બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / delhi restaurant is on the verge of closure due to farmers langer anchor on the singhu border

Kisan Andolan / હવે ખેડૂતોના લંગરે દિલ્હીના ભોજનાલયોમાં વધારી ચિંતા, ગુજરાન કરવું પણ બન્યું મુશ્કેલ

Bhushita

Last Updated: 07:18 AM, 24 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સિંધુ બોર્ડર પર ખેડૂતોના આંદોલનને લઈને સરકારની ચિંતા જ નહીં પણ દિલ્હીના ભોજનાલયોની ચિંતા પણ વધી રહી છે. તેઓ નુકસાનથી પરેશાન છે

  • સિંધુ બોર્ડર પર વધી મુશ્કેલી
  • ખેડૂતો માટે લંગરના ઢાબાનું છીનવાયું ચૈન
  • દિલ્હીના ભોજનાલયોમાં વધી ચિંતા

દિલ્હીની સિંધુ બોર્ડર પર કૃષિ કાયદાની વિરુદ્ધમાં બેઠેલા ખેડૂતો ફક્ત કેન્દ્ર સરકારને માટે નહીં પણ દિલ્હીના ભોજનાલયો માટે પણ ચિંતાનો વિષય બની રહ્યા છે. પંજાબના ખેડૂતોની સેવામાં જે લંગર શરૂ કરાયા હતા તેમાં ખેડૂતો જ નહીં પણ આસપાસના લોકો પણ ભોજન કરવા પહોંચે છે. તેનાથી સ્થાનીક ભોજનાલયો અને ઢાબા પર કોઈ ખાવાનું ખાવા આવતું નથી. જેને ભૂખ લાગે છે તે ભોજનાલયોને બદલે ખેડૂતોના લંગરમાં જઈને ખાઈ આવે છે. જેથી મોટા ભાગની રેસ્ટોરન્ટ, ઢાબાને નુકસાન થઈ રહ્યું છે અને તેઓ કંગાળ થઈ રહ્યા છે. 
 

ભોજનાલયોની આર્થિક સ્થિતિ થઈ ખરાબ

અહીં લગભગ 2 મહિનાથા રાજમાર્ગ પ્રદર્શનકારીઓથી ભરેલો છે. 24 કલાકની લંગર સેવા ચાલી રહી છે અને ઉધ્યોગ બંધ થવાના કારણે લોકો અને વાહનોની અવર જવર પણ ઘટી છે. આ સિવાય દિલ્હી  હરિયાણા રાષ્ટ્રીય રાજમાર્ગ પરના ભોજનાલયોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ રહી છે. સિંધુ બોર્ડર પર સડકના કિનારાની રાજપૂતાના રેસ્ટોરન્ટના માલિકને લાગ્યું કે કોરોનાથી લોકો બહાર આવી ચૂક્યા છે અને હવે કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન શરૂ થયા બાદ લંગર સેવા શરૂ થઈ. આ પછી તેઓ આર્થિક સંકટનો વધારે માર સહન કરી રહ્યા છે.  
 

હોટલના માલિકે કહ્યું...
રાજપૂતાના હોટલના માલિકે કહ્યું કે અહીં લોકો ભોજન કરવા શા માટે આવે, તેમને લંગરમાં ફ્રીમાં ખાવાનું મળી રહ્યું છે. કેવો ધંધો છે, કોઈ આવતું નથી. દુકાન માટે 35000 રૂપિયાનું ભાડુ ભરું છું અને 8 લોકો કામ કરે છે. આવક વિના આ લોકોના પગાર અને ભાડું કી રીતે ચૂકવવું. આ સ્થિતિ રહેશે તો દુકાન બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.

 


ભોજનાલય બંધ કરવાને લઈને કહ્યું આવું
એક રેસ્ટોરાંના એક રસોઈયાએ કહ્યું કે  હોટલના માલિકે કહ્યું છે કે તે આવતા મહિને હોટલ બંધ કરશે. તેમનું વેતન 17000થી 14000 કરી દેવાયું છે. હવે તેઓ પોતે પણ નવી નોકરીની શોધમાં છે. 
 
કૃષિ કાયદાના વિરોધમાં બેઠા છે ખેડૂતો
હજારો ખેડૂતો 26 નવેમ્બરથી રાજધાનીની અલગ અલગ સીમાઓ પર પ્રદર્શન કરી રહ્યા છો. મોટાભાગના ખેડૂતો પંજાબ અને હરિયાણાના છે. ખેડૂતોની માંગ છે કે તેઓ 3 કૃષિ કાયદાને ખતમ કરે. અહીં ખેડૂતોના સમર્થનમાં તેઓએ પોતાના લંગર લગાવ્યા છે. આ સાથે ભોજનની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. કોઈને ભોજન કરવાથી રોકવામાં આવતા નથી. આ કારણે દિલ્હીની આસપાસના લોકો પણ લંગરમાં જ ભોજન કરી લે છે. આ કારણ છે કે અનેક ભોજનાલયો ખાલી પડ્યા છે અને તેમને આર્થિક મંદીનો માર સહન કરવો પડી રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ