બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / Deposit the 2000 note quickly, tomorrow is the final deadline, if you miss it now

તમારા કામનું / ભૂલતા નહીં! ફટાફટ જમા કરી આવો 2000ની નોટ, આવતીકાલે છે અંતિમ ડેડલાઇન, હવે ચૂક્યાં તો...

Megha

Last Updated: 11:59 AM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI એ 19 મેના રોજ 2000 રૂપિયાની નોટોને ચલણમાંથી હટાવવાની જાહેરાત બાદ 30 સપ્ટેમ્બર સુધી એક્સ્ચેન્જ કરવાની તારીખ આપી હતી, જો કે એ બાદ સમયમર્યાદા 7 ઓક્ટોબર સુધી વધારામાં આવી હતી.

  • 2000ની નોટને બંધ થવાને હવે બસ બે દિવસનો સમય બચ્યો 
  • 7 ઓક્ટોબર પછી આ 2000ની નોટ નહીં ચાલે 
  • 30 સપ્ટેમ્બર બાદ સમયમર્યાદા વધારામાં આવી હતી 
  • 7 ઓક્ટોબર પછી પણ 2000 રૂપિયાની પડી હશે તો તેનું શું થશે?

2000ની નોટને બંધ થવાને હવે બસ બે દિવસનો સમય બચ્યો છે. એટલે કે 7 ઓક્ટોબર પછી આ નોટ નહીં ચાલે. એવામાં જો તમારી પાસે હજુ પણ 2000ની નોટ હોય તો તેને ફટાફટ બદલી લો નહીં તો તે નકામી બની જશે. 

rbi 2000 currency exchange last date update notes deadline

30 સપ્ટેમ્બર બાદ સમયમર્યાદા વધારામાં આવી હતી 
જો તમે બે દિવસની અંદર 2000ની નોટને જમા કરાવવામાં અથવા એક્સચેન્જ કરવામાં નિષ્ફળ રહેશો, તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 19 મેના રોજ આ નોટોને ચલણમાંથી હટાવવાની જાહેરાત કરી હતી અને 30 સપ્ટેમ્બર, 2023 સુધી એક્સ્ચેન્જ કરવાની સુવિધા આપી હતી. જો કે, સમયમર્યાદા પૂરી થઈ ત્યાં સુધીમાં આ છેલ્લી તારીખ લંબાવીને RBI એ 2000 રૂપિયાની નોટ જમા કરાવવા અથવા તેને અન્ય નોટો સાથે બદલવાની તારીખ 7 ઓક્ટોબર કરી હતી. 

7 ઓક્ટોબર પછી પણ 2000 રૂપિયાની પડી હશે તો તેનું શું થશે?
આ અંગે આરબીઆઈએ કહ્યું છે કે 7 ઓક્ટોબર પછી પણ 2000 રૂપિયાની બેંક નોટ લીગલ ટેન્ડર રહેશે. જો કે આ તારીખ પછી, લોકો બેંકમાં 2000 રૂપિયાની નોટ જમા કરી શકતા નથી અને ન તો તેઓ બેંકમાંથી બદલી કરાવી શકે છે. લોકો માત્ર RBIમાં જઈને 2000 રૂપિયાની નોટ બદલી શકે છે. એટલે કે જો કોઈ વ્યક્તિ 7 ઓક્ટોબર પછી  રૂ. 2000ની નોટો બદલાવવા જાય છે તો તેને આરબીઆઈને સ્પષ્ટપણે સમજાવવું પડશે કે તે નિર્ધારિત તારીખ સુધીમાં બદલાયેલી રૂ. 2000ની નોટ કેમ જમા કરવી નહીં. 

2000ની ચલણી નોટ પર જાણી લેજો સાચી માહિતી, આ 8 સવાલ તમારી બધી ચિંતા કરી દેશે  દૂર, હાલ જાણો I Rs 2000 Note Withdrawn

RBI નોટ બદલવાની સમયમર્યાદા લંબાવી શકે છે.. 
એક રિપોર્ટ અનુસાર, RBI રૂ. 2000ની નોટ બદલવાની સમયમર્યાદા 31 ઓક્ટોબર સુધી લંબાવી શકે છે. એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી છે કે RBI 24000 કરોડ રૂપિયાની બાકીની 2000ની નોટોને બેંકિંગ સિસ્ટમમાં પાછી બોલાવવાની સમયમર્યાદા લંબાવવા પર વિચાર કરી રહી છે. જો કે આ મામલે હજુ સુધી આરબીઆઈ તરફથી કોઈ નક્કર માહિતી આવી નથી. સમયમર્યાદા લંબાવવા પાછળ ઘણા કારણો છે પણ મુખ્ય કારણ એ છે કે ઘણા ભારતીયો વિદેશમાં રહે છે. આવી સ્થિતિમાં આ NRIને આ નોટો બેંકોમાં જમા કરાવવા માટે વધુ એક મહિનાનો સમય મળી શકે છે. 

RBI એ મે મહિનામાં નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી 
નોંધનીય છે કે મે મહિનામાં ભારતીય રિઝર્વ બેંક (RBI) એ જાહેરાત કરી હતી કે તે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચી લેશે. 2016માં નોટબંધી બાદ RBI દ્વારા 2000 રૂપિયાની નોટો જારી કરવામાં આવી હતી, પરંતુ મે 2023માં RBIએ આ 2000 રૂપિયાની નોટો પણ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. આ પછી લોકોને આ નોટો બેંકમાં જમા કરાવવા અથવા બદલી કરાવવા માટે કહેવામાં આવ્યું હતું. આ સાથે આરબીઆઈએ તારીખ નક્કી કરતાં કહ્યું હતું કે લોકો 30 સપ્ટેમ્બર, 2023 સુધી તેમના બેંક ખાતામાં 2000 રૂપિયાની નોટો જમા કરાવી શકે છે જે બાદ ફરી 7 ઓક્ટોબર સુધી સમયમર્યાદા વધારવામાં આવી હતી. 

2,000ની નોટ લેવાની દુકાનદાર ના પાડે તો ભરજો આ પગલું, થઈ જશે કામ 2000 rupees  notes rules merchant refuses to exchange or not accept

નોંધનીય છે કે નવેમ્બર 2016માં નોટબંધી બાદ 2 રૂપિયાની નોટ રજૂ કરવામાં આવી હતી. જે સમયે 2000 રૂપિયાની નોટ ચલણમાં આવી હતી. ત્યારે આરબીઆઈએ કહ્યું હતું કે 500 અને 1000 રૂપિયાની નોટોના કાનૂની ટેન્ડરને સમાપ્ત કર્યા બાદ તેણે ચલણની જરૂરિયાતને પહોંચી વળવા માટે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ