વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મન કી બાતના 90મા એપિસોડને સંબોધિત કર્યો હતો. આજે કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, મને મન કી બાત માટે ઘણા સંદેશા મળ્યા છે, જેના માટે હું તમારા બધાનો આભારી છું. પીએમ મોદીએ કહ્યું કે, આજે હું એવા જન આંદોલનની ચર્ચા કરવા માંગુ છું જે દેશના દરેક નાગરિકના જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે.
આ અંગે ચર્ચા કરતા પહેલા પીએમ મોદીએ કહ્યું હતું કે, હું આજના યુવાનોને, 24-25 વર્ષના યુવાનોને પૂછવા માંગુ છું, શું તમે જાણો છો કે તમારા માતા-પિતા તમારી ઉંમરના હતા, ત્યારે તેમના જીવનનો અધિકાર છીનવી લેવામાં આવ્યો હતો? પીએમ મોદીએ વધુમાં કહ્યું કે જૂન 1975માં આપણા દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી.
I want to ask a question to the youth of the country, do you know when your parents were of your age once, even their right to life was snatched? This had happened in the month of June 1975, when an Emergency was imposed: Prime Minister Narendra Modi during Mann Ki Baat pic.twitter.com/cBWCsw96dK
નાગરિકો પાસેથી તમામ અધિકારો છીનવી લેવાયા હતા: મોદી
ઈમરજન્સીમાં દેશના નાગરિકો પાસેથી તમામ અધિકારો છીનવી લેવાયા હતા. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આ દરમ્યાન ભારતના લોકતંત્રને કચડી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. દેશની અદાલતો, દરેક બંધારણીય સંસ્થા, પ્રેસ, બધું જ નિયંત્રિત હતું. આ સેન્સરશીપની શરત હતી કે મંજુરી વિના કશું જ છાપી શકાતું નથી.
I remember, when famous singer Kishore Kumar refused to praise the government, he was banned. He was not allowed on radio. Despite several attempts, thousands of arrests and atrocities on millions, faith of Indians in Democracy could not be shaken: PM Modi during Mann Ki Baat pic.twitter.com/BUZ2lyKmkK
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, એ વખતે ભારતના લોકોએ લોકતાંત્રિક રીતે 'ઇમરજન્સી' દૂર કરી અને ફરીથી લોકશાહીની સ્થાપના કરી. સરમુખત્યારશાહી માનસિકતા, સરમુખત્યારશાહી વલણને લોકતાંત્રિક રીતે સમગ્ર વિશ્વમાં હરાવવાનું આવું ઉદાહરણ મળવું મુશ્કેલ છે.
આ સાથે પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, આજે આપણું ભારત અનેક ક્ષેત્રોમાં સફળતાના આકાશને સ્પર્શી રહ્યું છે, તો આકાશ કે અંતરિક્ષ તેનાથી અસ્પૃશ્ય કેવી રીતે રહી શકે. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણા દેશમાં અવકાશ ક્ષેત્રને લગતા ઘણા મોટા કામો થયા છે. દેશની આ સિદ્ધિઓમાંની એક ઇન-સ્પેસ નામની એજન્સીની રચના છે.
પીએમ મોદીએ ક્રિકેટર મિતાલી રાજને શુભેચ્છા પાઠવી
પીએમ મોદીએ ક્રિકેટર મિતાલી રાજ વિશે પણ વાત કરતા કહ્યું કે, આજે હું ભારતની સૌથી પ્રતિભાશાળી ક્રિકેટર મિતાલી રાજ વિશે પણ ચર્ચા કરવા માંગુ છું. તેણે આ મહિને ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે, જેણે ઘણા રમતપ્રેમીઓને ભાવુક કરી દીધા છે. હું મિતાલીને તેના ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.