બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Dr. Ambedkar's photo banned in court; Madras High Court said - only Gandhi and Thiruvalluvar's photo can be put

નિર્દેશ / 'આંબેડકર નહીં, માત્ર ગાંધીજી અને તિરૂવલ્લુવર...', પરિસરમાં તસવીર લગાવવા મુદ્દે મદ્રાસ હાઇકોર્ટનો આદેશ

Megha

Last Updated: 10:18 AM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મદ્રાસ હાઈકોર્ટે કહ્યું છે કે તમિલનાડુ અને પુડુચેરીની અદાલતોમાં માત્ર મહાત્મા ગાંધી અને તમિલ સંત-કવિ તિરુવલ્લુવરની તસવીરો જ લગાવી શકાશે. આ માટે જિલ્લા ન્યાયતંત્રને એક પરિપત્ર જારી કર્યો છે,

  • કોર્ટમાં બીઆર આંબેડકરનો ફોટો લગાવવા પર મદ્રાસ હાઈકોર્ટે લગાવી રોક 
  • કહ્યું મહાત્મા ગાંધી અને સંત તિરુવલ્લુવરની તસવીરો જ લગાવી શકાશે
  • અત્યાર સુધીમાં અનેક દરખાસ્તો ફગાવી દેવામાં આવી છે

કોર્ટમાં બીઆર આંબેડકરનો ફોટો લગાવવા પર ટિપ્પણી કરતા મદ્રાસ હાઈકોર્ટે કહ્યું કે કોર્ટમાં માત્ર મહાત્મા ગાંધી અને સંત તિરુવલ્લુવરની મૂર્તિઓ અને તસવીરો જ લગાવી શકાય છે. મદ્રાસ હાઈકોર્ટે કહ્યું છે કે તમિલનાડુ અને પુડુચેરીની અદાલતોમાં માત્ર મહાત્મા ગાંધી અને તમિલ સંત-કવિ તિરુવલ્લુવરની તસવીરો જ લગાવી શકાશે. આ માટે મદ્રાસ હાઈકોર્ટે જિલ્લા ન્યાયતંત્રને એક પરિપત્ર જારી કર્યો છે, જેમાં તેમને હાઈકોર્ટની ફુલ કોર્ટ દ્વારા અગાઉ પસાર કરવામાં આવેલા ઠરાવોનું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું છે. 

 મહાત્મા ગાંધી અને સંત તિરુવલ્લુવરની તસવીરો જ લગાવી શકાશે
આ પરિપત્રમાં મહાત્મા ગાંધી અને સંત તિરુવલ્લુવરની તસવીરો સિવાય તમિલનાડુમાં કોર્ટ પરિસરની અંદર ક્યાંય પણ અન્ય કોઈ તસવીરો લગાવવાનો આદેશ આપવામાં આવ્યો નથી. જિલ્લા અદાલતોને કોર્ટમાં અન્ય કોઈ ફોટોગ્રાફ જોવા મળે તો તેને દૂર કરવા પણ જણાવ્યું છે. 

બીઆર આંબેડકરનો ફોટા લગાવવાની મંજૂરી માંગી હતી
વાત એમ છે કે ઘણા એડવોકેટ એસોસિએશને બીઆર આંબેડકરનો ફોટા લગાવવાની મંજૂરી માંગી હતી અને તેના માટે 11 એપ્રિલે મળેલી બેઠકમાં હાઈકોર્ટની પૂર્ણ બેન્ચે આવી તમામ વિનંતીઓ ફગાવી દીધી હતી. 7 જુલાઈના રોજ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલે આ અંગે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. પરિપત્ર મુજ  આ મુદ્દા પર હાઇકોર્ટ દ્વારા અગાઉ પણ ઘણી વખત વિચારણા કરવામાં આવી છે. મદ્રાસ હાઈકોર્ટે કહ્યું છે કે તમિલનાડુ અને પુડુચેરીની અદાલતોમાં માત્ર મહાત્મા ગાંધી અને તમિલ સંત-કવિ તિરુવલ્લુવરની તસવીરો જ લગાવી શકાશે. કોર્ટે કડક શબ્દોમાં કહ્યું છે કે જિલ્લા અદાલતોમાં પણ અન્ય કોઈની તસવીર લગાવવામાં આવશે નહીં.

કાંચીપુરમના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજને કહેવામાં આવ્યું છે કે તેઓ અલંદુરના બાર એસોસિએશનને નવા બનેલા કોર્ટ સંકુલના ગેટ પરથી બીઆર આંબેડકરની તસવીર હટાવી લે. આ મામલો ત્યારે ઉભો થયો જ્યારે અનેક વકીલોના સંગઠનોએ ડૉ. આંબેડકરની તસવીરો અને પ્રતિમાઓનું અનાવરણ કરવાની પરવાનગી માંગી.

અત્યાર સુધીમાં અનેક દરખાસ્તો ફગાવી દેવામાં આવી છે.
પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વર્ષ 2008, 2010, 2011, 2013, 2019 અને એપ્રિલ 2023માં વિવિધ એડવોકેટ એસોસિએશનો દ્વારા સમાન પ્રકારની વિનંતીઓ કરવામાં આવી હતી, પરંતુ તેને નકારી કાઢવામાં આવી હતી. વર્ષ 2008 માં એક ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જેમાં હાઇકોર્ટે રાજ્યના તમામ કોર્ટરૂમમાં રાષ્ટ્રીય નેતાઓની ફોટો લગાવવાની માંગમાં તમિલનાડુ ડૉ. બી.આર. આંબેડકર એડવોકેટ્સ એસોસિએશનની વિનંતીને નકારી કાઢી હતી.

11 માર્ચ, 2010ના રોજ યોજાયેલી બેઠકમાં રાષ્ટ્રીય નેતાઓની પ્રતિમાઓને નુકસાન થવાથી અથડામણ અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સર્જાઈ હોય તેવા બનાવોને ધ્યાનમાં રાખીને પૂર્ણ અદાલતે ઠરાવ પસાર કર્યો હતો કે ચેન્નાઈ હોય કે મદુરાઈ બેંચ, જિલ્લા અદાલતો કે તાલુકા અદાલતો અથવા અન્ય કોઈ કોર્ટ પરિસરમાં કોઈપણ મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે નહીં. આ જ દરખાસ્ત 2011 અને 2013 માં પણ પુનરાવર્તિત કરવામાં આવી હતી, જ્યાં નવી બાંધવામાં આવેલી કોર્ટ બિલ્ડીંગોમાં ડૉ. બી.આર. આંબેડકરની તસવીરોને સ્થાપિત કરવા વિનંતી કરવામાં આવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ