બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dahod's Limkheda court sentenced the accused uncle to death

ન્યાય / કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: દાહોદમાં અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસમાં નરાધમને ફાંસીની સજા

Dhruv

Last Updated: 10:43 AM, 31 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાહોદમાં અઢી વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ ગુજારી હત્યા કરી દેનારા હવસખોર કાકાને લીમખેડાની કોર્ટે ફાંસીની સજા ફટકારવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે.

દાહોદમાં દુષ્કર્મ-હત્યા કેસમાં લીમખેડાની કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
આરોપી કાકાને લીમખેડાની કોર્ટે ફટકારી આજીવન કેદની સજા
હવસખોર કાકો બાળકીને વેફર આપવાના બહાને લઇ ગયો હતો

દાહોદ (Dahod)માં અઢી વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસમાં આરોપી કાકાને લીમખેડાની એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારતા દાખલારૂપ કાર્યવાહી હાથ ધરી છે.

વર્ષ 2018માં રણધીકપુર પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાઈ હતી

તમને જણાવી દઈએ કે, વર્ષ 2018માં રણધીકપુર પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં અઢી વર્ષની ભત્રીજીનું ખુદ તેના કાકાએ જ અપહરણ કરી સુમસામ જગ્યાએ લઈ જઈને તેની પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર બાદ તેની હત્યા કરી નાખી હતી. ત્યારે હવે આ કેસમાં લીમખેડાની કોર્ટે કલમ 376 હેઠળ 10 વર્ષની સજા અને 302 તેમજ પોક્સો એક્ટની કલમ હેઠળ આરોપી કાકાને ફાંસીની સજા ફટકારી છે. જીલ્લા કાનુની સેવા સત્તા મંડળને દીકરીના માતા પિતાને 5 લાખ રૂપિયાની સહાય ચુકવવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.

બાળકીને વેફર આપવાના બહાને હવસખોર કાકો તેને સૂમસામ જગ્યાએ લઈ ગયો

તમને જણાવી દઇએ કે, 16 સપ્ટેમ્બર, 2018ના રોજ સવારમાં બાળકી તેના દાદા પાસે રમી રહી હતી ત્યારે વેફર અપાવવાના બહાને તેના કાકા તેને ત્યાંથી લઈ ગયા. બાદમાં તેને સૂમસામ જગ્યાએ લઈ જઈને તેની પર દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર બાદ તેની કરપીણ હત્યા કરી નાખી હતી. આરોપી કાકો બાળકીની લાશને ઝાડી જાખરામાં ફેંકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જેથી આ મામલે રણધીકપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસને ઝાડીઓમાંથી બાળકીની લાશ મળી આવી હતી. આથી પોલીસે આરોપીની ધરપકડ કરી તેની સામે દુષ્કર્મ અને પોક્સો અને હત્યા સહિતના કલમો લગાવી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં આરોપી દોષિત જાહેર થતા કોર્ટે તેને ફાંસીની સજા ફટકારી છે. કોર્ટે આરોપીને 376ની કલમમાં 10 વર્ષની સજા અને 302 સહિત પોક્સો હેઠળ આરોપીને ફાંસીની સજાનો હુકમ કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ