બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / doctor ambedkar foundation inter caste marriage scheme

જાણવા જેવું / લગ્ન કરવા પર મળશે અઢી લાખ રૂપિયા, જોરદાર સ્કીમ અને ફાયદા જાણી લોકો થયા ઉત્સુક, જાણી લો નિયમ

Bijal Vyas

Last Updated: 09:37 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો અહીં લવ મેરેજની વાત કરીએ તો દરેકનો પ્રેમ લગ્ન સુધી પહોંચતો નથી અને આમાં જો કોઈને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો તે આંતરજ્ઞાતિય લગ્ન કરનારા કપલ છે.

  • આંતરજ્ઞાતિય લગ્ન કરનારા યુગલોને 2.50 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે
  • આ યોજનાને ડૉ. આંબેડકર ફાઉન્ડેશન દ્વારા જાહેર કરવામાં આવે છે
  • જાણો અરજી કરવાની પદ્ધતિ તથા અન્ય વિગત વિશે 

Inter Caste Marriage: લગભગ દરેક વ્યક્તિ ક્યારેકને ક્યારેક લગ્ન કરે જ છે. અંતર એટલો છે કે, કેટલાક પરિવારના સભ્યોની ઈચ્છા મુજબ એરેન્જ્ડ મેરેજ કરે છે, જ્યારે કેટલાક લવ મેરેજ કરે છે. જો અહીં લવ મેરેજની વાત કરીએ તો દરેકનો પ્રેમ લગ્ન સુધી પહોંચતો નથી અને આમાં જો કોઈને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો તે આંતરજ્ઞાતિય લગ્ન કરનારા કપલ છે.

હકીકતમાં આજે પણ આપણા દેશમાં આ લગ્નને લઈને લોકોની સંકુચિત માનસિકતા જોવા મળે છે. આ વિચારને બદલવા માટે, આંતરજ્ઞાતિય લગ્ન કરનારા યુગલોને 2.50 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે છે. તો આવો જાણીએ કે, આ યોજના કઈ છે જેના હેઠળ આ મળે છે...

કોરોનાના કહેરને કારણે પહેલા સત્રમાં કોર્પોરેટ જગતને 1,00,000,00,00,000 નું  નુકશાન | corona crisis rs 1 lakh crore loss to indian corporate sector  first quarter

હકીકતમાં આ યોજનાને ડૉ. આંબેડકર ફાઉન્ડેશનના નામથી ઓળખવામાં આવે છે અને તેમના વતી આંતર-જ્ઞાતિય લગ્ન કરનારા યુગલને 2.50 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. તે જ સમયે, આ માટે તે જરૂરી છે કે તમારા લગ્ન આંતરજાતીય હોવા જોઈએ. યુગલમાંથી એક દલિત સમુદાયની બહારનું અને બીજું દલિત સમુદાયનું હોવું જોઈએ.

ડૉ. આંબેડકર ફાઉન્ડેશન માટે અરજી કરવા માટે, તમારા લગ્ન હિંદુ મેરેજ એક્ટ 1995 હેઠળ નોંધાયેલા હોવા જોઈએ. તમે એફિડેવિટ મૂકીને આ કામ કરી શકો છો. જો તમારા લગ્ન રજિસ્ટર નથી, તો તમને પાત્ર ગણવામાં આવતા નથી.

કિન્નરે જાન તેડાવી: 1500 મહેમાનોનું રસોડુ, લાખોનો ખર્ચો... ધામધૂમથી કરાવ્યા  માનેલી દીકરીના લગ્ન / Kinnar got poor girl married Adopted daughter marriage  Kinnar Poonam Bai Kinnar ...

જો આપણે આ યોજનાના ફાયદા વિશે વાત કરીએ, તો ફક્ત તે જ લોકોને મળે છે જેઓ પ્રથમ વખત લગ્ન કરી રહ્યા છે. જો તમે બીજી કે તેથી વધુ વખત લગ્ન કરી રહ્યા છો, તો તમને અયોગ્ય ગણવામાં આવે છે અને તમે આ લાભ મેળવી શકતા નથી.

જો તમે નિયમો હેઠળ લગ્ન કરી રહ્યા છો અને તમે આ રકમ મેળવવાના પાત્ર છો, તો તમારે લગ્ન પછી ડૉ. આંબેડકર ફાઉન્ડેશન માટે અરજી કરવાની રહેશે. ધ્યાનમાં રાખો કે, તમારે આ અરજી લગ્નના એક વર્ષની અંદર કરવાની રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ