બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભાવનગર / Dead bodies of brothers-in-law and Nanand found in well: What happened at night that all three fell together

રહસ્ય / કૂવામાંથી મળ્યા ભાઈ-ભાભી અને નણંદના મૃતદેહ: રાત્રે એવું તો શું થયું કે ત્રણેયએ એકસાથે પડતું મૂક્યું

Vishal Khamar

Last Updated: 03:44 PM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમરેલીનાં લાલવદર ગામે કૂવામાંથી 3 શ્રમિકોનાં મૃતદેહ મળતા ખળભળાટ મચી જવા પામ્યો હતો. ગામની વાડીમાં આવેલા કૂવામાં શ્રમિકોનાં મૃતદેહ મળ્યા હતા. શ્રમિકોએ આત્મ હત્યા કરી કે હત્યા થઈ તે અંગે હજુ અસમંજસ સ્થિતિ છે.

  • અમરેલીના લાલવદર ખાતે કુવામાંથી 3 મૃતદેહ મળતાં ખળભળાટ 
  • લાલાવદર ગામની વાડીમાં આવેલા કુવામાં શ્રમિકોના મૃતદેહ મળ્યા 
  • ત્રણેય શ્રમિકોએ આત્મહત્યા કરી કે હત્યા થઇ તે અંગે અસમંજસ
આ કૂવામાં ઝંપલાવી શ્રમિક પરિવારે કરી આત્મહત્યા

 અમરેલીનાં લાલાવદર ગામની સીમમાં અલ્પેશભાઈની વાડીમાં ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા પતિ-પત્નિ તેમજ મૃતક યુવકની બહેને કૂવામાં ઝંપલાવી મોતને વ્હાલુ કર્યું હતું. જે બાબતે ગામનાં રહીશોને જાણ થતા તેઓએ આ બાબતે તાત્કાલીક અમરેલી ફાયર વિભાગની ટીમને જાણ કરી હતી.  ફાયર વિભાગની ટીમે ઘટનાં સ્થળે પહોંચી ત્રણેય મૃતદેહ બહાર કાઢ્યા હતા. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તેમજ અમરેલી સાંસદ નારણ કાછડીયા તાત્કાલીક ઘટનાં સ્થળે દોડી આવ્યા હતા.

ગ્રામજનો દ્વારા લાશને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી

ગુરૂવાર રાત્રે થયેલી બોલાચાલીએ મોતનું સ્વરૂપ ધારણ કર્યું
સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગુરૂવારે રાત્રે શ્રમિકો વચ્ચે કોઈ બાબતને લઈ લડાઈ જવા પામી હતી. જે બાદ ત્રણેય શ્રમિકોએ કૂવામાં કૂદી મોતને વ્હાલું કર્યું હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. ત્રણેય શ્રમિકો વચ્ચે ક્યાં કારણોસર બોલાચાલી થઈ હતી. તે તમામ મુદ્દાઓ પર હાલ પોલીસ દ્વારા ધ્યાન આપી તેમનાં સગા-સબંધીઓનો તેમજ ખેતરમાં આજુબાજુ કામ કરતા લોકોની પણ પૂછપરછ હાથ ધરી છે. 

શ્રમિકોએ ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે બાબતે તપાસ શરૂઃ હિમકરસિંહ (પોલીસ અધિક્ષક)
અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહે સમગ્ર ઘટનાં  અંગે જણાવ્યું હતું કે, લાલાવદર ગામની સીમમાં આવેલ કૂવામાંથી મૃતદેહ મળી આવવા મામલે તપાસ ચાલુ છે. તેમજ શ્રમિક પરિવાર દ્વારા ક્યાં કારણોસર આત્મહત્યા કરી તે બાબતે તેમનાં સગા-સંબંધીઓનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.

વધુ વાંચોઃ અંતે વડીયાની વૃંદાને મળ્યું જીવનદાન, નાના ભૂલકાઓથી લઇને USમાં વસતા કચ્છી પટેલોની ઉદારતા રંગ લાવી

મૃતકોના નામઃ

  • મુકેશભાઈ અંતુરભાઈ દેવરખીયા
  • ભૂરીબેન મુકેશભાઈ દેવરખીયા
  • જાનુબેન અંતુરભાઈ દેવરખીયા
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ