બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Due to heavy rains in many areas of Gujarat people suffered huge losses

વરસતો વિનાશ! / અવિરત વરસાદ વરસતા સાબરકાંઠા જિલ્લા સહિતના ખેડૂતોને રોવાના દહાડા, બનાસકાંઠામાં તો અંદાજે આટલાં લાખનું નુકસાન, જુઓ ક્યાં કેવી સ્થિતિ

Malay

Last Updated: 01:30 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે લોકોના ઘરોમાં પાણી ભરતા જાનમાલને મોટું નુકસાન, બનાસકાંઠામાં ખેતરો બેટમાં ફેરવાઇ જતાં પાકને વ્યાપક નુકસાન.

  • વરસાદથી વેપારીઓના માલ-સામાનને મોટાપાયે નુકસાન
  • કપાસ, મગફળી, એરંડા અને અડદના પાકમાં ભારે નુકસાન 
  • નર્મદા જિલ્લામાં કેળાના પાકને વ્યાપક નુકસાન
  • બનાસકાંઠાના ડીસામાં બાજરીના પાકને નુકસાન

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ખાબકી રહેલો વરસાદ કેટલાક વિસ્તારોમાં આશીર્વાદ રુપ સાબિત થઈ રહ્યો છે, તો કેટલાક વિસ્તારોમાં આ ભારે વરસાદે તારાજી સર્જી છે. ભારે વરસાદને પગલે ખેડૂતો સહિત લોકોને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. વેપારીઓની દુકાનો અને લોકોના ઘરોમાં પાણી ઘુસી જતાં માલ-સામાનને મોટાપાયે નુકસાન થયું છે. તો અવિરત વરસાદથી કેટલાક વિસ્તારોમાં ખેતીમાં પણ નુકસાન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. 

ભરૂચની જૂની બજાર, કતોપર બજાર અને ફૂરજા વિસ્તારમાં નુકસાન 
આ સિઝનમાં નર્મદા ડેમ પહેલીવાર સંપૂર્ણ ભરાઈ જતાં ડેમમાંથી નર્મદા નદીમાં પાણી ઠાલવવામાં આવ્યું હતું. જેના કારણે ભરૂચ, અંકલેશ્વર સહિતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. શહેરની અનેક સોસાયટીમાં નદીના પાણી ઘુસી ગયા હતા. ત્યારે હવે ભરૂચની બજારોમાંથી પૂરના પાણી ઓસર્યા બાદ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે. જૂની બજાર, કતોપર બજાર અને ફૂરજા વિસ્તારમાં વેપારીઓના માલ-સામાનને મોટાપાયે નુકસાન થયું છે. અનાજ, કઠોળ સહિતના માલને ભારે નુકસાન થયું છે. 

ઘરમાં પાણી ભરાતા ઘરવખરીને મોટું નુકસાન 
બીજી તરફ ભરૂચના અંકલેશ્વર રોડ પરની સુન્દરમ્ સોસાયટીમાં પૂરના પાણીથી ભારે નુકસાન થયું છે. લોકોના ઘરમાં પાણી ભરાતા ઘરવખરીને મોટું નુકસાન છે. પૂરના પાણી ઓસર્યા બાદ સામે આવ્યા તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ભરૂચના અંકલેશ્વરની શિરોમણી સોસાયટીમાં પણ પૂરના પાણીથી ઘણું નુકસાન થયું છે. સોસાયટીમાં લોકોની ઘરવખરી, અનાજ સહિત ઇલેક્ટ્રોનિક સામાનને ભારે નુકસાન થયું છે. 

 

બનાસકાંઠામાં વરસાદથી અનેક ખેડૂતોને થયું નુકસાન 
બનાસકાંઠા જિલ્લામાં અવિરત વરસાદથી ખેતીમાં નુકસાન થયું છે. ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પાણી ભરાતા કપાસ, મગફળી, એરંડા અને અડદના પાકમાં ભારે નુકસાન થયું છે. પાકમાં નુકસાન થતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે. ડીસાના થેરવાડા પંથકમાં ધોધમાર વરસાદથી બાજરીના પાકને નુકસાન થયું છે. ખેતરોમાં કાપીને રાખેલી બાજરી વરસાદમાં પલળી જતાં નુકસાન થયું છે. 

નર્મદા જિલ્લામાં કેળાનો પાક નષ્ટ
નર્મદા જિલ્લામાં કેળાના પાકને વ્યાપક નુકસાન થયું છે. નર્મદા નદીના કિનારાના ગામોની ફળદ્રુપ જમીનો ધોવાઇ ગઈ છે. પૂરના પાણી ઓસરવા સાથે કાંપવાળી જમીનો પણ ધોવાઇ ગઇ છે. જમીન ધોવાતાં કેળા, કપાસ સહિતના પાકોને મોટું નુકસાન થયું છે. જેથી કેળાની ખેતી કરતા ખેડૂતોની સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. છેલ્લા દોઢ મહિનાથી વરસાદ ન આવતા ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠા હતા વરસાદ ન આવવાથી પણ ખેડૂતોના ઘણા પાકો નષ્ટ પામ્યા છે. પશુપાલન માટેનો ઘાસચારો પણ બળી ગયો . ત્યારે ખેડૂતોએ ચોમાસાની શરૂઆતમાં જે વાવેતર કર્યું હતું, તેના ઉપર ખેડૂતોને ખૂબ મોટી આશા હતી પરંતુ  દોઢ મહિના દરમિયાન વરસાદ ના આવતા ખેડૂતો પરેશાન હતા. જોકે, હવે વરસાદની શરૂઆત થઈ છે ને છેલ્લા બે દિવસથી સતત જે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ઘણા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. તો બીજી તરફ અમુક ખેડૂતોના તૈયાર પાકોને નુકસાન થતાં ખેડૂતોને નુકસાન ભોગવવાનો પણ વારો આવ્યો છે

અનેક નદીઓમાં આવ્યું હતું ઘોડાપૂર
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં શનિવાર રાતે ધીમીધારે વરસાદ શરૂ થયા બાદ રવિવારે મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. ભારે વરસાદને પગલે અનેક તાલુકાઓમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. રાજ્યના ડેમો છલોછલ ભરાઈ જતાં તેમાંથી પાણી છોડવાની ફરજ પડી હતી. જેના કારણે નદીઓમાં પાણીની આવક થતાં નદીઓ ગાંડીતૂર બની ગઈ હતી. ત્યારે નદી કિનારે આવેલા ખેતરોમાં નદીના પાણી ઘૂસ્યા હતા. ખેતરો બેટમાં ફરવાઈ ગયા હતા, તો કેટલીક સોસાયટીઓ અને નદીકાંઠા વિસ્તારમાં આવેલા ગામોમાં પાણી ઘુસી જતાં લોકોની ઘરવખરીને મોટું નુકસાન થયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ