બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / Drastic increase in degree certificate migration transcript verification fees by Gujarat University

અમદાવાદ / ગુજરાત યુનિ. એ સર્ટિફિકેટ ચાર્જમાં કર્યો 500 ટકાનો વધારો, કોંગ્રેસે કહ્યું ભાજપના પદાધિકારીઓએ સેવ્યું મૌન, ઉઘાડી લૂંટનો આરોપ

Kishor

Last Updated: 05:14 PM, 13 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત યુનિવર્સીટી દ્વારા ડિગ્રી, સર્ટિફિકેટ, માઈગ્રેશન, ટ્રાન્સક્રિપ્ટ વેરિફિકેશન ફીમાં ભારેખમ  વધારો કર્યો છે જેને પરત ખેંચવાની કોંગ્રેસે માંગ ઉઠાવી છે.

  • ગુજરાત યુનિવર્સીટી દ્વારા ડિગ્રી, સર્ટિફિકેટ, માઈગ્રેશન ફીમાં વધારો કરતા વિરોધ
  • ભાવ વધારો પાછો ખેંચવામાં નહિ આવે તો કોંગ્રેસ કરશે આંદોલન
  • શિક્ષણ અને આરોગ્ય નાગરિકોનો મુળભુત અધિકારો છે : હેમાંગ રાવલ

ગુજરાત યુનિવર્સીટીએ ડિગ્રી, સર્ટિફિકેટ, માઈગ્રેશન, ટ્રાન્સક્રિપ્ટ વેરિફિકેશન ફીમાં રૂપિયા ૩૦૦૦ જેટલો ધરખમ વધારો કર્યો હોવાને લઈને વિરોધનો સુર ઉઠ્યો છે.  જો આ ભાવ વધારો પાછો ખેંચવામાં નહિ આવે તો કોંગ્રેસની વિધાર્થી પાંખ NSUI અને યુથ કોંગ્રેસ વાલી અને વિધાર્થીઓને સાથે મળી ઉગ્ર આંદોલન કરશે. તેવી પ્રદેશ કોંગ્રેસ મીડિયા ડિપાર્ટમેન્ટના સહ પ્રભારી અને પ્રવક્તા હેમાંગ રાવલે ચીમકી ઉચ્ચારી છે.

ભાવ વધારા મામલે સરકાર, શિક્ષણ વિભાગ અને ભાજપના પદાધિકારીઓનું મૌન

આ મામલે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, એક તરફ દેશ અને ગુજરાતની પ્રજા મોંઘવારીનો માર અને બેરોજગારીનો ભાર સહન કરી રહી છે જેમાં મધ્યમ વર્ગની કમાણીમાંથી તેમના બાળકોના શિક્ષણ પાછળ ૫૦ ટકાથી વધારે આવક વપરાઈ જાય છે. હાલમાં શાળા સંચાલક મંડળે પોતાની કારોબારીની અંદર ૫૦૦૦ રૂપિયા જેટલો ફી વધારો માંગીને વાલીઓની કમર તોડવાનો વાત કરેલી છે. ત્યારે બીજી તરફ ગુજરાત યુનિવર્સિટીના સત્તાવાળાઓએ પણ જુદી જુદી માર્કશીટ બાદ મેળવવામાં આવતા સર્ટીફીકેટોમાં પણ ધરખમ ભાવ વધારો ઝીંક્યો છે. આ મામલે સરકાર, શિક્ષણ વિભાગ અને ભાજપના પદાધિકારીઓ આ બાબતે સદંતર મૌન છે જેને પગલે તેઓની મુક સંમતિ હોય તેવો ઘાટ સર્જાયો છે.

યુનિવર્સીટીએ માર્કશીટ,ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશન ફી માં ધરખમ વધારો કર્યો


ત્યારે ગુજરાત યુનિવર્સીટીએ માર્કશીટ,ડિગ્રી સર્ટિફિકેટ વેરિફિકેશન ફી માં ધરખમ વધારો કર્યો છે. માર્કશીટ વેરિફિકેશનનાં રૂ.૫૦ થી વધારી રૂ.૪૦૪ કરવામાં આવ્યા, ટ્રાન્સક્રિપ્ટ વેરિફિકેશન અને સીલકવરનાં રૂ.૫૦૦થી વધારી રૂ.૭૩૬ કરાયા, ડિગ્રી વેરિફિકેશનનાં રૂ.૨૦૦થી વધારી રૂ.૫૫૪ અને માઇગ્રેશન સર્ટીફીકેટનાં રૂ.૧૧૦ થી વધારી રૂ.૪૫૨ કરાયા,પ્રોવિઝનલ સર્ટીફીકેટની ફીમાં પણ ૨૩૬ રૂપિયાનો વધારો ઝીકાયો. આ ભાવ વધારા બાદ વિદ્યાર્થીને માર્કશીટ બાદ બીજા જરૂરી ડોક્યુમેન્ટ માટે ૩૦૦૦ રૂપિયા વધુ ચૂકવવા પડશે. શિક્ષણ અને આરોગ્ય એ દેશના બંધારણે નાગરિકોને આપેલા મુળભુત અધિકારો છે. જ્યારે સરકારી યુનિવર્સિટીમાં જ આ પ્રકારનો ભાવ વધારો થાય તે વાલીઓ અને વિધાર્થીઓ માટે ચિંતાજનક છે. આથી કોંગ્રેસે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ