બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Do you have this habit too? So improve, otherwise you will be in debt

જ્યોતિષ શાસ્ત્ર / શું તમને પણ આવી આદત છે? તો સુધારી દેજો, નહીં તો દેવામાં ડૂબી જશો! લક્ષ્મીજી થઇ જશે નારાજ

Pooja Khunti

Last Updated: 12:18 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે લોકોને આળસ આવે છે, તેમની પાસે માતા લક્ષ્મી ક્યારેય નથી તક્તા. આવા આળસુ લોકો પાસે ધન પણ ટકતું નથી.

  • કેટલાક લોકોથી માતા લક્ષ્મી નારાજ હોય છે
  • આ લોકો હમેશા દેવામાં ડૂબેલા રહે છે 
  • મહિલાઓનું અપમાન કરવું મોંઘું પડી શકે છે 

કેટલાક લોકો સાથે એવું થતું હોય છે કે તેઓ સારી કમાણી કરી રહ્યા હોવા છતાં પણ આજીવન દેવામાં ડૂબેલા રહે છે. આ સમયે શું કરવું જોઈએ. કેટલાક લોકોમાં એવા લક્ષણો હોય છે, જેના કારણે તેમની પાસે વધુ સમય પૈસા ટકી શકતા નથી. કેટલાક લોકોથી માતા લક્ષ્મી નારાજ હોય છે. જેના કારણે આ લોકો લાખો રૂપીયા કમાવા છતાં પણ તેમની પાસે રૂપિયાની બચત કરી શકતા નથી. આ લોકો હમેશા દેવામાં જ રહે છે. 

આ લોકો હમેશા દેવામાં ડૂબેલા રહે છે 
જે લોકોને આળસ આવે છે, તેમની પાસે માતા લક્ષ્મી ક્યારેય નથી તક્તા. આવા આળસુ લોકો પાસે ધન પણ ટકતું નથી. જ્યારે ભગવાન નારાયણ ચાર મહિના માટે ઊંઘી જાય છે ત્યારે માતા લક્ષ્મી તેમને છોડી ભગવાન ગણેશ પાસે જતાં રહે છે. તો હવે આવામાં જે લોકો આળસુ હશે અને વધુ સમય ઊંઘતા રહેતા હશે તેમની પાસે માતા લક્ષ્મી કેવી રીતે ટકી શકે. 

ખરાબ આદત 
જે વ્યક્તિની આદત ખરાબ હોય છે, જેમકે તે ફાટેલા અથવા ગંદા કપડાં પહેરે છે, 2-4 દિવસ ન્હાય નહીં અને તેમના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય, તેવા લોકો પાસે માતા લક્ષ્મી નથી ટકતા. તે ગમે તેટલું કમાઈ લે છતાં પણ તે હમેશા ઉધારમાં જ ડૂબેલ રહે છે. 

વાંચવા જેવું: આજના દિવસે મા સરસ્વતીના આ મંત્રોના જાપથી વધે છે બાળકોની સ્મરણશક્તિ, બસ ધ્યાનમાં રાખજો આ બાબતો

મહિલાઓનું અપમાન કરવું મોંઘું પડી શકે છે 
જ્યોતિષનાં બતાવ્યા મુજબ જે વ્યક્તિ સ્ત્રીનું અપમાન કરે છે, મહિલાને ખરાબ શબ્દો બોલે છે, તેમની સાથે ઘરેલુ હિંસા કરે છે, એ ઘરમાં ક્યારેય લક્ષ્મી ટકતી નથી. આ દરેક વાત મહિલાઓ માટે પણ એટલી જ લાગુ પડે છે. જે મહિલા ખરાબ શબ્દોનો ઉચ્ચાર કરે છે અથવા તેમની કોઈ અન્ય ખરાબ આદતો હોય તો આવી સ્થિતિમાં તેના ઘરમાં માતા લક્ષ્મી નથી ટકતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ