બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Dhoni and Kohli face to face today know RCB and CSK's possible playing-11 and impact players strategy

RCB vs CSK / ધોની vs કોહલી વચ્ચે આજે કાંટે કી ટક્કર, જાણો સંભવિત પ્લેઇંગ 11થી લઇને ઇમ્પેક્ટ પ્લેયર્સની રણનીતિ

Megha

Last Updated: 09:30 AM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં ટોપ-5માંથી બહાર છે. આ સાથે જ બંને ટીમોએ આ સિઝનમાં ચાર-ચાર મેચ રમી છે અને બંને એ બે-બે મેચ જીતી છે.

  • ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આજે મેચ 
  • બંને ટીમોએ આ સિઝનમાં ચાર-ચાર મેચ રમી છે
  • મેચ સાથે ટીમના ખેલાડીઓ લયમાં આવી રહ્યા છે

આજે એટલે કે 17 એપ્રિલના રોજ IPLમાં ધોની અને વિરાટ કોહલી એક્શનમાં હશે. જણાવી દઈએ કે આ બંને દિગ્ગજોની પોતપોતાની ટીમોને પોઈન્ટ ટેબલમાં ઉપર લાવવાની જવાબદારી છે કારણ કે અત્યારે ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં ટોપ-5માંથી બહાર છે. આ સાથે જ બંને ટીમોએ આ સિઝનમાં ચાર-ચાર મેચ રમી છે અને બંને એ બે-બે મેચ જીતી છે.

નોંધનીય છે કે IPLની આ સિઝનમાં CSKની શરૂઆત હાર સાથે થઈ હતી પણ એ બાદ ટીમે બે મેચ બેક ટુ બેક જીતી અને પછી ચોથી મેચમાં આ  ફરી એકવાર હારનો સામનો કર્યો હતો. આ સાથે જ જો બીજી તરફ RCBની વાત કરીએ તો ટીમની આ સિઝનની શરૂઆત જીત સાથે કરી હતી પરંતુ પછીની બે મેચ હારી હતી અને છેલ્લી મેચમાં આ ટીમણએ ફરી જીત મળી હતી. 

નોંધનીય છે કે CSK અને RCB ભલે હાલ પોઈન્ટ ટેબલમાં તળિયે હોય પણ આ બંને ટીમ દરેક મેચ સાથે મજબૂત થઈ રહી છે. આ સાથે જ મેચ સાથે ટીમના ખેલાડીઓ લયમાં આવી રહ્યા છે. એટલે કે હવે આ ટીમો તેમની પહેલાની પ્લેઇંગ-11 જાળવી રાખીને અને ઇમ્પેક્ટ પ્લેયર્સની રણનીતિને એમ જ રાખવા માંગશે. 

બંને ટીમોના સંભવિત પ્લેઇંગ-11
RCB પ્લેઇંગ-11
 
પહેલા બેટિંગ કરવા માટે: ફાફ ડુપ્લેસીસ, વિરાટ કોહલી, મહિપાલ લોમર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક, અનુજ રાવત, શાહબાઝ અહેમદ, વાનિંદુ હસરંગા, હર્ષલ પટેલ, ડેવિડ વિલી/વેન પાર્નેલ, મોહમ્મદ સિરાજ 

પહેલા બોલિંગ કરવા માટે: ફાફ ડુપ્લેસીસ, વિરાટ કોહલી, મહિપાલ લોમર, ગ્લેન મેક્સવેલ, દિનેશ કાર્તિક, શાહબાઝ અહેમદ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, ડેવિડ વિલી/વેન પાર્નેલ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ

આરસીબી ઈમ્પેક્ટ પ્લેયર્સ: આકાશદીપ/અનુજ રાવત

CSK પ્લેઈંગ-11 
પહેલા બેટિંગ કરવા માટે: ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઈન અલી, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, ડ્વેન પ્રિટોરિયસ, એમએસ ધોની, તુષાર દેશપાંડે, મહિષ તિક્ષ્ણા 

પહેલા બોલિંગ કરવા માટે:  ડેવોન કોનવે, ઋતુરાજ ગાયકવાડ, અજિંક્ય રહાણે, મોઇન અલી, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, ડ્વેન પ્રિટોરિયસ, એમએસ ધોની, આકાશ સિંહ, તુષાર દેશપાંડે, મહિષ તિક્ષ્ણા 

CSK ઈમ્પેક્ટ પ્લેયર્સ: આકાશ સિંહ / અંબાતી રાયડુ
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ