બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / સુરત / Drug samples taken from various medicals in Surat failed, action

આરોગ્ય સાથે ચેડા / સુરતમાં મરી-મસાલા, પેસ્ટ્રી બાદ હવે દવા પણ નકલી! પ્રોટીન કે વિટામિનની ગોળીઓ લેનારા ચેતજો

Malay

Last Updated: 11:37 AM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતમાં ખાદ્ય મસાલા, પનીર સહિતની ખાદ્ય વસ્તુઓ બાદ હવે દવાઓ પણ નકલી વેચાતી હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય વિભાગની તપાસમાં પ્રોટીન, વિટામીનની દવાના સેમ્પલ ફેલ થયા છે.

 

  • સુરતમાંથી લીધેલા દવાના સેમ્પલ ફેલ
  • પ્રોટીન અને વિટામિનની દવાના સેમ્પલ ફેલ
  • લોકોના આરોગ્ય સાથે ચેડા કેમ?

સુરતમાં પેસ્ટ્રી, પનીર, માયોનીઝ બાદ હવે દવાના સેમ્પલ પણ ફેલ થયા છે. જે બાદ સુરતીઓમાં ભારે હડકંપ મચી ગયો છે. સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા વિવિધ મેડકલોમાંથી લેવામાં આવેલા દવાના સેમ્પલ ફેલ થયા છે.  મહાનગરપાલિકાની તપાસમાં શારીરિક તંદુરસ્તી માટે લેવામાં આવતી હેલ્થ સપ્લિમેન્ટની દવાઓ પણ સુરક્ષિત ન હોવાનું સામે આવ્યું છે. તપાસમાં પ્રોટીન અને વિટામિનની દવાના સેમ્પલ ફેલ થયા છે. જે બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 

કોઈ પણ મેડિકલમાંથી દવા લેતી વખત ચેક કરો આ QR કોડ, તમને ક્યારેય નકલી દવા  નહીં મળે | qr code mandatory on active pharmaceutical ingredients from 8  september

વિવિધ મેડિકલોમાં હાથ ધરાયું હતું ચેકિંગ 
ઉનાળાને ધ્યાને રાખીને સુરતના આરોગ્ય વિભાગ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત સુરત આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ મેડિકલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના શાહપોર, મગોબની, બામરોલી સહિતના વિસ્તારોમાં આરોગ્ય વિભાગે સર્ચ હાથ ધર્યું હતું. આ દરમિયાન કેટલાક મેડિકલોમાં તંદુરસ્તી માટે લેવામાં આવતી દવામાં પણ મિલાવટ હોવાનું સામે આવ્યું હતું. 

4 મેડિકલોમાંથી લીધેલા સેમ્પલ ફેલ 
આરોગ્ય વિભાગે શહેરના 9 જેટલા ઝોનમાંથી 18 જેટલી મેડિકલોમાંથી સેમ્પલ લીધા હતા. જેમાંથી ચાર મેડિકલોમાંથી લેવામાં આવેલા સેમ્પલ ફેલ જતાં કાર્યવાહી કરવામાં આવી હતી. દવામાં વિટામીનની જેટલી માત્રા હોવી જોઈએ તેના કરતાં ઓછી હોવાની વિગતો સામે આવી હતી. આરોગ્ય વિભાગની તપાસમાં શાહપોરની આશિષ મેડિકલના સેમ્પલ ફેલ ગયા છે. જ્યારે મગોબની જય અંબે કેમિસ્ટ, બામરોલીની એસ.એચ.કેમિસ્ટની દવાના સેમ્પલ ફેલ થતાં મનપાએ તમામ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. મનપા દ્વારા એકને દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે 3 ફરિયાદ નોંધાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ખાણીપીણીના વિવિધ એકમો પર પાડ્યા હતા દરોડા
આપને જણાવી દઈએ કે, થોડા દિવસ અગાઉ જ આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન પિઝા હટ, લા-પીનોઝ, ડોમિનોઝ પિઝા, ગુજ્જુ કાફે સહિતની ફ્રેન્ચાઈઝીસના નમૂના ફેલ થયા હતા. જેથી આરોગ્ય વિભાગની ટીમે 40 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો. સુરતના આરોગ્ય વિભાગની તપાસમાં ચીઝ અને માયોનીઝની ગુણવત્તા ધારા ધોરણ પ્રમાણે ન હોવાનું સામે આવતા 40 કિલો ચીઝ અને માયોનીઝનો નાશ કરવામાં આવ્યો હતો.

આ કંપનીઓની દવાઓ ન ખરીદતાં, નીકળી નકલી અને ખરાબ, સરકારે 18 ફાર્મા કંપનીઓનું  લાઈસન્સ રદ કર્યું I GOI cancels 18 pharma companies licence asked to stop  manufacturing

પિઝા હટ, લા-પીનોઝ સહિતના નમૂના ફેલ
સુરત શહેરમાં પોશ ગણાતા એવા ઘોડદોડ રોડ અને પીપલોદ જેવા વિસ્તારોમાં ખાણીપીણીના વિવિધ એકમો પર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા અને ખાદ્ય પદાર્થોના નમૂના લઈને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલ્યા હતા. આ દરમિયાન પિઝા હટ ઘોડદોડ રોડ, લા-પીનોઝ પિઝા પાલનપોર, કેએસ ચારકોલ પીપલોદ, ડેન્સ પિઝા અડાજણ, ગુજ્જુ કાફે  જહાંગીરાબાદ, ડોમિનોસ પિઝા ભરથાણાના નમૂના ફેલ ગયા હતા. 

સળગતા સવાલ
- લોકોના આરોગ્ય સાથે ચેડા કોણ કરે છે?
- કોના પાપે લોકોને અયોગ્ય દવા મળે છે?
- ખરાબ દવાનું વેચાણ કરનારા વિરુદ્ધ કાર્યવાહી થશે?
- લોકોને અયોગ્ય દવા કેમ આપવામાં આવે છે?
- થોડા રૂપિયાના નફા માટે લોકોના આરોગ્ય સાથે ચેડા કેમ?
- રાજ્યના બીજા શહેરમાં દવાના સેમ્પલ લેવામાં આવશે?
- અયોગ્ય દવાનું વેચાણ કરનારા વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી થશે?


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ