બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Don't be afraid if you get a call threatening to block the number, do not share any information, try to steal personal information.

એલર્ટ / +92 પરથી આવી રહ્યા છે ફોન કોલ? સરકારે જાહેર કરી સૂચના, વાંચશો તો ફાયદામાં રહેશો

Vishal Dave

Last Updated: 05:41 PM, 29 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેલિકોમ્યુનિકેશન વિભાગે સરકારી અધિકારીઓ હોવાનો ઢોંગ કરીને અને લોકોને છેતરતા વિદેશી મૂળના મોબાઇલ નંબરો (જેમ કે +92) પરથી વૉટ્સએપ કૉલ્સ અંગે પણ એડવાઇઝરી જારી કરી છે.

ટેલિકોમ્યુનિકેશન વિભાગે શુક્રવારે લોકોને મોબાઈલ નંબર બ્લોક કરવાની ધમકી આપતા કોલ અંગે એડવાઈઝરી જારી કરી હતી.  મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં જ કેટલાક લોકો ટેલિકોમ વિભાગના નામે નાગરિકોને ફોન કરતા હોવાનું  અને એવી ધમકી આપતા હોવાના કિસ્સા સામે આવ્યા છે કે  તેમના તમામ મોબાઈલ નંબર ડિસ્કનેક્ટ થઈ જશે અથવા તેમના મોબાઈલ નંબરનો કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે દુરુપયોગ થઈ રહ્યો છે.

ટેલિકોમ્યુનિકેશન વિભાગે સરકારી અધિકારીઓ હોવાનો ઢોંગ કરીને અને લોકોને છેતરતા વિદેશી મૂળના મોબાઇલ નંબરો (જેમ કે +92) પરથી વૉટ્સએપ કૉલ્સ અંગે પણ એડવાઇઝરી જારી કરી છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સે જણાવ્યું હતું કે ગુનેગારો નાણાકીય છેતરપિંડી કરવા માટે આવા કોલ દ્વારા વ્યક્તિગત માહિતીની ચોરી કરવાનો પ્રયાસ કરે છે.

આ પણ વાંચોઃ WhatsApp એ કર્યો મોટો નિર્ણય, 1 જૂનથી SMS પર લાગશે 2.30 રૂપિયાનો ચાર્જ

ટેલિકોમ્યુનિકેશન વિભાગે કહ્યું કે તે તેના વતી આવા કૉલ્સ કરવા માટે કોઈને અધિકૃત કરતું નથી. ડિપાર્ટમેન્ટે લોકોને સલાહ આપી છે કે તેઓ આવા કોલ રિસિવ કરવા પર કોઈ માહિતી શેર ન કરે. સરકારે નાગરિકોને સંચાર સાથી પોર્ટલ ‘ચક્ષુ-રિપોર્ટ સસ્પેક્ટેડ ફ્રોડ કમ્યુનિકેશન્સ’ સુવિધા પર આવી છેતરપિંડીઓની જાણ કરવા જણાવ્યું છે. આ સિવાય નાગરિકો સંચાર સાથી પોર્ટલ ‘Know Your Mobile Connection’ સુવિધા પર તેમના નામે મોબાઈલ કનેક્શન ચેક કરી શકે છે અને કોઈપણ મોબાઈલ કનેક્શનનો રિપોર્ટ કરી શકે છે 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ