બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / આરોગ્ય / dont drink too much water know side effects

હેલ્થ એલર્ટ / વધારે માત્રામાં પાણી પીતા હોવ તો ચેતી જજો, નહીં તો મૂકાઇ જશો મોટી મુશ્કેલીમાં

Arohi

Last Updated: 05:47 PM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Side Effects Of Drink Too Much Water: તમે ઘણી વખત સાંભળ્યું હશે કે ખૂબ પાણી પીવું જોઈએ જેનાથી શરીરમાં ડિહાઈડ્રેશન ન થાય અને આપણે સ્વસ્થ્ય રહીએ. પરંતુ વધારે પાણી પીવું પણ ઘણા પ્રકારની સમસ્યાઓ ઉભી કરે છે.

  • તમને પણ શરીરમાં જોવા મળે છે આ લક્ષણો
  • તો તમે પી રહ્યો છો વધારે પાણી 
  • તરત જ સુધારી લો આ ભૂલ 

હાલમાં જ એક ઘટના સામે આવી હતી કે કેનેડાની એક મહિલા ટિકટોકરની વધારે પાણી પીવાના કારણે તબિયત બગડી અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. મહિલા વધારે પાણી પીવાના કારણે બીમાર પડી ગઈ અને જ્યારે તે હોસ્પિટલમાં દાખલ થઈ તો ડોક્ટરે જણાવ્યું કે તેને સોડિયમ ડેફિશિયન્સી અથવા તો હાઈપોનેટ્રેમિયા થઈ ગયું છે. ડોક્ટરે મહિલાને જણાવ્યું કે જો સમય પર સારવાર ન કરવામાં આવી તો તેનો જીવ પણ જઈ શકે છે. 

દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ? 
એક દિવસમાં કેટલું પાણી પીવું તેને માટે કોઈ એક નિશ્ચિત ફોર્મૂલા નથી. જોકે મોટાભાગે ડોક્ટર્સ અને સ્વાસ્થ્ય નિષ્ણાંતો સલાહ આપે છે કે એક સ્વસ્થ્ય વ્યક્તિએ દરરોજ આઠ ગ્લાસ પાણી પીવું જોઈએ. એક દિવસમાં કેટલું પાણી પીવું જોઈ તે વાતાવરણ, એક્સરસાઈઝ, પ્રેગ્નેન્સી અને બ્રેસ્ટફિડિંગ જેવી વસ્તુઓ પર આધાર રાખે છે. 

વધારે પાણી પીવાથી શું થાય છે? 
જ્યારે તમે વધારે પાણી પીવો છો તો તમને ફૂડ પોઈઝનિંગની જેમ વોટર પોઈઝનિંગ થઈ શકે છે. તેનાથી મગજ સારી રીતે કામ નથી કરી શકતું. એવું એટલા માટે કારણ કે જ્યારે આપણા માથાના કોષોમાં વધારે પાણી થઈ જાય છે તો તે સૂજી જાય છે જેનાથી માથામાં દબાણ પેદા થાય છે. આવી સ્થિતિમાં વ્યક્તિને માથામાં દુખાવો થાય છે અને તે કોઈ એક જગ્યા પર ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતો. જ્યારે આ પ્રેશર વધે છે તો વ્યક્તિને હાઈ બ્લડ પ્રેશર અને હૃદયની ગતિ ધીમી થવાની સમસ્યા થાય છે. 

કઈ રીતે ખબર પડે કે તમે વધારે પાણી વધારે પી રહ્યો છો? 

યુરીનનો રંગ
આપણે ઓછુ કે વધારે પાણી પી રહ્યા છીએ તેની જાણકારી મેળવવાની સૌથી સારી રીત છે આપણા યુરીનનો રંગ. યુરીનનો રંગ હલ્કો પીળો હોય છે. જો તમે વધારે પાણી પી રહ્યા છો તો તમને યુરીનનો રંગ લાઈટ દેખાશે. જો યુરીનનો રંગ બિલકુલ લાઈટ છે તો તેનો મતલબ છે કે તમે ઓછા સમયમાં વધારે પાણી પી રહ્યા છો. ત્યાં જ યુરીનનો રંગ વધારે પીળો છે તો તેનો મતલબ છે કે તમે ઓછું પાણી પી રહ્યા છો. 

વારંવાર બાથરૂમ જવું 
જો તમે સામાન્યથી વધારે વખત બાથરૂમ જઈ રહ્યા છો તો તેનો એક મતલબ એ છે કે તમે વધારે પાણી પી રહ્યા છો. જો તમે દિવસમાં 6-8 વખત બાથરૂમ જઈ રહ્યા છો તો આ સામાન્ય માનવામાં આવે છે. જોકે જે લોકો વધારે કેફિન અને આલ્કોહોલનું સેવ કરે છે તો તે સામાન્યત રીતે 10 વખત બાથરૂમ જાય છે જે નોર્મલ છે. 

તરસ ન લાગવા છતાં પાણી પીવુ
તરસ ન લાગી હોય તેમ છતાં વારંવાર પાણી પીવું જણાવે છે કે તમે વધારે પાણી પી રહ્યા છો. તેનાથી બચવા માટે પાણી ત્યારે જ પીવો જ્યારે તમને લાગે કે તરસ લાગી છે. 

ચુંક કે ઉલ્ટી આવવી 
જ્યારે વઘારે પાણી પીવામાં આવે છે તો આપણી કિડની પર દબાણ પડે છે અને તે શરીરના વધારે લિક્વિડને બહાર નથી કાઢી શકતું. જેના કારણે લિક્વિડ શરીરમાં જ જમા થવા લાગે છે જેનાથી ચુક આવવી, ઉલ્ટી આવવી અને ડાયેરિયા જેવી સમસ્યા થઈ જાય છે.  

માથામાં દુખાવો મસલ્સમાં કમજોરી અને દુખાવો 
જ્યારે શરીરમાં સોડિયમનું સ્તર ઓછુ હોય છે તો માથાના મસલ્સમાં સોજો માથા પર દબાણ નાખવા જેવી સમસ્યા ઉભી કરી શકે છે. તેનાથી શ્વાસ લેવામાં પણ મુશ્કેલી આવી શકે છે. સોડિયમની કમીથી મસલ્સ કમજોર થઈ જાય છે અને તેમાં દુખાવો થાય છે.

હાથ પગ અને હોઠના રંગમાં ફેરફાર 
જો તમે વધારે પાણી પી રહ્યા છો તો તમને અનુભવ થશે કે તમારા હાથ, પગ અને હોઠના રંગમાં હલ્કો ફેરફાર થયો છે અથવા તેમાં હલકો સોજો છે. જ્યારે શરીરના મસલ્સમાં સોજો આવે છે ત્યારે ત્વચામાં પણ સોજો આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ