બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Fashion & Beauty / Dry Brushing for Skin: Benefits & How to Do It the Right Way

બ્યૂટી / ચમકતી ત્વચા માટે કરાતુ ડ્રાય સ્કીન બ્રશિંગ શું છે?

Juhi

Last Updated: 07:14 PM, 5 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુલાયમ અને ચમકતી ત્વચા મેળવવા માટે મહિલાઓ જુદા જુદા ઉપાયો કરતી રહે છે. ત્વચાની દેખભાળમાં સ્વચ્છતા એટલે કે બ્રશિંગનું ખુબ મહત્ત્વ છે. ડસ્ટ અને ડેડ સેલ્સ માત્ર ચહેરા પરથી નહીં, બોડી પરથી પણ દુર કરવામાં આવે ત્યારે ત્વચા સંપુર્ણપણે સ્વસ્થ અને કોમળ બને છે. ડ્રાય બ્રશિંગને શરીર પર જામેલા ટૉક્સિનને દૂર કરવા માટેની શ્રેષ્ઠ અને અસરકારક ચિકિત્સા માનવામાં આવે છે. પ્રાચીન કાળથી ચાલી આવતી આ પરંપરાગત બ્યુટી ટ્રીટમેન્ટ આજે પણ એટલી જ પૉપ્યુલર છે.

ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રા વિશ્વની સૌથી સુંદર સ્ત્રી હતી. ત્વચાની સુંદરતા માટે ક્લિયોપેટ્રા દૂધ, મધ અને સોનાની રજકણોના મિશ્રણથી સ્નાન કરતી હતી. પોતાના અસાધારણ રુપને જાળવી રાખવા વિવિધ પ્રકારના કુદરતી ઉપચારોની સાથે તે ડ્રાય બ્રશિંગ પણ કરતી હતી એવો ઇતિહાસમાં ઉલ્લેખ છે.ગ્રીસ, ભારત, ચીન, જાપાન અને રશિયાનો ઇતિહાસ જોશો તો એમાં પણ ડ્રાય બ્રશિંગ ટેક્નિકનો ઉલ્લેખ જોવા મળશે. ગ્રંથોમાં આ પરંપરાગત ચિકિત્સાને સ્વાસ્થ્ય સાથે જોડવામાં આવી છે.

બૉડીને ડિટૉક્સિફાઇડ કરવા અને સેલ્યુલાઇટ ઘટાડવા ડ્રાય બ્રશિંગ બેસ્ટ ઑપ્શન છે. સ્નાન કરતાં પહેલાં શરીર પરથી પરસેવો, કચરો, ચીકાશ અને તેલ દૂર કરવા બ્રશિંગ કરવામાં આવે છે. પહેલાંના જમાનામાં આપણે નળિયાના ઠીકરાથી શરીર ઘસતા હતા. એ પછી પ્યુબિક સ્ટોન આવ્યા ને હવે લૂફા અથવા બ્રશ વાપરીએ છીએ. સમયની સાથે એની બનાવટમાં વેરિએશન આવ્યું છે પણ પ્રોસીજર એ જ છે. આખો દિવસ આપણે બહાર રહીએ છીએ. પૉલ્યુશનના લીધે ત્વચાનાં છિદ્રોમાં ડસ્ટ અને કચરો ભરાઈ જાય છે. બ્રશિંગથી છિદ્રોમાં ભરાયેલો કચરો બહાર નીકળી જાય અને ત્વચાને શ્વાસ લેવાની જગ્યા મળે. સ્કિનને ઑક્સિજન મળે એટલે નવા સેલ્સ ડેવલપ થાય છે.

આ ઉપચારથી ઘૂંટણ, કોણી અને ગરદન પરની કાળાશ દૂર થઈ જાય છે. તડકામાં ટૅન થઈ ગયેલી સ્કિનને બ્રશિંગ કરવાથી સ્કિનનો ઓરિજિનલ કલર ફરી મેળવી શકાય છે. ડસ્ટ અને ડેડ સેલ્સ દૂર કરવા અઠવાડિયે ત્રણ વાર સ્નાન કરતાં પહેલાં પાંચેક મિનિટ હળવે હાથે લૂફા વડે સ્ક્રબિંગ કરવું જોઈએ. શરીર પરથી રુવાંટી દૂર કરવામાં પણ હેલ્પ કરે છે. નિયમિતપણે ઊંધી દિશામાં બ્રશિંગ કરવાથી રુવાંટી ઓછી થાય છે. માર્કેટમાં જોવા મળતાં અલગ-અલગ સાઇઝ અને કલર્સનાં બ્રશ વાપરવા કરતાં નળિયાનાં ઠીકરાં બેસ્ટ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Health Skin Tips beauty Beauty
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ