બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Delhi Service Bill False signatures of MPs in Rajya Sabha: Serious accusation against AAP and Raghav Chadha

દિલ્હી સર્વિસ બિલ / રાજ્યસભામાં સાંસદોની ખોટી સહી કરાઇ: AAP અને રાઘવ ચઢ્ઢા પર ગંભીર આરોપ, ગૃહમંત્રી શાહે પણ ઉઠાવ્યા સવાલ

Megha

Last Updated: 11:15 AM, 8 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Delhi Services Bill: દિલ્હી સર્વિસ બિલને લઈને ગૃહમાં ચર્ચા દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા પર છેતરપિંડીનો આરોપ લગાવતા કહ્યું સાંસદોની સહીઓ બનાવટી છે

  • સોમવારે રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલ પર હોબાળો થયો હતો
  • રાઘવ ચઢ્ઢાએ બિલને સિલેક્ટ કમિટીને મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો 
  • પ્રસ્તાવમાં અન્ય સાંસદોના નામ પણ સામેલ હતા

Delhi Services Bill: રાજ્યસભામાં સોમવારે આખો દિવસ દિલ્હી સર્વિસ બિલ પર હોબાળો થયો હતો. ગુરુવારે લોકસભામાં પસાર થયા બાદ આ બિલ સોમવારે રાજ્યસભામાં રજૂ કરવામાં આવ્યું હતું જેને રાજ્યસભામાં મતદાન બાદ મંજૂર કરવામાં આવ્યો હતો. આ બિલની તરફેણમાં 131 વોટ પડ્યા જ્યારે વિરુદ્ધમાં 102 વોટ પડ્યા. આ બિલ દિલ્હીમાં ગ્રુપ-A અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ માટે એક ઓથોરિટીની રચના માટે લાગુ વટહુકમનું સ્થાન લેશે.

રાજ્યસભામાં સાંસદોની ખોટી સહી કરાઇ?
હવે વાત એમ છે કે રાજ્યસભાની કાર્યવાહી દરમિયાન જ્યારે દિલ્હીના અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગ માટેનું બિલ પસાર થઈ રહ્યું હતું એ સમયે રાઘવ ચઢ્ઢા દ્વારા આ બિલને સિલેક્ટ કમિટીને મોકલવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. પણ હવે આ કેસમાં ફ્રોડ એટકે કે ફર્ઝીવાડાનો એક એંગલ સામે આવ્યો છે. આ સાથે જ જો રાજ્યસભા અધ્યક્ષની તપાસમાં આ આરોપ સાચા સાબિત થશે તો રાઘવ ચઢ્ઢા સામે એફઆઈઆર દાખલ થઈ શકે છે.

મળતી માહિતી અનુસાર રાઘવ ચઢ્ઢાના દિલ્હી અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગ માટેનું બિલ સિલેક્ટ કમિટીને મોકલવાના પ્રસ્તાવમાં અન્ય સાંસદોના નામ પણ સામેલ હતા.આ સાથે જ જો આ સાંસદોની સહી પણ બનાવટી હોવાનું જાણવા મળે છે તો તમામ સાંસદો બનાવટી કેસમાં રાઘવ ચઢ્ઢા સામે એફઆઈઆર નોંધવા માટે સ્પીકરને ફરિયાદ કરશે.

હવે જાણો શું છે સમગ્ર મામલો? 
જ્યારે રાજ્યસભામાં દિલ્હી સર્વિસ બિલ પર ચર્ચા પૂર્ણ થઈ હતી. એ બાદ AAP સાંસદ રાઘવ ચઢ્ઢાએ બિલને સિલેક્ટ કમિટીને મોકલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેમાં સમિતિના સભ્યોના નામ પણ હતા.આ મામલે વાંધો ઉઠાવતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે બે સભ્યોએ કહ્યું કે તેમની સંમતિ વિના તેમના નામ પ્રસ્તાવમાં સામેલ કરવામાં આવ્યા છે. દરખાસ્ત પર તે સભ્યોની સહીઓ પણ નથી.

અમિત શાહે કહ્યું કે આ તપાસનો વિષય છે. હવે વાત માત્ર દિલ્હીમાં છેતરપિંડીની નથી પણ ગૃહની અંદર છેતરપિંડીનો છે. આ વિશેષાધિકારનો ભંગ છે. આ બાબત વિશેષાધિકાર સમિતિને મોકલવી જોઈએ.

રાજ્યસભા સચિવાલયે તપાસના આદેશ આપ્યા છે
હાલમાં રાજ્યસભા સચિવાલયે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. સાથે જ ચઢ્ઢાએ દરખાસ્તની એક નકલ રાજ્યસભા સચિવાલયને સિલેક્ટ કમિટીને મોકલવા માટે સોંપી હતી. તેની તપાસ કર્યા બાદ એ જાણી શકાશે કે સાંસદોએ આ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કર્યા છે કે નહીં. જો સહીઓ બનાવટી હોવાનું જાણવા મળે છે, તો આ તમામ સાંસદો સુધાંશુ ત્રિવેદી, નરહરી અમીન, સસ્મિત પાત્રા, પી કોન્યેક અને થમ્બી દુરાઈ પાસેથી વિશેષાધિકારના ભંગ સિવાય એફઆઈઆર દાખલ કરવા માટે પરવાનગી માંગવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ