બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Do you or anyone in your household know how much detergent to put in the washing machine? Too much damage will be done, this information should be understood

લાઈફ સ્ટાઈલ / શું તમને કે તમારા ઘરમાં કોઈને ખબર છે કે વોશિંગ મશીનમાં કેટલો ડિટર્જન્ટ નાખવો જોઈએ? વધુ પડતો નાખ્યો થશે નુકસાન, આ જાણકારી સમજવા જેવી

Vishal Khamar

Last Updated: 12:25 AM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજનાં સમયમાં ભાગ દોડ વાળા જીવનમાં સૌ કોઈ ઝડપી કામ પૂર્ણ કરવા પ્રયત્ન કરતા હોય છે. લોકો કપડા ધોવા માટે ઘરમાં વોશિંગ મશીનનો ઉપયોગ કરતા હોય છે. પરંતું શું તમો જાણો છો કે કપડાને સારી રીતે સાફ કરવા માટે શું કરવું જોઈએ.

  • ઘરમાં કપડા ધોવા માટે વોશિંગ મશીનનો ઉપયોગ કરીએ છીએ
  • મશીનને લાંબા સમય સુધી ચલાવવા અને કપડાંને સારી રીતે સાફ કરવા માટે જરૂરી
  • આ મહત્વ પૂર્ણ માહિતી વિશે દરેક વોશિંગ મશીન યુઝર્સને જાણકારી હોવી જોઈએ

ઘરમાં કપડાં ધોવા માટે વોશિંગ મશીનનો ઉપયોગ આપણે ઘણા સમયથી કરતાં આવીએ છીએ. તેને લગતી બેઝિક જાણકારી તો આપણી પાસે હોય છે. પરંતુ આ પૂરતું નથી, કારણ કે આ સિવાય બીજી ઘણી મહત્ત્વની બાબતો છે. જે મશીનને લાંબા સમય સુધી ચલાવવા અને કપડાંને સારી રીતે સાફ કરવા માટે જરૂરી છે.  મશીનમાં કેટલો ડિટર્જન્ટ નાખવો જોઈએ? તે પણ એક મહત્ત્વપૂર્ણ માહિતી છે, જેના વિશે દરેક વોશિંગ મશીન યુઝર્સને જાણકારી હોવી જોઈએ.
કપડાં ધોવા માટે કેટલો ડિટર્જન્ટ છે પૂરતો?
ખૂબ જ ગંદાં કપડાં સાફ કરવા માટે વધુ ડિટર્જન્ટનો ઉપયોગ કરવો જરૂરી નથી. જો તમે આ ભ્રમમાં છો તો હવે સાવચેત થઈ જાઓ. કપડાં સાફ કરવા માટે જરૂરી ડિટર્જન્ટની માત્રા મશીનની લોડ સાઈઝ પર નિર્ભર કરે છે. ઉદાહરણ તરીકે, બેથી ચાર કિલોના મશીનમાં માત્ર એક ચમચી ડિટર્જન્ટની જરૂર છે, ચારથી છ કિલોના મશીનમાં દોઢથી બે ચમચી અને સાતથી આઠ કિલોના મશીનમાં માત્ર બેથી ત્રણ ચમચી ડિટર્જન્ટની જરૂર છે.
ડિટર્જન્ટ પાઉડરનો ઉપયોગ કરતી વખતે આ વાત યાદ રાખો
જો તમારી પાસે ડિટર્જન્ટ પાઉડરનો ઉપયોગ કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી તો કોઈ સમસ્યાથી બચવા માટે તેને મશીનમાં નાખતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખો.
જેમ કે પેકેજિંગ પર કેટલી માત્રામાં ડિટર્જન્ટનો ઉપયોગ કરવો તેની સલાહ આપવામાં આવે છે. ચમચી વડે માપીને પાઉડર નાખો અને જો તે ટોપ લોડર મશીન હોય તો કપડાં નાખતાં પહેલાં તેને સીધા ડ્રમમાં નાખો. ફ્રન્ટ લોડ મશીનમાં ‌િડટર્જન્ટ પાઉડરને ડ્રોઅરમાં નાખો.
મશીન માટે કયું ડિટર્જન્ટ પરફેક્ટ?
વોશિંગ મશીનમાં હંમેશાં લિક્વિડ ડિટર્જન્ટનો જ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે તેને ખાસ મશીન વોશ માટે તૈયાર કરવામાં આવ્યું છે. ઉપરાંત પાણીમાં ઝડપથી ઓગળી જવાના કારણે તેનાથી કપડાંની સફાઈ ડિટર્જન્ટ પાઉડર કરતાં વધુ સારી થાય છે.
વધુ પડતો ડિટર્જન્ટ  નાખશો તો શું થશે?
વોશિંગ મશીન કપડાંમાંથી ડિટર્જન્ટને સંપૂર્ણપણે દૂર કરવામાં સક્ષમ નથી, સાથે જ વધુ પડતી માત્રામાં ડિટર્જન્ટ ફેબ્રિકને નુકસાન કરે છે. તે જ સમયે જો ડિટર્જન્ટ પાઉડર હોય તો તે વધુ માત્રામાં મશીનમાં જામી જાય છે, જેના કારણે ક્યારેક ગંભીર ડેમેજ થાય છે. આ બધાં કારણોના લીધે તમારે મશીનમાં વધુ પડતો ડિટર્જન્ટ ન નાખવો જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ