બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / WhatsApp News WhatsApp Update WhatsApp increase international business otps prices

તમારા કામનું / WhatsApp એ કર્યો મોટો નિર્ણય, 1 જૂનથી SMS પર લાગશે 2.30 રૂપિયાનો ચાર્જ

Bhavesh Bhatti

Last Updated: 06:02 PM, 28 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

WhatsAppએ ન્યૂ ઇન્ટરનેશનલ OTPs કેટેગરી રજૂ કરી છે, જેમાં કોમર્શિયલ ઇન્ટરનેશનલ મેસેજ મોકલવાનું મોઘું થઇ જશે અને WhatsAppની કમાણીમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ વિગતવાર.

મેટા ઓન્ડ WhatsApp એ ઇન્ટરનેશનલ વન ટાઈમ પાસવર્ડ એટલે કે OTPs ની એક નવી કેટેગરી જાહેર કરી છે, જેમાં ભારતમાં બિઝનેસ મેસેજના ભાવમાં વધારો થશે. આ પગલાથી કંપનીની કમાણીમાં વધારો થવાની આશા છે. રિપોર્ટ્સ અનુસાર ઇન્ટરનેશનલ મેસેજની કિંમત 20 ગણી સુધી વધી શકે છે. જો કે યુઝર્સ પહેલાની જેમ જ ફ્રીમાં WhatsApp નો ઉપયોગ કરશે. નવા નિર્ણયની અસર બિઝનેસ SMS પર થશે.

2.3 રૂપિયા પ્રતિ SMS ચાર્જ લાગશે

WhatsAppની નવી ઇન્ટરનેશનલ મેસેજ કૅટેગરી હેઠળ પ્રતિ મેસેજ 2.3 રૂપિયા આપવા પડશે. આ નિયમ 1 જૂનથી લાગુ થશે તેની અસર ભારત અને ઇન્ડોનેશિયા બંને દેશોના બિઝનેસ પર થશે.   WhatsAppના આ નિર્ણયથી ઇન્ટરનેશનલ કંપનીઓ જેમ કે એમેઝોન, ગૂગલ અને માઇક્રોસોફ્ટનાં કમ્યુનિકેશનનું બજેટ વધશે. WhatsApp દ્વારા વેરિફિકેશન નોર્મલ ઇન્ટરનેશનલ વેરિફિકેશન OTP કરતાં સરળ હતું.

પહેલા શું હતો ભાવ

પહેલા લોકલ SMS મોકલવા પર ટેલિકોમ કંપનીઓ ૦.12 પૈસા ચાર્જ કરતી હતી જયારે ઇન્ટરનેશનલની કિંમત 4.13 પર SMS હતી. જ્યારે WhatsApp ઇન્ટરનેશનલ SMS માટે 0.11 પૈસા પ્રતિ SMS ચાર્જ કરતુ હતું, જે વધારીને 2.3 રૂપિયા પ્રતિ SMS કરવામાં આવ્યું છે.

વધુ વાંચો: સ્માર્ટફોનની બ્રાહ્ય ગંદકી કઈ રીતે દૂર કરવી? આ 5 સ્ટેપ તમારો ફોન નવા જેવો કરી દેશે

ભારત મોટું માર્કેટ

તમને જણાવી દઈએ કે ભારતમાં એન્ટરપ્રાઇઝ મેસેજિંગમાં ઝડપી વૃદ્ધિ નોંધાઈ રહી છે, જેનો બજારમાં હિસ્સો 7600 કરોડ રૂપિયાની આસપાસ પહોંચી ગયો છે. જેમાં SMS, પુશ મેસેજ, OTPs વેરિફિકેશન, એપ્લિકેશન લોગિન, નાણાકીય વ્યવહારો અને સર્વિસ ડિલિવરી જેવા મેસેજનો સમાવેશ થાય છે.

એરટેલ અને જિયોને થશે ફાયદો

ઓછા WhatsApp SMS ચાર્જને કારણે એમેઝોન, ફ્લિપકાર્ટ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સે વેરિફિકેશન અને મેસેજિંગ ટૂલ તરીકે WhatsAppનો ઉપયોગ કરે છે, જેના કારણે એરટેલ અને જિયો જેવી કંપનીઓને નુકસાન થતુ હતું. જોકે, નવા નિર્ણય બાદ ટેલિકોમ કંપનીઓને ફાયદો થવાની આશા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ