બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ધર્મ / Do not make such a mistake during pooja of Shanidev on saturday

પ્રકોપ / સાવધાન! શનિદેવની પૂજા દરમિયાન ન કરશો આટલી ભૂલ, નહીંતર પસ્તાવાનો નહીં રહે પાર

MayurN

Last Updated: 08:05 PM, 10 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિદેવની પૂજા સમયે જ્યોતિષશાસ્ત્રમાં કેટલીક સાવધાની બતાવવામાં આવી છે. જો આ વસ્તુનું ધ્યાન નહિ રાખો તો શનિદેવનો પ્રકોપ તમારા પર વધી શકે છે.

  • શનિદેવ તમામ સુખ-સુવિધાઓથી પૂર્ણ કરે છે
  • શનિનો પ્ર્રકોપ તમને નુકશાન પહોચાડશે 
  • શનિની પૂજામાં ક્યારેય ન કરશો ભૂલ 

શનિની મહાદશા જીવનમાં એકવાર ભોગવવી જ પડે 
ન્યાય અને કર્મના દેવ શનિદેવ જો કોઈ વ્યક્તિ પ્રત્યે મહેરબાન હોય તો તે તેને તમામ સુખ-સુવિધાઓથી પૂર્ણ કરે છે. અને જો તે નારાજ થઇ જાય તો વ્યક્તિને રસ્તા પર લાવી દે છે. વ્યક્તિની પરેશાનીઓ ખતમ થવાનું નામ પણ નથી લેતી. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વ્યક્તિએ જીવનમાં એક વાર શનિની મહાદશા, ઢૈયા અને સાડાસાતીનો સામનો કરવો જ પડે છે.

શનિદેવની પૂજાથી મળશે લાભ જ લાભ 
આવામાં વ્યક્તિ શનિદેવની કુદ્રષ્ટિ અને સજાથી બચવા માટે વિધિ-વિધાન દ્વારા શનિદેવની પૂજા કરે છે. તેમને ગમતી વસ્તુઓ તેઓ અર્પણ કરે છે. જેથી શનિદેવની કૃપા રહે છે. પરંતુ ઘણી વખત તો પૂજા દરમિયાન પણ નાસમજીમાં કેટલીક એવી વસ્તુઓ કરવામાં આવે છે જેનાથી શનિદેવને પ્રસન્ન કરવાના બદલે નારાજ થઇ જાય છે. અને પછી તેમને ગુસ્સાનો શિકાર બનવું પડે છે. 

શનિદેવની પૂજા સમયે રાખો આ સાવચેતી :-
શનિદેવની આંખોમાં ન જોવું.

શનિદેવની પૂજા કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તમે તેમની આંખોમાં જોઈને પૂજા ન કરો. આવી સ્થિતિમાં પૂજા સમયે આંખો બંધ રાખો અથવા તો તેમના ચરણો જોઈને પૂજા કરો. કહેવાય છે કે શનિદેવની આંખોમાં આંખો નાખીને તેમની પૂજા કરવાથી તેમની દ્રષ્ટિ તમારા પર પડવા લાગે છે.

પીઠ બતાવો નહિં
શનિદેવની પૂજા દરમિયાન ટટ્ટાર ઉભા ન રહો. અને જ્યારે પૂજા બાદ તમે ત્યાંથી જાવ છો તો તમે જે દિશામાં હોય તેમ જ આગળ વધો. શનિદેવને પોતાની પીઠ ન બતાવવી જોઈએ. આનાથી તેઓ ગુસ્સે થાય છે.

લોખંડના વાસણથી તેલ ચઢાવો
શનિવારના દિવસે શનિદેવની મૂર્તિ પર સરસવનું તેલ ચઢાવવામાં આવે છે. આવી સ્થિતિમાં લોકો ઘણીવાર તાંબાના વાસણોનો ઉપયોગ કરે છે. પરંતુ આ દરમિયાન લોખંડના વાસણનો ઉપયોગ કરવો જોઈએ. તાંબુ એ સૂર્યનુ કારક છે.

દિશાનું ધ્યાન રાખવું પણ જરૂરી છે
શનિદેવની પૂજા સમયે દિશાનું ધ્યાન રાખો. લોકો પૂર્વ દિશા તરફ મોઢું રાખીને પૂજા કરે છે. પરંતુ એવું માનવામાં આવે છે કે શનિદેવ પશ્ચિમના સ્વામી છે. તેથી શનિદેવની પૂજા કરતી વખતે પશ્ચિમ દિશા તરફ મુખ હોવું જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ