બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / drunk man peeing woman blanket air india flight again

બીજી ઘટના / એર ઈન્ડીયાની ફ્લાઈટમાં ફરી શર્મનાક હરકત, નશામાં ધૂત શખ્સે મહિલાના ધાબળા પર કર્યો પેશાબ

Vaidehi

Last Updated: 06:00 PM, 5 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

6 ડિસેમ્બરનાં એયર ઈન્ડિયાની ફ્લાઇટ નંબર142 પર વધુ એક શરમજનક ઘટના બની છે. નશામાં ધૂત આરોપીએ મહિલાનાં બ્લેન્કેટ પર પેશાબ કરી દેતા મામલો ગરમાયો હતો. પાયલટએ આ મામલામાં ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટનાં ATCને જણાવાયું હતું.

  • Air Indiaનો નવો મામલો આવ્યો સામે 
  • 10 દિવસનાં સમયમાં 2 શરમજનક ઘટના
  • ફ્લાઇટમાં મહિલાનાં બ્લેન્કેટ પર કર્યું પુરુષે ટોયલેટ

એર ઇન્ડિયાની ફ્લાઇટમાં 10 દિવસનાં ગાળામાં ફરી એક શરમજનક ઘટના બની છે. પરિસથી દિલ્હીની ફ્લાઈટમાં નશામાં ધૂત એક વ્યક્તિ પર મહિલા પેસેન્જરનાં બ્લેન્કેટ પર ટોયલેટ/પેશાબ કરવાનો આરોપ લાગ્યો છે. 26 નવેમ્બરનાં પણ ન્યૂયોર્કથી દિલ્હીની ફ્લાઇટમાં પણ આવી જ એક ઘટના બની હતી જેમાં નશામાં ધૂત પુરુષે મહિલા પેસેન્જર ઉપર પેશાબ કરેલ હતો.

6 ડિસેમ્બરમાં ફરી બની આવી ઘટના
Air Indiaની ફ્લાઇટ 142 પર 6 ડિસેમ્બરનાં રોજ ફરી એકવાર આવી શરમજનક ઘટના બની છે જ્યાં નશામાં ધૂત પુરુષ પેસેન્જરે મહિલા પેસેન્જરનાં બ્લેન્કેટ પર પેશાબ કર્યો. આ પેરિસથી દિલ્હી ફ્લાઇટનાં પાયલટે સમગ્ર મામલાની જાણકારી ઈન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટનાં એર ટ્રાફિક કંટ્રોલને જણાવ્યું હતું. જેના બાદ આ પુરુષ પેસેન્જરને પકડી લેવાયો છે. 

એરપોર્ટ અધિકારીઓએ આપી જાણકારી
તેમણે સૂત્રોને જણાવ્યું કે વિમાન સવારે 9-40 આસપાસ દિલ્હીમાં ઊતર્યું અને એરપોર્ટનાં સુરક્ષાબળોને જણાવવામાં આવ્યું કે પુરુષ યાત્રી શરાબનાં નશામાં હતો અને તે કેબીન ક્રૂનાં નિર્દેશોનું પાલન નહોતો કરી રહ્યો. પછી તેણે એક મહિલા પેસેન્જરનાં બ્લેન્કેટ પર ટોયલેટ કરી દીધેલ હતું.

પેસેન્જરે મહિલાથી માંગી લેખિતમાં માફી
પુરુષ યાત્રીને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સનાં વિમાનથી ઊતર્યા બાદ પકડી લીધુ પરંતુ બાદમાં બંને યાત્રીઓની વચ્ચે સુલેહ થતાં આરોપીએ મહિલા પેસેન્જરની લેખિતમાં માફી માંગી. મહિલા પેસેન્જરે શરૂઆતમાં લેખિત ફરિયાદ પણ કરી હતી. જો કે પછીથી પોલીસમાં કેસ નોંધાવવાથી ઇનકાર કર્યો જેના કારણે આરોપી પુરુષ યાત્રીને ઇમિગ્રેશન અને કસ્ટમ ફોર્માલિટી પૂર્ણ કર્યાં બાદ જવા દેવામાં આવ્યો. 

26 નવેમ્બરનાં પણ બની હતી આવી ઘટના
ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી 26 નવેમ્બરની ફ્લાઇટમાં નશામાં ધૂત એક પુરુષ પેસેન્જરે એક મહિલા પેસેન્જર ઉપર પેશાબ કરી દીધેલ હતું. આ સમગ્ર મામલા પર એયર ઇન્ડિયાનાં પ્રવક્તાએ બુધવારે પોતાના નિવેદનમાં જણાવ્યું કે એયરલાઇનનાં મામલાને ઘણી ગંભીરતાથી લેવામાં આવ્યું છે. પ્રવક્તા અનુસાર કંપનીએ આરોપી યાત્રી પર આવનારાં 30 દિવસ સુધી યાત્રા કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધેલ છે. તેમણે કહ્યું કે કંપની પાસે કોઇપણ યાત્રીની યાત્રા પર વધુમાં વધુ 30 દિવસનો પ્રતિબંધ લગાવવાનો અધિકાર હોય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ