બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / dehydration symptoms are seen when there is a shortage of water in summer

હેલ્થ કેર / ઉનાળામાં પાણી પીવામાં ભૂલ કરી તો થઈ શકે છે 6 સમસ્યાઓ... હજુ શરૂઆત છે, ઍલર્ટ થઈ જજો

Bijal Vyas

Last Updated: 02:40 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં તરસ ખૂબ જ લાગે છે, પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જે પાણી ઓછુ પીતા હોય છે. જેના કારણે તેમના શરીરમાં અનેક સમસ્યા ઉભી થતી હોય છે. તો આવો જાણીએ કઇ પ્રકારની સમસ્યાઓ થઇ શકે છે?

  • હેલ્થ એક્સપર્ટ લોકોના દિવસોમાં 7થી 8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે
  • શરીરમાં પાણીની ઉણપ હોય તો ગંભીર માથાનો દુખાવો થઈ શકે છે
  • શરીર ડિહાઇડ્રેટ હોય ત્યારે થાકનો અનુભવ થાય છે

Dehydration Symptoms: શરીરમાં 60 ટકા પાણીની માત્રા હોય છે, જેનાથી શરીરમાં પાણીનું મહત્વ ખ્યાલ આવી શકે છે. ડોક્ટર અથવા હેલ્થ એક્સપર્ટ લોકોના દિવસોમાં 7થી 8 ગ્લાસ પાણી પીવાની સલાહ આપે છે. આ સલાહ જણાવે છે કે પાણી હ્યુમન બોડી માટે ખૂબજ જરુરી છે. શિયાળાની સિઝનમાં પાણી  પરસેવાના માધ્યમથી નીકળતુ નથી, તેના કારણે લોકો પાણી ઓછુ પાણી પીવે છે. 

ત્યાંજ ગરમીના દિવસોમાં શરીરમાંથી પરસેવાના માધ્યમથી ખૂબ પાણી નીકળે છે. આ ઉપરાંત યુરીન દ્વારા પણ પાણી બહાર નીકળે છે. ડોક્ટરોની સલાહ છે કે, લોકોએ ગરમીઓમાં પાણી ઓછુ પીવુ જોઇએ, જેનાથી શરીરમાં અનેક મુશ્કેલીઓ જોવા મળે છે. તો આવો જાણીએ કે, બોડીમાં પાણીની ઉણપથી ક્યા પ્રકારની મુશ્કેલી થઇ શકે છે. 

પાણીની ઉણપથી થઇ શકે છે આ 6 મુશ્કેલીઓ
1. માથામાં દુખાવો 

જો શરીરમાં પાણીની ઉણપ હોય તો ગંભીર માથાનો દુખાવો થઈ શકે છે. આ દુખાવો માઈગ્રેનનું સ્વરુપ લઇ શકે છે. તેથી લાંબા સમય સુધી ડિહાઇડ્રેટેડ ન રહેવું જોઈએ.

Fashion News in Gujarati | Beauty & Fashion Tips in Gujarati

2. પેશાબઘાટો થવો
ઉનાળામાં ઘણા લોકોનો પેશાબ ઘાટો થઈ જાય છે. આ એક સંકેત છે કે શરીરમાં પાણીની ઉણપ છે. પેશાબનો રંગ ઘાટો પીળો જોવા મળે છે. આ દરમિયાન વધુ પાણી પીવું જોઈએ.

3. થાકેલુ રહેવુ
જો તમે પાણી ઓછું પીતા હોવ તો તેનાથી થાક લાગી શકે છે. શરીર ડિહાઇડ્રેટ હોય ત્યારે થાકનો અનુભવ થાય છે. આ દરમિયાન પીવાના પાણીની માત્રા વધારવી જોઈએ.

4. મોંઢાનુ સુકાવુ
ઉનાળામાં લોકો મોંઢુ સુકાવાની ફરીયાદ કરતા હોય છે. લાળ મોંમાંથી બેક્ટેરિયાને ખતમ કરવાનું કામ કરે છે. જો મોં સુકુ થઈ જાય તો મોંમાં ખરાબ બેક્ટેરિયા વધી શકે છે. તે નુકસાન થઈ શકે છે.

Dehydrationના કારણે ચહેરા પર જોવા મળે છે આવા લક્ષણો, ચેતી જજો નહીં તો થઈ  શકે ગંભીર નુકસાન | these symptoms appear on the face due to Dehydration  health care tips

5. સ્કિન સુકી થવી
ઓછું પાણી પીવાની અસર શરીર પર જોવા મળે છે. ત્વચા સુકી થાય છે,  ફોલ્લીઓ પણ થાય છે, લોકો રક્ષણ માટે મોંઘા મોઈશ્ચરાઈઝર લગાવે છે. વધુ પાણી પીવાનું શરૂ કરવું પણ સારું છે.

6. પેટમાં ગરબડ થવું
ડિહાઇડ્રેશનની મોટી અસર પેટ પર જોવા મળે છે. આ પાચનતંત્રમાં ગરબડ પહોંચાડે છે. પાણીના અભાવે આંતરડા સુકાઈ શકે છે. તેનાથી કબજિયાતની સમસ્યા થઈ શકે છે. બચાવ માટે પાણીનો જથ્થો વધારવો જોઇએ. 


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ