બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / DRDO scientist arrested on charges of passing intelligence to Pakistan in ATS custody till May 15

ક્રાઈમ / પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપવાના આરોપમાં ઝડપાયેલા DRDOના વૈજ્ઞાનિક 15 મે સુધી ATSની કસ્ટડીમાં

Dinesh

Last Updated: 08:23 PM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

DRDOના વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકરની પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી, 15 મે સુધી ATSની કસ્ટડીમાં રહેશે

  • DRDOના વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકરની ધરપકડ
  • 15 મે સુધી કુરુલકરને પોલીસ કસ્ટડીમાં રખાશે
  • ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો


ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)ના વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકરને પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે, તેને મંગળવારે પુણેની વિશેષ ATS કોર્ટેએ 15 મે સુધી ATS કસ્ટડીમાં મોકલી દીધા છે. પ્રદીપ કુરુલકર હની ટ્રેપ ફસાયા બાદ તે પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓને સંવેદનશીલ માહિતી આપતો હતો. કુરુલકરની ધરપકડ કર્યા બાદ તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ડીઆરડીઓની ફરિયાદના આધારે મહારાષ્ટ્ર એટીએસે 4 મેના રોજ પ્રદીપ કુરુલકરની ધરપકડ કરી હતી. પ્રદીપ કુરુલકર પૂણેમાં ડીઆરડીઓના ડાયરેક્ટર હતા.

કુરુલકર હનીટ્રેપમાં ફસાયો હતો
પ્રદીપ કુરુલકર એવા સમયે હનીટ્રેપમાં ફસાઈ ગયો હતો કે,  તેઓને નિવૃત્ત થવા આડે માત્ર છ મહિના બાકી હતા. પાપ્ત વિગતો મુજબ તે છેલ્લા છ મહિનાથી મોબાઈલ ફોન દ્વારા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીની એક મહિલાના સંપર્કમાં હતો. DRDOની વિજિલન્સ અને ઈન્ટેલિજન્સ ટીમ છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રદીપ કુરુલકર પર નજર રાખી રહી હતી. ડીઆરડીઓ હેડ ક્વાર્ટરના વરિષ્ઠ અધિકારીની ફરિયાદના આધારે મહારાષ્ટ્ર એટીએસએ પ્રદીપ કુરુલકરની ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ ધરપકડ કરી છે. ધરપકડ બાદ કુરુલકરને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને 9 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. આજે કસ્ટડી પુરી થતાં કોર્ટે તેને ફરીથી 15 મે સુધી કસ્ટડીમાં મોકલી આપ્યો છે.

ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ ગુનો
મહારાષ્ટ્ર એટીએસ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે, ડીઆરડીઓના વૈજ્ઞાનિકો વોટ્સએપ મેસેજ, વોઈસ કોલ, વીડિયો કોલ વગેરે દ્વારા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીના ગુર્ગો સંપર્કમાં હતા. DRDO અધિકારીએ તેમના પદનો દુરુપયોગ કર્યો છે. દુશ્મન દેશના હાથમાં માહિતી જવાથી ભારતની સુરક્ષા માટે જોખમ ઊભું થઈ શકે છે. ATSએ વધુમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર પોલીસની આતંકવાદ વિરોધી ટુકડી, કાલાચોકી, મુંબઈએ ઓફિશિયલ સિક્રેટ એક્ટ 1923ની કલમ 1923 અને અન્ય સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

NCPએ ફાંસીની માગ કરી
આ બધાની વચ્ચે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના શહેર યુનિટએ કુરૂલકરનો વિરૂદ્ધ બાલ ગંધર્વ રંગ મંદિર પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. NCPના નેતાઓ એ કુરૂલકરને પાકિસ્તાની એજન્ટ હોવાનું જણાવ્યું હતું તેમજ તેને ફાંસી આપવાની માંગ પણ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ