બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદ / 'Decision to remove liquor ban by back door in Gujarat is deadly and sad', says Congress state president Shaktisinh Gohil

પ્રતિક્રિયા / 'ગુજરાતમાં પાછલા બારણે દારૂબંધી દૂર કરવાનો નિર્ણય ઘાતક અને દુઃખદ', કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના ચાબખા

Vishal Khamar

Last Updated: 10:45 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધીનગર ગિફ્ટ સિટીમાં દારૂની પરમિટ આપવાનો મામલે રાજ્યસભાનાં સાંસદ શક્તિસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાછલા બારણે દારૂબંધી દૂર કરવાનો નિર્ણય છે. ગુજરાતમાં દારૂબંધી છે તો સલામતી છે.

  • ગાંધીનગર ગિફ્ટ સીટીમાં દારૂની પરમિટ આપવાનો મામલો
  • રાજ્યસભા સાંસદ શક્તિસિંહની પ્રતિક્રિયા
  • ગુજરાતમાં પાછલા બારણે દારૂ બંધી દૂર કરવાનો નિર્ણય છે

 રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર ગિફ્ટ સીટીમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓને લિંકરની છૂટ આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જે બાબતે કોંગ્રેસનાં રાજ્યસભાનાં સાંસદ શક્તસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં પાછલા બારણે દારૂબંધી દૂર કરવાનો નિર્ણય છે. આ નિર્ણય ઘાતક અને દુઃખદ છે. ગુજરાતમાં દારૂબંધી છે તો સલામતી છે. 

ગિફ્ટ સિટીમાં મુલાકાત લેતાં મુલાકાતીઓને પણ લિકરની છૂટ આપવામા આવશે
ગાંધીનગરના ગિફ્ટ સિટી વિસ્તારમાં કર્મચારીઓ અને અધિકારીઓ હવે દારૂ પી શકશે. ગિફ્ટ સિટીમાં કામ કરતાં અધિકારીઓ અને કર્મચારીઓને લિકરની છૂટ આપવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે લીધેલા નિર્ણય મુજબ ગિફ્ટ સિટીમાં મુલાકાત લેતાં મુલાકાતીઓને પણ લિકરની છૂટ આપવામા આવશે. લિકર પરમિટ બાબતે ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઈન એન્ડ ડાઉન ફેસિલિટી ઉપલબ્ધ કરાવાશે. ગિફ્ટ સિટી વિસ્તારની હોટલ, રેસ્ટોરન્ટ અને ક્લબમાં કરી લિકરનુ સેવન કરી શકાશે. ગિફ્ટ સિટી વિસ્તારના કર્મચારીઓ તેમજ મુલાકાતીઓ લિકરનુ સેવન કરી શકે તે માટે ક્લબ, હોટલ અને રેસ્ટોરન્ટ FL-3 પ્રકારનો પરવાનો મેળવી શકશે. FL-3 પરવાનો મેળવનાર ક્લબ, હોટલ કે રેસ્ટોરન્ટ પરમિટ ધારકોને દારૂ પીરસી શકશે. પરંતુ દારૂની બોટલનુ વેચાણ કરી શકશે નહી.

 કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે
આ છૂટછાટ મુજબ સમગ્ર ગીફટ સીટીમાં કામ કરતાં બધા કર્મચારીઓ/માલિકોને લીકર એકસેસ પરમીટ આપવામાં આવશે. જેના દ્વારા તેઓ આવી "વાઈન એન્ડ ડાઈન" આપતી ગીફટ સીટીની હોટેલ્સ/ રેસ્ટોરેન્ટસ/ કલબમાં લીકરનું સેવન કરી શકશે. આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમીટથી આવી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબમાં જે-તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઇ કરવામાં આવી છે. 

હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી પરવાના મેળવી શકશે
GIFT City ખાતે આવેલ કે આવનાર હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ પોતાને ત્યાં વાઈન એન્ડ ડાઈન ફેસીલીટી એટલે કે એફ.એલ.૩ પરવાના મેળવી શકશે. GIFT City ખાતે અધિકૃત રીતે કામ કરતા કર્મચારીઓ અને અધિકૃત રીતે મુલાકાત લેતા મુલાકાતીઓ હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટમાં લીકરનું સેવન કરી શકશે. પરંતુ, હોટેલ/કલબ/રેસ્ટોરેન્ટ લીકરની બોટલનું વેચાણ કરી શકશે નહિ.  સમગ્ર પ્રક્રીયામાં નશાબંધી અને આબકારી વિભાગ, ગુજરાત રાજ્ય GIFT City વિસ્તાર ખાતે આવેલ એફ.એલ.૩ પરવાના ધરાવતી હોટેલ્સ/રેસ્ટોરેન્ટસ/કલબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત, સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતાં લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ