બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / delhi patiala house court summons jacqueline fernandez

બોલીવુડ / જેક્લીન તો હવે બરાબરની ફસાઈ! 200 કરોડના કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે આપ્યા આદેશ

Khevna

Last Updated: 03:36 PM, 31 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીનાં પટિયાલા હાઉસ કોર્ટે જેક્લીનને 26 સપ્ટેમ્બર સુધી કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. જાણો વિગતવાર

  • પટિયાલા હાઉસ કોર્ટે જેક્લીનને 26 સપ્ટેમ્બર સુધી કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો 
  • સુકેશ ચંદ્રશેખરે જેક્લીન ફર્નાન્ડિસને આપી હતી કરોડોની ગિફ્ટ્સ 
  • 200 કરોડથી વધારે રૂપિયાનો મની લોન્ડ્રીન્ગનો મામલો 

દિલ્હીનાં પટિયાલા હાઉસ કોર્ટે જેક્લીનને 26 સપ્ટેમ્બર સુધી કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો 

બોલીવુડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીસની તકલીફો વધતી જઇ રહી છે. ઠગ સુકેશ ચંદ્રશેખરનાં મની લૉન્ડ્રીન્ગ મામલામાં દિલ્હીનાં પટિયાલા હાઉસ કોર્ટે જેક્લીનને 26 સપ્ટેમ્બર સુધી કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે. જણાવી દઈએ કે સુકેશ ચંદ્રશેખર પર 200 કરોડ રૂપિયાથી વધારેની વસૂલી કરવાના આરોપ લાગ્યા છે. હાલમાં જ ઇડીએ આ મામલામાં એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડીસ સામે સપ્લીમેટ્રી ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટમાં જેક્લીન ફર્નાન્ડીસને આરોપી તરીકે નામાંકિત કરવામાં આવી છે. 

ગિફ્ટ તો સૌ કોઈને ગમે પણ કોણ જાણતું હતું કે જેક્લીન માટે કીમતી ગિફ્ટ્સ જ મુસીબત બની જશે. મૂળ શ્રીલંકાની અભિનેત્રી જેક્લીન માટે મની લોન્ડ્રિંગ અને ધોકાધડીનાં મામલામાં જેલમાં કેદ સુકેશ ચંદ્રશેખર એક મુશ્કેલી બની ગયા છે. 

સુકેશ ચંદ્રશેખરે જેક્લીન ફર્નાન્ડિસને આપી હતી કરોડોની ગિફ્ટ્સ 

ઇડીએ જણાવ્યું છે કે સુકેશ ચંદ્રશેખરે ગેરવસૂલી સહિત અન્ય અપરાધિક ગતિવિધિઓથી પ્રાપ્ત કરેલ ધનથી જેક્લીન ફર્નાન્ડિસને 5.71 કરોડની ગિફ્ટ્સ આપી હતી. ઇડી અનુસાર, સુકેશે પોતાની પૂર્વ સહયોગી અને કેસમાં આરોપી પિંકી ઈરાનીને આ ગિફ્ટ્સ આપવા માટે કહ્યું હતું. 

આ ગિફ્ટ્સ ઉપરાંત ચંદ્રશેખરે જેક્લીનનાં પરિવારને 1,72,913 અમેરિકી ડોલર પણ આપ્યા હતા. તપાસમાં જાણ થઈ કે સુકેશ ચંદ્રશેખરે જેક્લીન તરફથી એક લેખકને વેબ સીરિઝની સ્ક્રિપ્ટ લખવા માટે 15 લાખ રૂપિયા આપ્યા હતા. 

જેક્લીનને મળી હતી આ ગિફ્ટ્સ 
ઇડી અનુસાર, જેક્લીને ખુલાસો કર્યો હતો કે તેને સુકેશે Gucci, Chanelની ત્રણ ડિઝાઇનર બેગ્સ, 2 Gucciનાં જીમવેર આઉટફિટ્સ, Louis Vuittonનાં શૂઝ, ડાયમંડ ઇયરિંગ્સની બે પેર, મલ્ટી કલર્ડ સ્ટોન્સની એક તથા 2 hermesનાં બ્રેસલેટ આપ્યા છે. આ સાથે 51 લાખનો ઘોડો અને 9 લાખની બિલાડીઓ પણ ભેંટ તરીકે અપાઈ હતી. આ ઉપરાંત જેક્લીનને સુકેશે Mini Cooperની કાર પાન્ ગિફ્ટમાં આપી હતી. જોકે, જેકલીને દાવો કર્યો હતો કે તેમણે એ લેવાની ના પાડી દીધી હતી અને પરત કરી દીધી હતી. ઇડીએ જણાવ્યું કે જેક્લીન ગયા વર્ષે ફેબ્રુઆરીથી ઓગસ્ટ સુધી સતત સુકેશનાં સંપર્કમાં રહી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ