બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Due to heavy rains in Junagadh, the beauty of Girnar was seen

મેઘની મહેર / VIDEO: ધોધમાર વરસાદમાં સોળે કળાએ ખીલી ઉઠ્યો ગીરનાર, દામોદર કુંડ નદીના ઘોડાપૂરમાં ગરકાવ

Shyam

Last Updated: 06:15 PM, 25 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીરનાર જંગલમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ઼ વરસ્યો, જેને લઈ જિલ્લાની અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યું હતું, તો ભારે વરસાદને કારણે સોનરખ નદી બેકાંઠે વહેતી થઇ

  • જૂનાગઢમાં પણ ધોધમાર વરસાદ
  • સોનરખ નદીમાં ઘોડાપૂર
  • નજારો જોવા ઉમટ્યાં સહેલાણી

જૂનાગઢ જિલ્લામાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગીરનાર જંગલમાં લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ઼ વરસ્યો છે. જેને લઈ જિલ્લાની અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. તો ભારે વરસાદને કારણે સોનરખ નદી બેકાંઠે વહેતી થઇ હતી. આ સાથે નદીમાં પાણીની આવક થતાં નજારો જોવા સહેલાણીઓ ઉમટ્યાં હતા. 

મોરબીના પાનેલી ગામે વોકળામાં 2 યુવકો ફસાતાં ગ્રામજનોએ તેને બચાવી લીધાં હતાં. પાનેલી અને ગીડચ ગામના વોકળામાં 2 યુવક ફસાયા હતાં. ઉપરવાસમાંથી અચાનક જ પાણીનો પ્રવાહ વધતા બે યુવક મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતાં. આખરે ગ્રામજનોની સમયસૂચકતાથી બે યુવાનોને બચાવી લેવાયા હતાં. 

હાલ રાજ્યમાં વરસાદની મોસમ પૂરજોશમાં ચાલી રહી છે અનેક જિલ્લાઓમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે વરસાદને લઈ મોટી આગાહી કરી છે. રાજ્યના હવામાન વિભાગે આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક ગુજરાત માટે ભારે હોવાનું જણાવાયું છે. 

હવામાન વિભાગે ભારે વરસાદની કરી આગાહી
ગુજરાતમાં સૌરાષ્ટ્ર સહિત અનેક પંથકમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે ગઈ કાલે પણ અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો જેને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ત્યારે હવામાને આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી કરી છે હવામાન ખાતે જણાવ્યું છે કે ગુજરામાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સહિત અનેક જિલ્લાઓમાં સારો વરસાપ પડી શકે છે. સાથે ખેડા, આણંદ, નડિયાદ, દાહોદ સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, મહિસાગર સહિતના પંથકમાં વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. 

આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
આ તરફ હવામાન વિભાગે નવસારી, ડાંગ, તાપી, નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે જામનગર, ગીર-સોમનાથમાં હળવાથી ભારે વરસાદ પડી શકે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેલા લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે જ્યારે આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે હવામાન વિભાગે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. 

સમગ્ર રાજ્યમાં સાર્વત્રિત વરસાદ 
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ગુજરાતમાં ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાને લીધે સમગ્ર રાજ્યમાં સાર્વત્રિત વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. જે સાચી પડતા સમગ્ર રાજ્યમાં ચોમેર વરસાદ વરસી રહ્યો છે. હવામાને સાર્વત્રિત વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરી રાજ્યમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી. 

ગોંડલમાં તો ચાર કલાકમાં પાંચ ઈંચ 
ગઈ કાલે શનિવારે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડતા નદી નાળા છલકાય ગયા છે. વરસાદને કારણે અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાતા અનેક ગામો બેટમાં ફેરવાયા છે. રવિવારે હવામાન વિભાગે નવસારી, વલસાડ, ડાંગ સહિત કેન્દ્રશાસિત પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ જાહેર કર્યું છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ગોંડલમાં ખાબક્યો છે. શનિવારે રાજકોટ, ગોંડલ, અમરેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વડોદરા અને અમદાવાદ શહેરમાં એકથી પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ગોંડલમાં તો ચાર કલાકમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે રાજકોટમાં ચાર ઈંચ વરસાદ પડ્યો હતો. 

અમદાવાદમાં હળવાથી ભારે વરસાદની આગાહી 
આ તરફ અમદાવાદમાં મોડી સાંજે ધમધોકાર વરસાદ તૂટી પડતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે વરસાદી પાણી રોડ પર ભરાવાનાને લીધે અનેક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.રવિવારે પણ અમદાવાદ શહેરમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, મહીસાગર વગેરે જિલ્લામાં પણ વરસાદ પડવાની આગાહી કરાઈ રહી છે. 

કુલ સીઝનનો 30 ટકા જેટલો વરસાદ નોંધાયો 
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તથા બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરથી રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી વાતાવરણ જામ્યું છે.જોકે રાજ્યમાં હજી પણ 8થી 10 ટકા જેટલી ઘટ છે અને કુલ સીઝનનો 30 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં મોડી સાંજે વરસાદ પડ્યો હતો તેવી જ રીતે બનાસકાંઠાના પાલનપુર, ડીસા, રાધનપુરમાં પણ વરસાદે હાજરી પુરાવી હતી.

દક્ષિણ ગુજરામાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર 
જ્યારે ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદની આહાગી કરવામાં આવી રહી છે, હવામાન વિભાગને મતે દક્ષિણ ગુજરામાં ભારે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરાવમાં આવ્યું છે જ્યાં નવસારી, વલસાડ, ડાંગ અને દમણમાં ભારે વરસાદ થઈ શકે છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતા છે સેવાઈ રહી છે. બીજી તરફ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. મધ્ય ગુજરાતમાં પણ બે દિવસ સારા વરસાદની આગાહી કરવામાં આવી છે.   

બનાસકાંઠામાં હળવાથી ભારે વરસાદની સંભાવના 
બે દિવસ અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, દાહોદ, નડીયાદ, મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠામાં હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં બે દિવસ સારો વરસાદ પડે તેવી આગાહી વ્યક્ત કરાઈ છે આ તરફ તો અમરેલી, દ્વારકા, ભાવનગર, વલસાડ, સુરત, નવસારી અને દાદરા નગરહવેલીમાં વરસાદ સારો વરસી શકે છે. અમદાવાદમાં વહેલી સવારથી જ સામાન્ય વરસાદી ઝાપટા પણ શરૂ થઈ ગયા છે. આજે સાંજ સુધીમાં અમદાવાદમાં સારો વરસાદ થવાની સંભાવના  સેવાઈ રહી છે.

આજે રાજ્યના 182 તાલુકામાં વરસ્યો વરસાદ
સૌથી વધુ છોટાઉદેપુરના ક્વાંટમાં સવા 5 ઈંચ વરસાદ તો છોટા ઉદેપુરમાં સવા 4 ઈંચ, માણાવદમાં સવા 4 ઈંચ વરસાદ જ્યારે બોડેલી 4 ઈંચ, વંથલીમાં 4, જૂનાગઢમાં 4, કુતિયાણામાં પોણા 4 ઈંચ વરસાદ કપરાડામાં પોણા 4 ઈંચ, ધોરાજીમાં 3 ઈંચ, સંજેલીમાં પોણા 3 ઈંચ ફતેપુરમાં પોણા 3 ઈંચ, વેરાવળમાં પોણા 3 ઈંચ, વિસાવદર 2.5 ઈંચ, કેશોદમાં 2.5 ઈંચ વરસાદ આ તરફ જાંબુઘોડામાં 2.5 ઈંચ, મેદરડામાં 2.5 ઈંચ, જેતપુર પાવીમાં 2.5 ઈંચ, સુત્રાપાડામાં 2 ઈંચ, ગોધરામાં 2 ઈંચ, શહેરમાં 2 ઈંચ, માંગરોળમાં 2 ઈંચ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ