય વાવાઝોડામાં થયેલી નુકસાનીની સહાય પણ હજુ મળી નથી. બિપરજોય વાવાઝોડામાં અનેક બાગાયતી પાકને નુકસાન થયું હતું. હજુ સુધી સરકારે જાહેર કરેલી સહાય ખેડૂતો સુધી પહોંચી નથી.

કમોસમી વરસાદથી ક્યાં નુકસાન થયું હતું?

રાજકોટ
જૂનાગઢ
બનાસકાંઠા
અરવલ્લી
તાપી
પાટણ
સાબરકાંઠા
સુરત
કચ્છ
અમરેલી
જામનગર
ભાવનગર
અમદાવાદ

માવઠાથી નુકસાનમાં કેટલી સહાય જાહેર થઈ?

  • ખેતી અને વર્ષાયુ બાગાયતી પાક
  • 23 હજાર પ્રતિ હેક્ટર લેખે મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય
  • બહુવર્ષાયુ બાગાયતી પાક

 

  • ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળતા સહાય જાહેર કરાઈ હતી
  • ખેડૂતને કટ્ટા દીઠ 100 રૂપિયા અને પ્રતિ કિલો 2 રૂપિયાની સહાય
  • ખેડૂતને વધુમાં વધુ 500 કટ્ટા અથવા 250 ક્વિન્ટલની મર્યાદામાં સહાય

ડુંગળી પકવતા ખેડૂતો માટે શું હતી જાહેરાત?
ડુંગળીનાં પોષણક્ષમ ભાવ ન મળતા સહાય જાહેર કરાઈ હતી. ખેડૂતને કટ્ટા દીઠ 100 રૂપિયા અને પ્રતિ કિલો 2 રૂપિયાની સહાય જાહેર કરાઈ હતી.  ખેડૂતને વધુમાં વધુ 500 કટ્ટા અથવા 250 ક્વિન્ટલની મર્યાદામાં સહાય. રોડ માર્ગે પરિવહન માટે પણ પ્રતિ મેટ્રીક ટન 750 રૂપિયાની સહાય મળે છે.  રેલ માર્ગ પરિવહન માટે પ્રતિ મેટ્રીક ટન 1 હજાર 150ની સહાય મળે છે.  

  • ખાદ્ય બટાટાનો સંગ્રહ કરે તો કિલો દીઠ 1 રૂપિયા, કટ્ટા દીઠ 50 રૂપિયાની સહાય
  • વધુમાં વધુ 600 કટ્ટા અને 300 ક્વિન્ટલની મર્યાદામાં સહાય
  • 1 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી સંગ્રહ કરાયેલા બટાટા માટે સહાય

બટાટા પકવતા ખેડૂતો માટે શું હતી જાહેરાત?
ખાદ્ય બટાટાનો સંગ્રહ કરે તો કિલો દીઠ 1 રૂપિયા, કટ્ટા દીઠ 50 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી.  વધુમાં વધુ 600 કટ્ટા અને 300 ક્વિન્ટલની મર્યાદામાં સહાય આપવાની જાહેરાત કરાઈ હતી.  1 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી સંગ્રહ કરાયેલા બટાટા માટે સહાય જાહેર કરી છે. APMCમાં બટાટા વેચનાર ખેડૂતને કટ્ટા દીઠ 50 રૂપિયા અથવા કિલો દીઠ 1 રૂપિયાની સહાય જાહેર કરી છે.

  • બિપોરજોય વાવાઝોડાથી પાક નુકસાની માટે સરકારે સહાય જાહેર કરી
  • રાજ્ય સરકારે 240 કરોડનું પેકેજ જાહેર કર્યું
  • કચ્છ અને બનાસકાંઠામાં વાવાઝોડાની વ્યાપક અસર થઈ હતી
  • સરકારે બહુવર્ષાયુ બાગાયતી પાક માટે વિશેષ પેકેજ જાહેર કર્યું

બિપોરજોય'માં સરકારે શું સહાય જાહેર કરી?
બિપોરજોય વાવાઝોડાથી પાક નુકસાની માટે સરકારે સહાય જાહેર કરી છે.  રાજ્ય સરકારે 240 કરોડનું પેકેજ જાહેર કર્યું. કચ્છ અને બનાસકાંઠામાં વાવાઝોડાની વ્યાપક અસર થઈ હતી. સરકારે બહુવર્ષાયુ બાગાયતી પાક માટે વિશેષ પેકેજ જાહેર કર્યું. હેક્ટર દીઠ 1 લાખ 25 હજાર લેખે મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય જાહેર કરી છે.  બહુવર્ષાયુ બાગાયતી પાકમાં 33% કે તેથી વધુ નાશ થયો હોય એ શરત જરૂરી છે.  જો કે ખેડૂતો સુધી હજુ આ સહાયની રકમ પહોંચી નથી. 

સરકારનો દાવો શું છે?

2015-2016

  • પાક નુકસાનીની સહાય પેટે 279.22 કરોડ રૂપિયાની ચુકવણી

2017-2018

  • ખેડૂતોને નુકસાની પેટે 1 હજાર 706 કરોડથી વધુની ચુકવણી

2018-2019

  • ખેડૂતોને 1 હજાર 678 કરોડથી વધુની ચુકવણી

2019-2020

  • કૃષિ સહાય પેકેજ તરીકે 2 હજાર 489 કરોડથી વધુની ચુકવણી

2020-2021

  • ખેડૂતોને 2 હજાર 905 કરોડથી વધુની ચુકવણી

2021-2022

  • વાવાઝોડાથી બે તબક્કામાં 1 હજાર 240 કરોડથી વધુની સહાય

2022-2023

  • અતિવૃષ્ટિથી નુકસાનીની સહાય પેટે 147 કરોડની ચુકવણી

2023-2024

  • કમોસમી વરસાદથી થયેલા નુકસાનમાં 85.49 કરોડની ચુકવણી
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ