બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / Discussion of the names of Dr Darshanaben Pandya and Nayanaben Pethadia for Mayor in Rajkot

ચર્ચા / રાજકોટમાં મેયર માટે આ ભાજપની આ બે મહિલા નેતાઓના નામ સૌથી આગળ: 6 દિવસમાં થઈ શકે છે જાહેરાત

Dinesh

Last Updated: 05:59 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ મનપામાં મેયર-ડેપ્યુટી મેયરની ટર્મ પૂર્ણ થવાને આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે, મહિલા મેયર તરીકે ડૉ.દર્શનાબેન પંડયા અને નયનાબેન પેઠડિયાના નામની ચર્ચા છે

 

  • રાજકોટ મનપામાં નવા મેયર-ડેપ્યુટી મેયરની જાહેરાત થશે
  • વર્તમાન પદાધિકારીઓની ટર્મ પૂર્ણ થવામાં માત્ર 6 દિવસ બાકી
  • નવા પદાધિકારીઓની નિમણૂકને લઈ ભાજપે કવાયત શરૂ કરી 


રાજ્યમાં મનપાના પદાધિકારીઓને લઈ નામોની ચર્ચા તેજ બની છે. મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ બનશે અને કોના પત્તા કપાશે તેને લઈ અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે. કોર્પોરેશનના નવા પદાધિકારીઓની ટર્મ પૂરી થતાં રાજકીય ચહલ પહલ તેજ થઈ છે. ત્યારે રાજકોટમાં નવા મેયર-ડેપ્યુટી મેયરની જાહેરાત પહેલા કેટલાક નામો સામે આવ્યા છે અને જે આ રેસમાં સૌથી આગળ છે. સૂત્રો પાપ્ત વિગતો મુજબ મહિલા મેયર તરીકે ડૉ.દર્શનાબેન પંડયા અને નયનાબેન પેઠડિયાનું નામ ચર્ચામાં છે. 

રાજકોટમાં આ બે મહિલા નેતાઓના નામ સૌથી આગળ
રાજકોટ મનપામાં નવા મેયર-ડેપ્યુટી મેયરની જાહેરાતને માત્રે 6 દિવસ જ બાકી રહ્યાં છે. વર્તમાન પદાધિકારીઓની ટર્મ પૂર્ણ થવાને આડે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. ત્યારે નવા પદાધિકારીઓની નિમણૂકને લઈ ભાજપે કવાયત શરૂ કરી દીધી છે. 12 તારીખે રાજકોટ મનપાને નવા પદાધિકારીઓની મળી જશે. જો કે, આ બધાની વચ્ચે વાત કરવામાં આવે તો મહિલા મેયર તરીકે ડૉ.દર્શનાબેન પંડયા અને નયનાબેન પેઠડિયાનું નામ ચર્ચામાં છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નીતિન રામાણી અને ડૉ.અલ્પેશ મોરઝરીયાનું નામ ચર્ચામાં છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમન માટે મનીષ રડીયા, દેવાંગ માંકડ, જયમીન ઠાકરનું નામ વધુ ચર્ચામાં છે. 

સુરતમાં મેયરની રેસમાં કોણ?
સુરત મનપામાં 11 સપ્ટેમ્બરે નવી બોડીની રચના થવાની છે. જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટિની રેસમાં ક્યાં ક્યાં નામ છે તેના વિશે તમને જણાવીએ. મેયરની રેસમાં મુળ સુરતી અશોક રાંદેરિયાનું નામ સૌથી ઓગળ છે. તેમજ દક્ષેશ માવાણી અને રાજૂ જોળિયાનું નામ પણ મેયર રેસમાં હોવાની ચર્ચા છે. ડેપ્યુટી મેયરની રેસમા ઉર્વશી પટેલ, નેન્સી શાહ, રેશમા લાપસીવાળાના નામની ચર્ચા છે. સ્ટેન્ડિંગ કમિટિમાં દિનેશ રાજપુરોહિત, દક્ષેશ માવાણી, રોહિણી પાટીલની ચર્ચા છે. શાસક પક્ષ નેતા તરીકે કોઇ પરપ્રાંતિયના હોવાની વિગતો છે.  

Attempted suicide of Surat Municipal Corporation employee, allegation of mental torture on superiors

વડોદરાના નવા મેયર કોણ હોઈ શકે ?
વડોદરાના સંયાજીગંજ વિસ્તારમાં આવેલા ભાજપ કાર્યાલય ખાતે થોડા દિવસ અગાઉ પૂર્વ સાંસદ દિપક સાથી, ધારાસભ્ય રાકેશ શાહ અને ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે કોર્પોરેટરો, પ્રભારીઓના અભિપ્રાયો લેવામાં આવ્યા હતા. આપને જણઆવી દઈએ કે, વડોદરાના મેયરની રેસમાં અનેક નામોની ચર્ચા છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ