બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Demand to give Lok Sabha ticket to Koli community leader

સુરેન્દ્રનગર / કોળી સમાજનાં નેતાને લોકસભા ટિકિટ આપવાની માગ, ચૂંટણીનો બહિષ્કાર કરવાની આપી ચીમકી

Ajit Jadeja

Last Updated: 01:49 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ કે કોંગ્રેસમાંથી ટિકિટ નહીં મળે તો અપક્ષમાંથી સમાજના નેતાને જીતાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો

 

સુરેન્દ્રનગરમાં કોળી સમાજે સંમેલન યોજ્યુ છે. આ સંમેલનમાં સમાજના નેતાને લોકસભા ટિકિટ આપવાને લઈ ચર્ચા કરવામાં આવી હતી. ભાજપ કે કોંગ્રેસમાંથી ટિકિટ નહીં મળે તો અપક્ષમાંથી સમાજના નેતાને જીતાડવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો.  સુરેન્દ્રનગર જિલ્લાના તળપદા કોળી જ્ઞાતિ દ્વારા 80 ફૂટ રોડ ઉપર એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તળપદા કોળી જ્ઞાતિમાંથી કોઈને લોકસભા ટિકિટ ન ફાળવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા અને ટિકિટ ન ફાળવતા રોષ વ્યક્ત કર્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં તળપદા કોળી અને ચુવાળીયા કોળીના મતદારોને આધારે લોકસભાની ચૂંટણી પક્ષ જીતે છે ત્યારે જિલ્લાના તળપદા કોળી ઉમેદવારને ટિકિટ ન આપતા તળપદા કોળી જ્ઞાતિના લોકોમાં રોષ જોવા મળ્યો હતો. હાલમાં જે ઉમેદવાર ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે તે જિલ્લા બહારના અને ચુવાળીયા કોળી છે જેને લઇ તળપદા કોળી સમાજ વિરોધ દર્શાવી રહ્યો છે. ત્યારે આજે બેઠકમાં સમાજના આગેવાનો દ્વારા જો ફરી વિચારણા કરી ભાજપ અથવા કોંગ્રેસ તરફથી તળપદા કોળી સમાજને ટિકિટ નહીં આપે તો ચૂંટણીનો બહિષ્કાર કરી અપક્ષ ઉમેદવારી પણ જ્ઞાતિ દ્વારા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. બેઠકમાં પૂર્વ સાંસદ સોમાભાઈ ગાંડા અને તળપદા કોળી સમાજના પૂર્વ ધારાસભ્યોએ સંમેલનમાં હાજરી આપી હતી.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ