ન્યૂઝ અપડેટ્સ
VTV / Fashion & Beauty / Disadvantages of Hair Straightening
ADVERTISEMENT
ભલે તમને પાર્લરમાં સ્ટ્રેટનિંગમાં ખર્ચાતા પૈસાની પડી ન હોય, પરંતુ વાળની તો દરેકને પરવાહ હોય છે. શું તમે જાણો છો કે વાળમાં સ્ટ્રેટનિંગથી શું નુકશાન થઇ શકે છે. થોડા સમયની વાળની સુંદરતા લાંબા સમયનું નુકશાન કરાવી શકે છે. સ્ટ્રેટનિંગ તમે ઘરમાં કોલેજ કે ઓફિસ જતી વખતે કરાવો કે પછી કેમિકલ ટ્રીટમેન્ટ સાથે પરમેનેન્ટ કરાવો. બંનેથી નુકશાન તો થાય છે જ. જો તમે પણ હેર સ્ટ્રેટનિંગ કરાવવાનું વિચારી રહ્યા હો તો આ વાતોનું ધ્યાન રાખો.
ADVERTISEMENT
જો તમે વાળનું સ્ટ્રેટનિંગ કરાવવાનું વિચારી રહ્યા હો તો જાણી લો કે તેમ કરવાથી વાળનું લસ્ટર ગાયબ થઇ શકે છે. વાળ ડ્રાય અને રફ થઇ જાય છે. બે મોઢાવાળા વાળની પણ સમસ્યા થાય છે. એવી કોશિશ કરો કે વાળને ઘરે ટેમ્પરરી સ્ટ્રેટ કરતા હો તો અઠવાડિયામાં એકાદ-બે વખત જ કરો, રોજ નહીં.
તમારા વાળમાં નેચરલ ઓઇલ હોય છે. જે તમારા વાળને શાઇની બનાવે છે. જ્યારે તમે વાળને સ્ટ્રેટ કરાવો છો ત્યારે વાળમાંથી નીકળતો ધુમાડો તેની નેચરલ ચમકને ગુમાવી દે છે. હેર સ્ટ્રેટનિંગ તમારા વાળને નબળા પણ બનાવે છે અને વાળ ખરવા લાગે છે. હેર સ્ટ્રેટનિંગ સમયે તમારા વાળમાં કેમિકલ્સનો પ્રયોગ કરવામાં આવે છે જે તમારા વાળને મુળમાંથી નબળા બનાવે છે.
ADVERTISEMENT
આપણે વાળને સુંદર બનાવવા માટે આવી ટ્રીટમેન્ટ તરફ વળીએ છીએ, પરંતુ આ ટ્રીટમેન્ટ લાંબો સમય ચાલતી નથી અને એક સમય બાદ ધીમે ધીમે સ્ટ્રેટનિંગ ચાલ્યુ જાય છે. તેથી તમારા વાળ ફરી બેજાન બની જાય છે. તમારે ફરી ટ્રીટમેન્ટ લેવી પડે છે. વારંવાર હેર સ્ટ્રેટ કરાવવાનું તમારા વાળના ગ્રોથને પણ નુકશાન પહોંચાડી શકે છે. સ્કેલ્પ ડ્રાય થવાથી ડેન્ડ્રફનો પણ ખતરો રહે છે. હેર સ્ટ્રેટનિંગ બાદ તમારે પાર્લર દ્વારા આપેલા શેમ્પુનો જ ઉપયોગ કરવો પડે છે અને દર વખતે વાળને સંપુર્ણ મેઇન્ટેન કરવા મુશ્કેલ હોય છે. તેથી વાળ ધીમે ધીમે ખરાબ થવા લાગે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો